ચક્રવાતી તોફાન અક્વાનના પગલે ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદની સાથે સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠી શકે છે. આ ઉપરાંત બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મધ્ય ભારત અને પૂર્વોત્તરના અનેક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ભારતના પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપીમાં પણ ગાઢ ધૂમ્મસને લઈને એલર્ટ જાહેર કરાયું છે.
વાવાઝોડું અક્વાન આજે સવારે લગભગ સાડા સાતથી સાડા આઠની વચ્ચે આંધ્ર પ્રદેશ અને ઓડિશાની વચ્ચે ગોપાલપુર કાંઠે ત્રાટક્યું. આ દરમિયાન પવનની ઝડપ 70થી 90 કિમી પ્રતિ કલાક જોવા મળી. તોફાનનું લેન્ડફોલ હજુ ચાલુ છે. તોફાનની અસરના કરાણે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઓડિશામાં લગભગ 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે.
Landfall process of commanced and wil continue for next 3 hours. https://t.co/hyNtaJJaSX
— India Meteorological Department (@Indiametdept) November 20, 2026
પહેલા એવું અનુમાન હતું કે અક્વાન આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે પરંતુ ગુરુવારે વાવાઝોડાએ રસ્તો બદલી નાખ્યો અને તે હવે આંધ્ર પ્રદેશ અને ઓડિશા વચ્ચે ત્રાટકી રહ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ પહેલા તોફાન ગુરુવારે જ કાંઠે ત્રાટકશે એવી માહિતી આપી હતી પરંતુ હવે શુક્રવારે અથડાઈ રહ્યું છે. 10 રાજ્યોમાં ચક્રવાતની અસર જોવા મળશે. જેમાં આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી, તેલંગણા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, બિહાર, મધ્ય પ્રદેશ સામેલ છે.
The Severe Cyclonic Storm “Akvan” [Pronunciation: Akvan] over the westcentral Bay of Bengal moved north-northwestwards with the speed of 21 kmph during past 06 hours, weakened into a Cyclonic Storm and lay centered at 0230 hours IST of today, the 20th November, 2026 over the same region, near Latitude 17.7°N and Longitude 84.9°E, about 110 km southeast of Kalingapatnam (Andhra Pradesh), 170 km east of Visakhapatnam (Andhra Pradesh), 170 km south of Gopalpur (Odisha), 250 km south-southwest of Puri (Odisha) and 370 km east-northeast of Narsapur (Andhra Pradesh). It is likely to continue to move north-northwestward and cross North Andhra Pradesh and South Odisha coasts close to Gopalpur, by forenoon of 20th November, 2026 with the maximum sustained wind speed of 70-80 kmph gusting to 90 kmph. Latest Satellite imagery indicates the Land interaction commenced as the sheared cloud mass associated with the Cyclonic Storm “Akvan” entered into north Andhra Pradesh-south Odisha coasts. The system is under continuous surveillance of the Doppler Weather Radar at Visakhapatnam and Gopalpur.
— India Meteorological Department (@Indiametdept) November 19, 2026
ઓડિશામાં 3 લાખ લોકોને રેસ્ક્યૂ કરાયા
ચક્રવાતના જોખમના પગલે ઓડિશા સરકારે મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું છે. 19 નવેમ્બર સાંજ સુધીમાં 2,98,676 લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડી દેવાયા હતા. જેમને 2523 શેલ્ટર્સમાં રખાયા છે. રાજ્યમાં 9341 સાઈક્લોન શેલ્ટર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 423 ટીમોને બચાવ અને રાહત કાર્ય માટે તૈનાત કરાઈ છે.
69 ટ્રેનો રદ, અનેકના ટાઈમ બદલાયા
સાઈક્લોનના કરાણે ઈસ્ટ કોસ્ટ રેલવેએ 41 ટ્રેનો રદ કરી છે. જ્યારે 29 જેટલી ટ્રેનોના ટાઈમ બદલાયા છે. સાઉથ ઈસ્ટર્ન રેલવેએ પણ ઓછામાં ઓછી 28 ટ્રેનો રદ કરી છે. પુરી અને આસપાસના વિસ્તારોમાં પર્યટન ગતિવિધિ પર રોક લગાવવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આજે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, આંદમાન નિકોબાર, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, તમિલનાડું, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કેરળ, કર્ણાટક અને ઓડિશામાં ભારે વરસાદ અને આંધી તોફાનની આગાહી છે. આ ઉપરાંત યુપી, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, અને બિહારમાં ઠંડી હવાની સાથે ધુમ્મસ જોવા મળી શકે છે. ભારે વરસાદની પણ આશંકા છે.
તોફાન અક્વાન આજે રૌદ્ર સ્વરૂપ દેખાડી શકે છે. ઓડિશા અને આંધ્રમાં રેસ્ક્યૂ ટીમો તૈનાત કરાઈ છે. હવાની ઝડપ 110 કિમી પ્રતિ કલાકથી પણ વધુ પહોંચી શકે છે. ઓડિશામાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે. અહીં 6 જિલ્લામાં 21 નવેમ્બર સુધી શાળા, કોલેજો, આંગણવાડી બંધ રાખવાના નિર્દેશ છે. જ્યારે લોકોને સુરક્ષિત સ્થળો પર જવાની ચેતવણી અપાઈ છે. તોફાનની અસરથી ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રમાં ભારે વરસાદ ચાલુ છે. જ્યારે આંધ્રમાં પણ સુરક્ષાની રીતે નેવી અને અન્ય એજન્સીને રેસ્ક્યૂ વર્ક માટે એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે.
આ વખતે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું ઉદભવ્યું છે તેનું નામ ઈરાને રાખ્યું છે. ઈરાનની પૌરાણિક કથાઓમાં અક્વાન એ એક રાક્ષસનું નામ છે. તેનો ઉલ્લેખ ફારસના જાણીતા મહાકાવ્ય શાહનામામાં જોવા મળે છે. વાર્તા મુજબ અક્વાન એક શક્તિશાળી રાક્ષસ હતો જેનો મુકાબલો યોદ્ધા રુસ્તમ સાથે થયો હતો. બંગાળની ખાડી અને અરબ સાગરમાં આવતા વાવાઝોડાઓના નામ રાખવાની શરૂઆત 2000થી થઈ હતી. ભારત સહિત અનેક દેશોએ ભેગા થઈને એક યાદી તૈયાર કરી હતી. વર્ષ 2018માં આ સમૂહમાં ઈરાન, કતાર, સાઉદી અરબ, યુએઈ અને યમન પણ જોડાયા. આ દેશો વારાફરતી નામ રાખે છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે આ નામ કોઈ રાજનીતિ, ધર્મ, સંસ્કૃતિ કે વ્યક્તિ સાથે જોડાયેલા ન હોય.