• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /તમે ગુજરાતના આ જિલ્લાઓમાં રહો છો? તો બનશો આ રોગનો ભોગ! ગુજરાતમાં જળસંકટનો મહાવિસ્ફોટ

તમે ગુજરાતના આ જિલ્લાઓમાં રહો છો? તો બનશો આ રોગનો ભોગ! ગુજરાતમાં જળસંકટનો મહાવિસ્ફોટ

Water crisis in Gujarat: ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભૂગર્ભ જળના તળ સતત ઊંડા જઈ રહ્યા છે. રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે, પાણીની ગુણવત્તા પણ જોખમી સ્તરે પહોંચી છે. સ્થિતિ એવી પરિણમી છે કે, ભૂગર્ભજળના સ્તર છેક 88 મીટરે પહોંચ્યાં છે. ભૂગર્ભ જળના બેરોકટોક વપરાશને કારણે કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, મહેસાણા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં સ્થિતિ વિક્ટ બની છે.

Written ByKinjal Patel
Published: Nov 20, 2026, 11:04 IST|Updated: Nov 20, 2026, 14:33 IST
joinshare
તમે ગુજરાતના આ જિલ્લાઓમાં રહો છો? તો બનશો આ રોગનો ભોગ! ગુજરાતમાં જળસંકટનો મહાવિસ્ફોટ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

2

Video: સ્ટેજ પર એક વિદેશી મહિલા ફેને દિલજીત દોસાંઝને ગળે લગાવીને કરી કિસ, સિંગરે કહ્યું: "હું સુંદર છું..."

3

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

4

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

5

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Water crisis in Gujarat: ગુજરાતમાં દિવસને દિવસે પાણીનો સંકટ વધી રહ્યું છે, ત્યારે ભૂગર્ભજળની ઘટતી સપાટી માત્ર પર્યાવરણનો મુદ્દો નથી, પરંતુ તે રાજ્યના ખેડૂતોની આજીવિકા, નાગરિકોના આરોગ્ય અને ભવિષ્યના વિકાસ સાથે સીધું જોડાયેલું સંકટ છે. 3,575 કરોડ રૂપિયાથી વધુના ખર્ચ અને વિવિધ યોજનાઓ ગુજરાતમાં હોવા છતાં ભૂગર્ભજળનો બિનજરૂરી ઉપયોગ અને બગડતી ગુણવત્તાએ નવી ચિંતાઓ ઊભી કરી છે.

હવે તમારી ગાડી કે ટૂ-વ્હીલર પર 'સરનેમ' કે 'જાતિ' લખવી ભારે પડશે! ગુજરાત સરકારે જાહેર કર્યા નવા નિયમ

ગુજરાતમાં વાર્ષિક સરેરાશ 27.58 બિલિયન ક્યુબિક મીટર પાણી થાય છે રિચાર્જ 

ગુજરાતમાં ભૂગર્ભજળના વપરાશમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો સૌથી મોટો છે, જે કુલ જથ્થાના 54 ટકાથી પણ વધુ છે. સત્તાવાર વિગતો અનુસાર, ગુજરાતમાં વાર્ષિક સરેરાશ 27.58 બિલિયન ક્યુબિક મીટર (BCM) પાણી રિચાર્જ થાય છે, જેની સામે 25.58 બીસીએમ પાણી ઉપલબ્ધ રહે છે. આપણે કચ્છની વાત કરીએ તો અંજારમાં 88 મીટર, માણસામાં 90 મીટર, ઊંઝામાં 59 મીટર અને ગાંધીનગરમાં 54 મીટર સુધી જળસ્તર નીચે ગયા છે.

ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાણીની સ્થિતિ એક પડકાર

બનાસકાંઠાના દિયોદર જેવા વિસ્તારોમાં પણ પાણીની સ્થિતિ પડકારજનક છે. પાણીના તળ ઊંડા જવાથી બોરવેલ વધુ ઊંડા કરવા પડે છે, જેનાથી વીજળી અને સાધનોનો વધુ ખર્ચ વધે છે અને લાંબા ગાળે ખેતીની ઉત્પાદકતા અને ખર્ચ પર અસર પડે છે. જ્યારે પાણીના તળ અત્યંત ઊંડાણમાંથી ખેંચવામાં આવે છે, ત્યારે તેની ગુણવત્તા પર સીધી અસર પડે છે.

ગુજરાત પોલીસમાં ભરતીને લઈ સૌથી મોટા સમાચાર: 2900+ જગ્યાઓ માટે જાહેરાત, જાણો કઈ પોસ્ટ પર કેટલી ભરતી?

ઉત્તર ગુજરાતમાં સાંધાના દુખાવાની ફરિયાદો વધી ગઈ

દિવસેને દિવસે ઊંડા બોરવેલમાંથી પાણી ખેંચવાના કારણે પાણીમાં નાઈટ્રેટ અને ફ્લોરાઈડ જેવા તત્વોનું પ્રમાણ વધવાની સમસ્યા સામે આવી રહી છે. આવા પાણીના સતત ઉપયોગ કરવાથી ચામડી અને પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સાંધાના દુખાવાની ફરિયાદો વધતી હોવાનું નોંધાયું છે. માત્ર પાણીનો જથ્થો જ નહીં, પરંતુ પીવાલાયક શુદ્ધ પાણીની જરૂરિયાત ઉભી કરવી પણ એ પણ આપણી પ્રાથમિકતા બની ગઈ છે.

રાજ્યમાં ખેડૂતો માટે સુજલામ-સુફલામ અને અટલ ભૂજળ જેવી યોજનાઓ અમલમાં...

ગુજરાત સરકાર દ્વારા ભૂગર્ભજળ સુધારવા માટે અનેક પ્રયત્નો કરનામાં આવી રહ્યા છે. હાલ રાજ્યમાં ખેડૂતો માટે સુજલામ-સુફલામ અને અટલ ભૂજળ જેવી યોજનાઓ અમલમાં છે. સરકારી તંત્ર મુજબ, નર્મદાના પાણીના પ્રવાહ, તળાવો ઊંડા કરવાની કામગીરી અને ટપક સિંચાઈ પદ્ધતિના કારણે ચોમાસા બાદ કેટલાક વિસ્તારોમાં જળસ્તરમાં સુધારો જોવા મળ્યો છે. પરંતુ મોટા ખર્ચ છતાં અપેક્ષિત પરિણામ ન મળતા યોજનાઓના અસરકારક અમલીકરણ અને જમીની સ્તરની દેખરેખ અંગે ચર્ચાઓ થઈ રહી છે.

Gujarat News Live: ખાખી વર્દી પહેરવાનું સપનું જોતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ભરૂચના દેરોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત

નિષ્ણાતો માને છે કે જો જળસંચયની સાથે પાણીના વપરાશમાં ધ્યાન નહીં રાખીએ તો ભવિષ્યમાં કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, મહેસાણા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં જળસંકટ વધુ તીવ્ર બની શકે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News