)
અમદાવાદના વેજલપુરમાં ત્રિપલ તલ્લાકનો કિસ્સો. પરિણીતાને સાસરિયા ત્રાસ આપતા હોવાનો આરોપ. પતિ પરિણીતા સાથે મારઝુડ પણ કરતો હોવાનો આરોપ. પતિ, સાસુ સસરા, જેઠ વિરુદ્ધ નોંધાવી ફરીયાદ. વેજલપુર પો.સ્ટેમાં નોંધાઇ ફરીયાદ.
અમદાવાદના રાણીપમાં અસામાજીક તત્વોનો આતંક. આ એરીયા અમારો છે. કહીને યુવકને છરીના ઘા માર્યા. વિશાલ ઉર્ફે અપ્પુ સહીત ત્રણ લોકો વિરુદ્ધ નોંધાઇ ફરીયાદ. રાણીપ પોલીસએ ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી.
ગુજરાતમાં ડ્રગ્સ સામે 1 ડિસેમ્બરથી રાજ્યવ્યાપી અભિયાન શરૂ થશે. ડ્રગ્સ અંગે માહિતી આપવા નાગરિકો માટે ખાસ ટોલ ફ્રી નંબર શરૂ કરાશે. નાગરિકો સીધી માહિતી આપી શકશે અને માહિતી આપનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. ટોલ ફ્રી નંબરની વ્યવસ્થા માટે એનસીબી સાથે સંકલન કરી સોફ્ટવેર તૈયાર કરાશે. કોલેજો હોસ્ટેલો અને યુનિવર્સિટીઓમાં કમિટી બનાવવાનો નિર્ણય. કમિટીમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને સ્થાનિક પોલીસનો સમાવેશ કરાશે. દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ પકડવા માટે ખાસ ટીમ બનાવાશે. ડ્રગ્સના પેડલર્સ અને નેટવર્ક સામે કાયદાકીય કાર્યવાહી તેજ કરાશે. ગુજરાતના તમામ જિલ્લા એસપી ડીસીપી અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી એક્શન પ્લાન તૈયાર. ગુજરાત પોલીસનું હવે મુખ્ય ફોકસ ડ્રગ્સના પેડલર્સને પકડવા અને યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવવા પર. 1 ડિસેમ્બરથી રાજ્યભરમાં સામાજિક અને કાયદાકીય અભિયાનને વધુ મજબૂત બનાવાશે.
દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈને ટ્રાફિક જાહેરનામું. 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દિલજીત દોસાંજનો લાઈવ કોન્સર્ટ યોજાશે. કોન્સર્ટને લઈ બપોરે 3 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિક પ્રતિબંધ લાગુ. જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ, કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો માર્ગ બંધ. કોન્સર્ટ દરમિયાન આ માર્ગ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પ્રતિબંધિત રહેશે. તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા, વિસત ટી, જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા તરફ વૈકલ્પિક માર્ગ. કૃપા રેસીડેન્સી ટીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા, ભાટ-કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ વાહનચાલકો જઈ શકશે. કોન્સર્ટ સાથે સંકળાયેલા વાહનો, સરકારી વાહનો, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને પ્રતિબંધમાંથી મુક્તિ. સ્થાનિક રહીશોને પણ અવરજવર માટે છૂટ આપવામાં આવશે. ટ્રાફિક જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉદ્યોગોમાં રોજગારી મુદ્દે PM મોદીના નિવેદન પર શ્રમ મંત્રીએ જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે ઉદ્યોગો પૂરતી નોકરીઓ આપતા નથી તેવા PM મોદીના નિવેદનને લઈને ચર્ચા તેજ. સમગ્ર મામલે ગુજરાતના શ્રમ મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું. ઉદ્યોગો નોકરી આપતા નથી તેવું કહેવું યોગ્ય નથીઃ કુંવરજી બાવળિયા. ઉદ્યોગોને સક્ષમ અને કુશળ યુવાનોની જરૂરિયાત હોવાનું મંત્રીનું નિવેદન. યુવાનોને સ્કિલ્ડ બનાવવા માટે મંત્રાલય દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરાઈ. સ્કિલ્ડ લેબરની સંખ્યા વધારવા સરકાર કટિબદ્ધ હોવાનો મંત્રીનો દાવો. યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવા નવી PM સ્કિલ યોજના બનાવવાની તૈયારી. ઉદ્યોગોની જરૂરિયાત મુજબ યુવાનોને કુશળ બનાવવાના પ્રયાસો ચાલુ. કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાના મુદ્દે કુંવરજી બાવળિયાએ નિવેદન આપવાનું ટાળ્યું.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં વીજળીના વપરાશને લઈને બેવડી સ્થિતિ સામે આવી છે. એક તરફ ખેડૂતો ખેતી માટે પૂરતી અને નિયમિત વીજળી મેળવવા વલખાં મારી રહ્યા છે, તો બીજી તરફ શેરપુરા, વકીલપુરા સહિત અનેક ગામોમાં પંચાયતની સ્ટ્રીટ લાઈટો દિવસ-રાત ચાલુ રહેતા વીજળીના વેડફાટના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોની વીજળી સમસ્યાને લઈને ધારાસભ્ય કેતન ઈનામદારે પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે.
