SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ફ્રી-ફાયર ગેમ બની અપહરણનું સાધન: જામનગરની સગીરાને આસામથી હેમખેમ શોધી કાઢી આરોપી ઝડપાયો

Jamnagar News: જામનગર એ-ડિવિઝન પોલીસની ટીમે 'ફ્રી ફાયર' ઓનલાઇન ગેમના માધ્યમથી સગીરાનું અપહરણ કરનાર 24 વર્ષીય આરોપી પ્રદ્યુત કાર્તીક ચૌધરીને આસામના બોંગાઈગાંવથી ઝડપી પાડ્યો છે અને સગીરાને હેમખેમ મુક્ત કરાવી છે

Written By Kinjal Patel
Published: Oct 29, 2026, 01:33 PM IST | Updated: Oct 29, 2026, 02:28 PM IST
Join

મુસ્તાક દલ/જામનગર: મોબાઇલમાં ફ્રી-ફાયર વિડીયો ગેમ્સના માઘ્યમથી અજાણ્યા શખ્સે સંપર્ક કેળવી ત્યાર બાદ લલચાવી, ફોસલાવી જામનગરના એસટી ડેપોમાંથી સગીરાનું અપહરણ કરી ગયાની ફરીયાદના આધારે સીટી-એ પોલીસે આસામના જોગીધોપા સુધી તપાસ લંબાવીને આરોપીને ઝડપી લીધો છે. સગીરાને શોધી કાઢી સુરક્ષીત રીતે માતા-પિતાને સોપવામાં આવી છે. બીજી બાજુ પકડાયેલ આરોપી સામે જુદી જુદી કલમો મુજબ ગુનો દાખલ કરીને તપાસ લંબાવવામાં આવી છે.

સપનાનું ઘર ખરીદવાની લાલચમાં યુવક બન્યો લૂંટારૂ: 34 લાખની લૂંટનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો, હાથમાં ના આવ્યો એક પણ રૂપિયો!

સીટી-એ પોલીસે જોગીધોપામાંથી આરોપી શોધી કાઢયો

આ ઘટનાની વિગતો મુજબ ગત તા. ૮-૧૦-૨૬ સાંજના પોણા પાંચ વાગ્યાના સુમારે જામનગરના એસટી બસ સ્ટેન્ડ ખાતેથી ફરીયાદીની સગીર વયની પુત્રીનું કોઇ અજાણ્યા ઇસમે લલચાવી ફોસલાવીને વાલીપણામાંથી અપહરણ કરીને લઇ ગયેલ હોય એ મતલબની ફરીયાદ સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી. રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તથા ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા દ્વારા ગુનાની તપાસ અંગે સુચના અને માર્ગદર્શન આપતા સીટી-એ ડીવીઝન પીઆઇ વી.એમ. ડોડીયાની રાહબરી હેઠળ અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી ફુટેજની ચકાસણી કરી તપાસ લંબાવી હતી

સગીર વયની બાળા મોબાઇલ ફોનમાં ફ્રી-ફાયર વિડીયો ગેમ રમતી હતી.....

તપાસ દરમ્યાન હયુમન સોર્સ અને ટેકનીકલ એનાલીસીસ કરતા જાણવા મળેલ કે સગીર વયની બાળા મોબાઇલ ફોનમાં ફ્રી-ફાયર વિડીયો ગેમ રમતી હોય અને તેમાં અજાણ્યા ઇસમે તેની આઇડી બનાવી પહેલા સગીર બાળા સાથે ગેમ રમી બાદમાં તે ગેમથી તેણી સાથે મેસેજથી વાતચીત કરી, સગીરાનો મોબાઇલ નંબર મેળવી તેની સાથે ફોનથી સંપર્ક સાઘ્યો હતો. દરમ્યાન બાળાને અલગ અલગ રીતે લલચાવી ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કરી ગયો હતો

ગુજરાતીઓની ચિંતા વધી! નવેમ્બરમાં બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાશે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

સગીરાની તપાસ કરવા મોકલવામાં આવી

હાલ બાળા આસામ રાજયના બોન્ગાઇગાવ જીલ્લાના જોગીધોપા ગામે હોવાનું જાણવા મળ્યુ હતું, આથી પીઆઇના માર્ગદર્શન હેઠળ તુરંત પીએસઆઇ વી.આર. જોરીયા, એએસઆઇ રવિરાજસિંહ જાડેજા, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા અને ભગીરથસિંહ જાડેજાની ટીમ બનાવી તેઓને આસામ રાજય ખાતે સગીરાની તપાસ કરવા મોકલવામાં આવી હતી.

આરોપીના કબ્જામાંથી બાળાને મુકત કરાવી માતા-પિતાને સુરક્ષિત રીતે સોપાઈ

જામનગરની ટીમ આસામ રાજયમાં બતાવેલ લોકેશન મુજબ પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી. ત્યાં બાળાને આરોપી પ્રદ્યુત કાર્તિક ચૌધરી આસામીયા (ઉ.વ.24) રહે. જોગીધોપા, આસામ રાજય સાથે શોધી કાઢવામાં આવી હતી. અને આરોપીના કબ્જામાંથી બાળાને મુકત કરાવી તેણીના માતા-પિતાને સુરક્ષીત રીતે સોપવામાં આવેલ જયારે આરોપી પ્રદ્યુતને અટકમાં લઇ તેની વિરુઘ્ધમાં ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની અને પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફોર્મ સેકસયુએલ ઓફેન્સ એકટ ૨૦૧૨ની અલગ અલગ કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 

ગુજરાતીઓની ચિંતા વધી! નવેમ્બરમાં બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાશે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

સમાચારનો સાર:-

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES