• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /હવે તમારી ગાડી કે ટૂ-વ્હીલર પર 'સરનેમ' કે 'જાતિ' લખવી ભારે પડશે! ગુજરાત સરકારે જાહેર કર્યા નવા નિયમ

હવે તમારી ગાડી કે ટૂ-વ્હીલર પર 'સરનેમ' કે 'જાતિ' લખવી ભારે પડશે! ગુજરાત સરકારે જાહેર કર્યા નવા નિયમ

Gandhinagar News: ગુજરાતમાં હવે કોઈ પણ પ્રકારના ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો લખવા પર પ્રતિબંધ, ગુજરાત મોટર વાહન નિયમોમાં નવી જોગવાઈ ઉમેરાઈ, જાતિ દર્શાવતા શબ્દો, સંકેતો, ચિહ્નો અને લખાણના પ્રદર્શન પર નિયંત્રણ. રાજ્ય સરકારે ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર કર્યા.

Written ByKinjal Patel
Published: Nov 20, 2026, 10:19 IST|Updated: Nov 20, 2026, 10:34 IST
joinshare
હવે તમારી ગાડી કે ટૂ-વ્હીલર પર 'સરનેમ' કે 'જાતિ' લખવી ભારે પડશે! ગુજરાત સરકારે જાહેર કર્યા નવા નિયમ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

2

Video: સ્ટેજ પર એક વિદેશી મહિલા ફેને દિલજીત દોસાંઝને ગળે લગાવીને કરી કિસ, સિંગરે કહ્યું: "હું સુંદર છું..."

3

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

4

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

5

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gandhinagar News: ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો લખીને કે ચિહ્નો પ્રદર્શિત કરીને જાતિગત ઓળખનું પ્રદર્શન કરવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે મહત્વનું પગલું ભર્યું છે. હવે ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર કે બસ અથવા ટ્રક સહિત તમામ પ્રકારના ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, જાતિ દર્શાવતા સંકેતો, આકૃતિઓ કે લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. આ માટે ગુજરાત સરકારે ગુજરાત મોટર વાહન નિયમો, 1989માં સુધારો કરીને આ અંગે સ્પષ્ટ જોગવાઈ કરી છે.

ગુજરાત પોલીસમાં ભરતીને લઈ સૌથી મોટા સમાચાર: 2900+ જગ્યાઓ માટે જાહેરાત, જાણો કઈ પોસ્ટ પર કેટલી ભરતી?

હવે જાતિ દર્શાવતા સંકેતોનો પણ સ્પષ્ટ સમાવેશ કરવામાં આવ્યો

રાજ્ય સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગે ગત 17 નવેમ્બર, 2026ના રોજ ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર કર્યા છે. આ સુધારા હેઠળ નિયમ 125ના પેટાનિયમ (1)માં ‘No advertising device, figure’ શબ્દોની જગ્યાએ ‘No advertising device, caste signage, figure’ શબ્દો ઉમેરવામાં આવ્યા છે. એટલે કે, વાહનો પર જાહેરાતનાં ઉપકરણો અને આકૃતિઓ અંગેની જોગવાઈમાં હવે જાતિ દર્શાવતા સંકેતોનો પણ સ્પષ્ટ સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા સામાન્ય અથવા વિશેષ હુકમથી મંજૂરી

આ ઉપરાંત નિયમ 138માં પેટાનિયમ (2) પછી નવો પેટાનિયમ (3) ઉમેરવામાં આવ્યો છે. આ નવી જોગવાઈ મુજબ, રાજ્ય સરકાર દ્વારા સામાન્ય અથવા વિશેષ હુકમથી મંજૂરી આપવામાં આવી હોય તેવા અપવાદ સિવાય કોઈપણ ખાનગી વાહન પર જાહેરાતનું ઉપકરણ, જાતિ દર્શાવતું ચિહ્ન, આકૃતિ કે કોઈપણ પ્રકારનું લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. આથી વાહનો પર જાતિસૂચક શબ્દો લખવાની અને જાતિ દર્શાવતા સંકેતો કે લખાણ મૂકવાની બાબતને નિયમન હેઠળ આવરી લેવામાં આવી છે.

રસ્તો બદલીને વાવાઝોડા 'અક્વાન'એ તાંડવ મચાવવાનું શરૂ કર્યું, આગામી 3 કલાક રહેશે ભારે! 10 રાજ્યોમાં જોવા મળશે અસર

રાજ્ય સરકાર સામાન્ય અથવા વિશેષ હુકમથી જરૂરી અપવાદોને મંજૂરી

આ નિર્ણયનું વિશેષ મહત્ત્વ એ છે કે ખાનગી વાહનો પર જાતિ આધારિત ઓળખ દર્શાવતા શબ્દો અને ચિહ્નોના પ્રદર્શન અંગે હવે મોટર વાહન નિયમોમાં સ્પષ્ટ જોગવાઈ ઉમેરાઈ છે. વાહનો પર શું પ્રદર્શિત કરી શકાય અને શું નહીં તે અંગે નિયમન વધુ સ્પષ્ટ બનશે. જોકે, રાજ્ય સરકાર સામાન્ય અથવા વિશેષ હુકમથી જરૂરી અપવાદોને મંજૂરી આપી શકશે.

સરકારને કોઈ વાંધો કે સૂચન પ્રાપ્ત ન થતાં હવે અંતિમ નિયમો જાહેર

ઉલ્લેખનીય છે કે આ સુધારાના મુસદ્દા નિયમો અગાઉ 11 જૂન, 2026ના રોજ ગુજરાત સરકારના અસાધારણ રાજપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને અસરગ્રસ્ત લોકો પાસેથી 30 દિવસમાં વાંધા કે સૂચનો મંગાવવામાં આવ્યાં હતાં. નિર્ધારિત સમયગાળામાં સરકારને કોઈ વાંધો કે સૂચન પ્રાપ્ત ન થતાં હવે અંતિમ નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

Gujarat News Live: ખાખી વર્દી પહેરવાનું સપનું જોતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ભરૂચના દેરોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત

આમ, ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો અને સંકેતોના પ્રદર્શનને નિયંત્રિત કરવા રાજ્ય સરકારે મોટર વાહન નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News