• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: દ્વારકામાં કરા સાથે ધોધમાર વરસાદ, કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો, PM મોદી એકતાનગરના પ્રવાસે
Live Now

Gujarat News Live: દ્વારકામાં કરા સાથે ધોધમાર વરસાદ, કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો, PM મોદી એકતાનગરના પ્રવાસે

Gujarat Breaking News Live: 31 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્ત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...

Written ByDilip Chaudhary
Published: Oct 31, 2026, 04:06 PM IST|Updated: Oct 31, 2026, 05:19 PM IST
joinshare
Gujarat News Live: દ્વારકામાં કરા સાથે ધોધમાર વરસાદ, કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો, PM મોદી એકતાનગરના પ્રવાસે
31 Oct 2026 17:18 IST (IST)
share

Gujarat News Live: PM મોદી એકતાનગરના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતાનગરના પ્રવાસે છે. થોડીવારમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. પ્રધાનમંત્રી મોદી આ એકતા પરેડમાં હાજરી આપશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરક્ષા દળોની પરેડ યોજાશે. સુરક્ષા જવાનો સરદાર પટેલ પ્રતિમાને ગાર્ડ ઓફ ઓનર આપશે.

31 Oct 2026 17:05 IST (IST)

Gujarat News Live: દ્વારકામાં કરા સાથે વરસાદ

દ્વારકાના ભાણલડના ચોખંડા ગામમાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામે પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે ખેતરોમાં રહેલા પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. 

31 Oct 2026 16:15 IST (IST)

Gujarat News Live: સુરતમાં બનાવાયો દેશનો સૌથી મોટો રેલવે હોલ્ડિંગ એરિયા

દેશનો સૌથી મોટો રેલવે હોલ્ડિંગ એરિયા ઉધના રેલવે સ્ટેશન પર બનાવવામાં આવ્યો છે. 10,000 સ્ક્વેર મીટરમાં આ હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યો છે. એક જ સમયે 15,000 જેટલા યાત્રીઓ ઊભા રહી શકે તે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. 51 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. હોલ્ડિંગ એરિયામાં કંટ્રોલરૂમ પણ ઊભો કરવામાં આવ્યો છે. 10 જેટલી ટિકિટ વિન્ડો ઓપન કરવામાં આવી છે. એરપોર્ટ પર જેવી સુવિધા હોય એવી સુવિધા મુસાફરોને મળી રહેશે. સ્વચ્છ ટોયલેટ બાથરૂમ સહિતની સુવિધાઓ મુસાફરોને મળી રહેશે. 
 

31 Oct 2026 16:08 IST (IST)

Gujarat News Live: કચ્છના લખપત નજીક ભૂકંપનો આંચકો

કચ્છના લખપત નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. લખપતથી 53 કિલોમીટર ઉત્તર ઉત્તર-પૂર્વ દિશામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. 31 ઓક્ટોબરના બપોરે 3 વાગ્યાને 31 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Viએ લોન્ચ કર્યા નવા રિચાર્જ પ્લાન, 179 રૂપિયાથી કિંમત શરૂ, આખા વર્ષની મળશે વેલિડિટી

Viએ લોન્ચ કર્યા નવા રિચાર્જ પ્લાન, 179 રૂપિયાથી કિંમત શરૂ, આખા વર્ષની મળશે વેલિડિટી

2

ધનતેરસ પર બંધ રહેશે બેંકો? ચેક કરો નવેમ્બરના પહેલા અઠવાડિયાની RBIની હોલીડે લિસ્ટ

3

અર્નબ પછી હવે 'મુરસુ'નો પ્રલય! 48 કલાકમાં ત્રાટકશે વધુ એક ખતરનાક વાવાઝોડું, દરિયાઈ તોફાન મચાવશે તબાહી!

4

Sanjay Gupta: બાથરુમમાં કેવી રીતે પડ્યા સંજય ગુપ્તા, કેવી રીતે થયું મોત ? જાણો ઘટનાની હકીકત

5

ચીનને મળ્યો દુર્લભ ધાતુઓનો મસમોટો ખજાનો, સોના ઉપરાંત ફાઈટર જેટ્સમાં વપરાતું રેનિયમ, નિકલ પણ મળ્યું

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...