મોટા ઘટસ્ફોટ: વડોદરા એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલ, AK-47 સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન!
Gujarat ATS Raid In Vadodara: ગુજરાત આવેલા આતંકીને ગુજરાત ATSએ પંચમહાલના હાલોલ પાસેથી ઝડપી પાડ્યો છે. વડોદરાના એરફોર્સ સ્ટેશન પર હુમલાના ઈરાદા સાથે આસામનો રહેવાસી મોહમ્મદ શેહરુલ ઈસ્લામ જૈશ એ મોહમ્મદ સાથે સંકાળાયેલો હોવાનો ખુલાસો થયો છે. આતંકીની પૂછપરછમાં તેનો ઈરાદો વડોદરાના એરફોર્સ સ્ટેશન પર હુમલો કરવાનો હતો. છેલ્લા એક વર્ષથી પાકિસ્તાની હેન્ડલના સંપર્કમાં હતો. ઝડપાયેલો આતંકી પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદના હેન્ડલરના સંપર્ક હોવાની વિગતો પણ સામે આવી છે.
Gujarat ATS Raid In Vadodara: ગુજરાત ATSને વડોદરામાં મોટી સફળતા મળી છે. વડોદરાના એરફોર્સ સ્ટેશન પર મોટા હુમલાના કાવતરા સાથે ગુજરાતમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી મોહમ્મદ શેહરુલ ઈસ્લામને AK-47 રાઈફલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી હુમલો કર્યા બાદ પાકિસ્તાન ભાગી જવાની ફિરાકમાં હતો, તેવો ખુલાસો થયો છે. ગુજરાત ATSના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને મળેલી ચોક્કસ બાતમીના આધારે વડોદરામાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આરોપી વિરુદ્ધ UAPA હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે.
ધારાસભ્યોનું રિપોર્ટકાર્ડ: 'સેવાદૂત અભિયાન'ને નામે નેતાઓ 182 વિધાનસભા ખૂંદશે, આ જ રિપોર્ટ ફાઈનલ કરશે કે તમે રીપિટ થશો કે કપાશો?
આતંકીએ વડોદરા એરફોર્સ સ્ટેશનના ગેટ પર રેકી બનાવ્યો હતો હુમલાનો જબરદસ્ત પ્લાન
ગુજરાત ATSની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આતંકીનો મુખ્ય નિશાન વડોદરા એરફોર્સ સ્ટેશન હતો અને તે આગામી એક-બે દિવસમાં ઓટોમેટિક વેપનથી ફાયરિંગ કરવાની ફિરાકમાં હતો. આ હુમલા માટે એક ટીમ પણ તૈયાર કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે ઝડપાયેલા આરોપીએ વડોદરા એરફોર્સ સ્ટેશનના ગેટ પાસે જઈને રેકી કરી હતી, તેમજ તેના ફોટો અને વીડિયો પણ ઉતાર્યા હતા, જે તેના મોબાઈલમાંથી મળી આવ્યા છે.
દાહોદથી 'ડેડ ડ્રોપ' દ્વારા મળ્યું હથિયાર, આતંકી વીડિયો જોઈ શીખ્યો હતો ફાયરિંગ
ગુજરાત ATSએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટા ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આરોપીએ દાહોદ નજીકથી 'ડેડ ડ્રોપ' પદ્ધતિથી AK-47 રાઈફલ મેળવી હતી. તેની પાસેથી બે ખાલી મેગેઝિન, 23 જીવતા કારતૂસ, ઓટોમેટિક હથિયાર અને ઝંડો કબજે કરવામાં આવ્યા છે. મહત્વની વાવ એ છે કે આતંકીએ બંદૂક ચલાવવાની કોઈ પ્રેક્ટિકલ તાલીમ લીધી નહોતી, પરંતુ સોશિયલ મીડિયા પર મોકલવામાં આવેલા ફાયરિંગના વીડિયો જોઈને તેણે હથિયાર ચલાવવાનું શીખ્યું હતું.
'સારે બિલ કે દરવાજે બંધ કર દૂંગા', વરુણ પટેલની સૂચક પોસ્ટ બાદ ZEE 24 કલાક પર મોટો ધડાકો; કહ્યું- 'હું અને દિનેશ બાંભણિયા એક ટીમમાં, હાર્દિક અમારી સાથે નથી'
આતંકી એક વર્ષથી પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતો, હેન્ડલરે 50 હજાર ખાતામાં મોકલ્યા હતા..
ગુજરાત એટીએસે આપેલી માહિતીના આઘધારે મૂળ આસામના કરીમગંજ જિલ્લાનો રહેવાસી મોહમ્મદ શેહરુલ ઈસ્લામ કટ્ટર વિચારધારા ધરાવે છે અને તેણે મદ્રાસમાં અભ્યાસ કર્યો છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી તે મુફ્તી અબ્દુલ નામના પાકિસ્તાન સ્થિત હેન્ડલરના સંપર્કમાં હતો. બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દ્વારા વાતચીત કરતા હતા. એટલું જ નહીં, જાણવા એનું પણ મળી રહ્યું છે કે આતંકીને નવો મોબાઈલ ખરીદવા અને અન્ય ખર્ચાઓ માટે હેન્ડલરે તેના ખાતામાં ઓનલાઈન 50,000 રૂપિયા મોકલ્યા હતા. આરોપીના મોબાઈલમાંથી હથિયાર ચલાવવા સંબંધિત પુરાવા અને જૈશ-એ-મોહમ્મદનું સાહિત્ય પણ મળી આવ્યું છે.
વડોદરાની હોટલ મિલનમાંથી ફરાર થયા બાદ હાલોલ પાસેથી દબોચાયો આતંકી
ગુજરાત એટીએસે બાતમીના આધારે ઝડપાયેલા આરોપી વિશે જાણવા મળ્યું છે કે આરોપી આસામથી ભોપાલ અને ત્યાંથી બસ-ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યો હતો. વડોદરામાં તે રેલવે સ્ટેશન નજીક આવેલી 'હોટલ મિલન' માં અસલ ઓળખપત્રો સાથે રોકાયો હતો. જોકે, ATSની ટીમ હોટલ પર પહોંચે તે પહેલાં જ તે ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ તેનો કાયમી નંબર બંધ થઈ જતાં ATSએ અન્ય નંબરના આધારે તેને ટ્રેસ કર્યો હતો. દાહોદથી વડોદરા પરત ફરી રહ્યો હતો ત્યારે પંચમહાલના હાલોલ પાસેથી તેને ઝડપી પાડ્યો હતો.
અમદાવાદ બન્યું NRI રોકાણકારોની પહેલી પસંદ! 2030 કોમનવેલ્થ ગેમ્સ, ઓલિમ્પિક અને રિયલ એસ્ટેટના ડબલ ક્રેઝ વચ્ચે પ્રોપર્ટી માર્કેટમાં કરોડોનું રોકાણ
ગુજરાત ATS પહોંચી આસામ, સ્થાનિક સપોર્ટ અંગે કરશે પૂછપરછ
હાલ ATS દ્વારા આરોપીને આર્થિક મદદ ક્યાંથી અને કેવી રીતે મળી તેમજ તેને કોઈ સ્થાનિક સપોર્ટ મળ્યો છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત, આરોપીના ઘરની તપાસ કરવા માટે ગુજરાત ATSની એક ટીમ આસામ પણ પહોંચી છે.