ગુજરાતમાં હોમસ્ટે વ્યવસાય શરૂ કરવો બન્યો વધુ સરળ. હોમસ્ટેના નિયમોમાં રાજ્ય સરકારના મહત્વના સુધારા. હોમસ્ટેમાં મંજૂર રૂમની મર્યાદા 6 થી વધારીને 9 કરાઈ. હોમસ્ટે સંચાલન માટે માલિકનું સ્થળ પર રહેવું હવે ફરજિયાત નહીં. અધિકૃત મેનેજર રાખવાની પણ અપાઈ છૂટ. નોંધણી સમયે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટની અનિવાર્યતા દૂર. બે વર્ષની નોંધણી બાદ ઓનલાઈન સેલ્ફ રિન્યુઅલની સુવિધા. ગુજરાતમાં હોમસ્ટેની સંખ્યા 148 થી વધીને 304 પર પહોંચી. એક વર્ષમાં હોમસ્ટેની સંખ્યામાં 105.4 ટકાનો વધારો. સ્થાનિક નાગરિકો માટે સ્વરોજગારની નવી તકો ઉભી થશે.
કલોલમાં એક જ કલાકમાં ચેઇન સ્નેચિંગની બે ઘટનાઓ. સીસીટીવીમાં બંને વ્યક્તિઓ કેદ થયા. સઈજ સર્વિસ રોડ પર મોર્નિંગ વોક કરીને પરત ફરતી મહિલાની એક્ટિવા પર જઇ રહેલી વખતે રૂ. 93,500ની સોનાની ચેઇન તોડી બાઇકસવારો ફરાર. કલોલના ગુરુકુળ કોલેજ સામે આસ્થા પાર્લર નજીક કાળા રંગની સ્પ્લેન્ડર બાઇક પર આવેલા બે શખ્સોએ મહિલાને નિશાન બનાવી. પ્રથમ ઘટનાના એક કલાક બાદ વર્ધમાનનગરમાં બગીચા પાસે પાણીની ટાંકી નજીક જ્વેલર્સ મનિષ શાહના ગળામાંથી રૂ. 2 લાખની ચેઇન અને પેન્ડલની ચીલઝડપ. વખારિયા ચાર રસ્તાથી ઉમિયા હોસ્પિટલ થઈ વર્ધમાનનગર તરફ જઈ રહેલા જ્વેલર્સને કાળા રંગની સુઝુકી બર્ગમેન પર આવેલા શખ્સોએ નિશાન બનાવ્યા. બંને ઘટનાઓમાં કુલ રૂ. 2.93 લાખથી વધુના સોનાના દાગીનાની ચીલઝડપ કરી આરોપીઓ ફરાર. કલોલ તાલુકા અને કલોલ શહેર પોલીસમાં અલગ અલગ ફરિયાદ નોંધાઈ, સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ.
