SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

આણંદના આંકલાવમાં પોલીસ મથકની અંદર જ લાંચ લેતા ઝડપાયા PI વનાર, ACની કરી હતી માંગણી, ના પાડતા 40,000 માંગ્યા

Anand News: આણંદના આંકલાવમાં લાંચિયા PI ACBના સકંજામાં આવી ગયા છે. પોલીસ સ્ટેશનની અંદર જ પીઆઈ રાજદીપસિંહ વનાર લાંચ લેતા ઝડપાયા. ACBથી ભાગવા માટે ઝપાઝપી કરી પરંતુ ફાવ્યા નહીં અને હાલ અમદાવાદ ગ્રામ્ય ACBના કબજામાં છે.

Edited By Viral Raval
Published: Oct 23, 2026, 11:53 AM IST | Updated: Oct 23, 2026, 01:00 PM IST
Join

બુરહાન પઠાણ, આણંદ: આણંદની એસીબીએ ગુરુવારે સાંજે આંકલાવ પોલીસ મથકમાં લાંચ માટે એક છટકું ગોઠવી 40 હજાર રૂપિયાની લાંચ લેતા પીઆઈ રાજદીપસિંહ બી. વનારને રંગેહાથે ઝડપી પાડતાં પોલીસ બેડામાં હડકંપ જવા પામ્યો છે. એક કેમિકલ ફેક્ટરી પ્રદૂષણ છોડતી હતી અને નજીકમાં જ બાળકોની આંગણવાડી હતી જેના કારણે ચિંતા વધી હતી ત્યારે લોકોએ આ કેમિકલ ફેક્ટરી અંગે પીઆઈ રાજદીપસિંહ વનારને ફરિયાદ કરતા ઉલ્ટું તેમણે તે કંપનીના માલિક પાસે આ મામલાની પતાવટ માટે એસીની માંગણી હતી, એસી આપવાની ના પાડતા તેમણે 40000 રૂપિયા રોકડા માંગ્યા હતા. જો કે કંપનીના માલિકે એસીબી કચેરીમાં જાણ કરતા પોલીસ મથકમાં જ છટકું ગોઠવીને આ લાંચિયા પીઆઈને એસીબીએ પકડ્યા હતા.

આણંદના આંકલાવ તાલુકાના ખડોલ (હ) ગામના રાજનગરમાં આવેલી જે. જે. કેમિકલ ફેક્ટરીમાંથી નીકળતા કેમીકલયુક્ત ધુમાડા અને પ્રદૂષણના કારણે આસપાસના ખેતીના પાકોને નુકશાન થતું હતું અને ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. ચિંતાની વાત એ હતી કે આ ફેક્ટરીની નજીક આંગણવાડી હોવાને કારણે નાના બાળકોના સ્વાસ્થ્યને પણ ગંભીર સમસ્યા ઉભી થઈ રહી હતી.

પાછું વાવાઝોડું? બંગાળની ખાડીમાં ભારે હલચલ, લો પ્રેશર બનવાની સંભાવના, 11 રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
 

પીઆઈએ કરી એસીની માંગણી, નહીં તો કેશ આપવા કહ્યું

થોડા સમય પૂર્વે ફેક્ટરીમાં આવેલી ઓઈલ ટેન્ક લીકેજ થતા સમગ્ર વિસ્તારમાં અફડા તફડીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. જેને લઈને ગ્રામજનો ભેગા થયા હતા અને ફેક્ટરી સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. કેટલીક સંસ્થાઓએ પણ ગામની મુલાકાત લઈને આ ફેક્ટરી બંધ થાય તે માટેની રજૂઆતોનો દોર હાથ ધર્યો હતો. સમગ્ર મામલો પ્રદુષણ નિયંત્રણ બોર્ડી સાથે સંકળાયેલો હોવા છતાં પણ આંકલાવના પીઆઈ રાજદિપસિંહ ભગવતસિંહ વનાર દ્વારા ફેક્ટરીના સંચાલકને પોલીસ મથકે બોલાવીને ધમકાવી ફેક્ટરી પ્રદૂષણ ફેલાવે છે તેમ કહીને ફેક્ટરી બંધ કરાવી દેવાની ધમકી આપીને દોઢ ટન એસીની માંગણી કરી હતી. જો કે ફરિયાદીએ આપવાની ના પાડતા રૂ।. 40000 રોકડા લાંચ આપી દેવાની માંગણી કરી હતી

પોલીસ મથકમાં જ છટકું ગોઠવી પીઆઈને રંગે હાથ પકડ્યા

ફેક્ટરીના માલિકે આણંદ એસીબી કચેરીમાં લાંચની ફરિયાદ નોંધાવતા એસીબી પી.આઈ આર એન વિરાણીએ ગુરુવારે સાંજના સુમારે આંકલાવ પોલીસ મથકમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું જેમાં પીઆઇ રાજદીપસિંહ વનાર ₹40,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. એસીબીની ટીમને જોતા જ રાજદીપસિંહ વનારે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને એસીબીની ટીમ સાથે ઝપાઝપી કરી હતી પરંતુ એસીબીની ટીમે પી.આઈ નો ભાગવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

મોંઘવારીનો મોટો ઝટકો! અદાણી ગેસે સામી દીવાળીએ એક ઝટકે CNGના ભાવમાં તોતિંગ વધારો ઝીંક્યો, જાણો CNGનો લેટેસ્ટ ભાવ

એસીબી પોલીસે લાંચ લેતા ઝડપાયેલા પીઆઇ રાજદિપસિંહ વનારની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ અમદાવાદ ગ્રામ્ય એસીબી પોલીસને સોંપવામાં આવતા એસીબી ની ટીમ આણંદ ખાતે દોડી આવી હતી અને ત્યારબાદ ટીમે આંકલાવ ખાતે રાજદીપસિંહ વનારના નિવાસ્થાન ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રિના 11 વાગ્યા બાદ એસીબી પોલીસે પીઆઇ રાજદિપસિંહના નિવાસ્થાને ઓપરેશન હાથ ધરતા ચકચાર મચી જવા પામી હતી.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES