ઉડતા તીર ફિલ્મમાં જાસૂસી દેશભક્તિ અને કોમેડીનો જબરદસ્ત તડકો છે. દર્શકોનું કહેવું છે કે ફિલ્મમાં ફુલ ઓન મનોરંજન મળે છે. આયુષ્માન ખુરાના ની ફિલ્મ ફેમીલી એન્ટરટેનર છે. બોલીવુડમાં અત્યાર સુધીમાં એક્શન અને થ્રિલર સ્પાઈ ફિલ્મો રિલીઝ થઈ છે. પરંતુ કૉમેડી સ્પાઈસ ફિલ્મ આ પહેલી હશે. સૌથી મોટી વાત છે કે આ ફિલ્મ લોકોને હસાવવામાં સફળ રહી છે.
ઉડતા તીર ફિલ્મ વિક્રાંત નામના પાત્રની આસપાસ ફરે છે. વિક્રાંત પોતાની જાતને ભારતની ગુપ્તચર એજન્સીનો અધિકારી માને છે પરંતુ ટ્વિસ્ટ એ વાતનો હોય છે કે તે ખરેખર પાકિસ્તાનની એજન્ટ બિલાલ હોય છે. એક દુર્ઘટનામાં બિલાલ તેની યાદશક્તિ ગુમાવે છે અને પછી તે પોતાની જાતને ભારતીય એજન્સીનો અધિકારી માનવા લાગે છે. યાદશક્તિ ગુમાવ્યા પછી બિલાલ પોતે જ પાકિસ્તાનના અન્ય લોકોની પાછળ પડી જાય છે. ફિલ્મમાં કોમેડી દેશભક્તિ અને સસ્પેન્સ બધું જોવા મળે છે.
જોકે ફિલ્મ જોનારા દર્શકોનું કહેવું છે કે ફિલ્મની સ્ટોરી ગ્રીપ પકડે તે સમયે દર્શકોએ ધીરજ રાખવાની જરૂર પડશે. શરૂઆતની 30 થી 40 મિનિટ દરમિયાન સ્ટોરી સ્લો લાગી શકે છે પરંતુ ત્યાર પછી એક પછી એક ટ્વીસ્ટ આવે છે અને ફિલ્મ મજેદાર બની જાય છે. તેવી જ રીતે દર્શકોનું કહેવું છે કે ઇન્ટરવલ પછીની શરૂઆત પણ થોડી સ્લો લાગે છે પરંતુ થોડા સમયમાં ફરીથી ફિલ્મ ગ્રીપ પકડે છે. ફિલ્મમાં કોમેડી, સસ્પેન્સ અને એક્શન ભરપૂર પ્રમાણમાં જોવા મળશે.
ફિલ્મ જોનારા દર્શકોને આયુષ્માન ખુરાના, સારા અલી ખાન સહિતના કલાકારોની એક્ટિંગ પસંદ પડી રહી છે. જોકે ફિલ્મમાં ગીત અને મ્યુઝિક છાપ છોડે તેવા નથી તેવી ફરિયાદ પણ દર્શકોની છે. આ ફિલ્મમાં દિવંગત એક્ટર મુકુલ દેવની ઝલક પણ જોવા મળે છે. મુકુલ દેવની આ ફિલ્મ છેલ્લી ફિલ્મ છે. અ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ મુકુલ દેવનું નિધન થયું.
આ રિવ્યુ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ઉડતા તીર ફિલ્મ સિનેમા ઘરમાં જોવા જેવી છે. ખાસ કરીને આયુષ્માન ખુરાનાના ફેન અને કોમેડી ફિલ્મો જોવાનું પસંદ કરતાં લોકોને ઉડતા તીર ફિલ્મ પસંદ આવશે. એટલે આ વિકેન્ડમાં જો તમે પરિવાર સાથે ટિકિટ ખર્ચીને આ ફિલ્મ જોવા જશો તો અફસોસ કરવો નહીં પડે.