યાત્રાધામ શામળાજી મંદિરમાં આવતીકાલે ભવ્ય તુલસી વિવાહ યોજાશે. શામળાજી મંદિરમાં ભગવાન બાલકૃષ્ણ અને તુલસીજીના લગ્ન યોજાશે. કારતક સુદ અગિયારસના પવિત્ર દિવસે યોજાશે તુલસી વિવાહ. બપોરે 1:30 કલાકે ગૃહશાંતિ યજ્ઞ યોજાશે. સાંજે 4:30 કલાકે ઠાકોરજીનો ભવ્ય વરઘોડો નીકળશે સાંજે 6:30 કલાકે મંદિર પરિસરમાં લગ્નવિધિ થશે. કલાકાર હેમંત ચૌહાણના ભજન સંધ્યામાં મંદિર પરિસર ભક્તિમય બનશે. મોટી સંખ્યા માં ભક્તો આ તુલસી વિવાહોત્સવમાં જોડાશે.
સુરત સહિત ગુજરાતમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો. સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. ગઈકાલે ₹1.31 લાખ રહેલું સોનું આજે ઘટીને ₹1,27,952 પર પહોંચ્યું. સોનાના ભાવમાં એક જ દિવસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો. ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે ₹1.65 લાખ રહેલી ચાંદી આજે ₹1,55,880 પર પહોંચી. વૈશ્વિક બજારમાં બદલાતી પરિસ્થિતિની કિંમતી ધાતુઓ પર અસર. વ્યાજ દરમાં વધારા સહિતનાં કારણો ભાવ ઘટાડા પાછળ જવાબદાર હોવાનું મનાય છે. અમદાવાદ અને રાજકોટમાં ગોલ્ડ 999નો ભાવ ₹1,27,952 નોંધાયો. અમદાવાદમાં ચાંદી 999નો પ્રતિ કિલો ભાવ ₹1,55,880 થયો. જ્યારે ચાંદીની 30 કિલોની પેટીનો ભાવ ₹1,54,280 નોંધાયો. સોના-ચાંદીના ભાવમાં ઘટાડાથી ખરીદદારોને મળી શકે છે રાહત. બજારના જાણકારો મુજબ નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ ભાવમાં વધઘટની શક્યતા. આગામી દિવસોમાં સોના-ચાંદીના બજારમાં અનિશ્ચિતતા યથાવત રહેવાના સંકેત.
જામનગરના પાપા લુઇસ પીઝામાંથી જીવાત નીકળી છે, ગ્રાહકે વિડીયો વાયરલ કર્યો! ગ્રીન સિટી વિસ્તારના રેસ્ટોરન્ટનો બનાવ. ગ્રાહક પીઝા ખાતી વેળાએ જ જીવાત નીકળતા આક્રોશ વ્યક્ત કર્યો. ગ્રાહકે વિડીયો વાયરલ કરી રેસ્ટોરન્ટ સામે રોષ ઠાલવ્યો. જામનગરમાં અગાઉ પણ અનેક રેસ્ટોરન્ટમાં આ પ્રકારની ઘટના બની ચૂકી છે.
રાજકોટના નિવૃત્ત શાસનાધિકારી સાથે રૂ.1.24 કરોડની છેતરપિંડીનો મામલો. છેતરપિંડીના આક્ષેપો વચ્ચે ફરિયાદી નરશીભાઈ વાઢેરે વીડિયો કર્યા જાહેર. વીડિયોમાં પૈસાની લેતીદેતી થતી હોવાના દ્રશ્યો સામે આવ્યા. વીડિયોના આધારે સમગ્ર મામલે ફરી ચર્ચા જાગી. સ્વામિનારાયણ સંપ્રદાયના બે સ્વામી સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. 354 વીઘા જમીનમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર બનાવવાની વાત કરી વિશ્વાસમાં લીધાનો આક્ષેપ. રૂ.1.24 કરોડની છેતરપિંડીના આક્ષેપોને લઈ હવે વીડિયોએ મામલાને આપ્યો નવો વળાંક.
અમદાવાદ ફાયર બ્રિગેડ હવે ડ્રોનની મદદથી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કરશે. અમદાવાદ ફાયર બ્રિગેડ હવે આગ બુજાવતું ડ્રોન વસાવા જઈ રહ્યું છે. પ્રયાસના ભાગ રૂપે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા તે ડ્રોનની તાલીમ આપવામાં આવી રહી છે. તેમ જ ડેમો પણ કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસથી ગુજરાત અને ભારતમાં અમદાવાદ પ્રથમ ફાયર બ્રિગેડ બનશે કે જે ડ્રોનની મદદથી આગ બુજાવાના પ્રયાસ કરશે.
કચ્છના ધોરડોમાં વર્ષ 2005થી શરૂ થયેલો રણોત્સવ આજે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યો છે. શરૂઆતમાં માત્ર રણ સફારીથી શરૂ થયેલા રણોત્સવને સમય જતાં વિવિધ કોન્ફરન્સ, પ્રવાસન પ્રચાર અને ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનની જાહેરાતથી વૈશ્વિક ઓળખ મળી. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ થયેલો આ રણોત્સવ મોદીજી વડાપ્રધાન બન્યા બાદ કચ્છની પ્રવાસન ક્ષેત્રે મોટું ઓળખ મળી છે. ધોરડો ગામને UNWTO - વિશ્વ પ્રવાસન સંગઠન દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પણ મળ્યો છે. રણોત્સવની શરૂઆત ત્રણ દિવસથી થઈ હતી જે આજે 100 દિવસના લાંબા સમય સુધી ચાલે છે જેના કારણે ઊંટગાડીચાલકો, સ્થાનિક કારીગરો, હોટલ-હોમસ્ટે સંચાલકો સહિત અનેક લોકોને રોજગારી મળી રહી છે.
સુરત - ઇચ્છાપોર-મોરા રોડ પર અકસ્માતમાં વોલ્ટાસ કંપનીના 21 વર્ષીય કર્મચારી અમન કુમારનું કરુણ મોત! વોલ્ટાસ કંપનીના કામે સ્કૂટી પર ઇચ્છાપોર 3 નંબરથી મોરા તરફ જઈ રહ્યો હતો. અન્ય બાઈક ચાલક સાથે ટક્કર થતા છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી. સ્થાનિકોએ 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો, જ્યાં સારવાર દરમિયાન મોત. મૃતકના ભાઈ પવન કુમારે નિષ્પક્ષ તપાસ, યોગ્ય કાર્યવાહી અને પરિવારને વળતરની માંગ કરી,
રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયાના મામલે શરૂ થયેલો વિવાદ વધુ વકર્યો છે. આ વિવાદ અંગે રચાયેલી તપાસ કમિટીનો અહેવાલ હજુ સુધી જાહેર ન થતા, આજે મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક પૂર્વે કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને તપાસની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. બીજી તરફ, આ વિવાદ વચ્ચે જ મનપા કમિશનર રજા પર ઉતરી જતા શહેરના રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દાહોદ પ્રવાસના આજે ત્રીજા દિવસે તેમણે વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ રામનાથ સરોવરની પ્રત્યક્ષ મુલાકાત લઈ તેના બ્યૂટીફિકેશન અને સુવિધાઓ વધારવા અંગે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. ત્યારબાદ તેમણે પાટાડુંગરી ડેમની સ્થિતિની સમીક્ષા કરી હતી અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે ડેમ પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકામાં આવેલા જંગવડ ગામમાં ડબલ મર્ડરની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં પ્રકાશ ઘોડકિયા અને તેમના પત્ની વિલાસબેનની હત્યા કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે, જેમાં અશોક ઘોડકીયા નામના શખ્સ પર આ બેવડી હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાલ આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.
અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર શેત્રુંજી નદીના પુલ પાસે મંદિર નજીક ST બસ અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ગમખ્વાર અકસ્માતમાં ST બસના ડ્રાઈવર સહિત કુલ 4 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ઘટનાની જાણ થતા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો અનુસાર, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી જૂના મનદુઃખને લઈને એક યુવાનને જાહેરમાં ગાળો આપતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વાયરલ ક્લિપ અને સામે આવેલા આક્ષેપો મુજબ, ધારાસભ્યએ ઉશ્કેરાઈને યુવાનને અપશબ્દો કહેવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..