SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગુજરાતના આ 7 ગામડામાં પ્રદૂષણનો તાંડવ: પાણી ઝેરી, વૃક્ષો સુકાયા અને માછીમારોની રોજીરોટી છીનવાઈ!

Valsad News: વલસાડ શહેર નજીક આવેલા હરિયા ગામમાં અતુલ કંપનીના પ્રદૂષણથી આસપાસના ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કંપની દ્વારા ખુલ્લેઆમ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા ખેતી, નદીઓ અને પીવાનું પાણી પણ ઝેરી બની ગયું છે. આ પ્રદૂષણને કારણે લોકોના સ્વાસ્થ્ય અને આજીવિકા પર ગંભીર ખતરો ઊભો થયો છે. જેને લઈને સ્થાનિકો દ્વારા કંપની સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

Written By Kinjal Patel
Published: Oct 14, 2026, 01:54 PM IST | Updated: Oct 14, 2026, 02:03 PM IST
Join

Valsad News: વલસાડ તાલુકાના હરિયા ગામ નજીક અતુલ કંપની દ્વારા પાર નદીમાં ખુલ્લેઆમ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પ્રદૂષણના કારણે આસપાસના ગામોમાં ખેતી અને પાણીના સ્ત્રોતોને ભારે નુકસાન પહોંચ્યું છે. નદી દૂષિત થવાના કારણે માછીમારોને માછલીઓ મળી રહી નથી અને તેમની આજીવિકા છીનવાઈ રહી છે. એટલું જ નહીં, ૫૦ વર્ષ જૂના વૃક્ષો સુકાઈ ગયા છે અને ચોમાસુ પાક પણ બરબાદ થઈ ગયો છે.

Gujarat News Live: ગુજરાત સરકાર દ્વારા મોટી ભરતીની તૈયારીઓ, કોડીનારના વળાદર ગામે સિંહણનો જીવલેણ હુમલો, શાહ ફરી આવશે ગુજરાત

વલસાડના 7 ગામો ત્રાહિમામ
કંપની દ્વારા કેમિકલવાળું પાણી છોડવા માટે અગાઉ બે પાઇપલાઇન નાખવામાં આવી હતી, અને હવે ત્રીજી નવી લાઈન માટે ખોદકામ ચાલી રહ્યું છે. આ કામગીરીનો ગામજનો સખત વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે નવી લાઈન નાખવાનું કામ તાત્કાલિક અટકાવવામાં આવે અને રાત્રિના સમયે છોડવામાં આવતો ગેસ અને કેમિકલ સદંતર બંધ કરવામાં આવે. આ પ્રદૂષણની ગંભીર અસર આસપાસના ૫ થી ૭ ગામો પર જોવા મળી રહી છે.

6 હજારનું બ્લાઉઝ, 11 હજારની કુર્તી'ને લાખોનું સોના-ચાંદી: નીરજા ગુપ્તાના વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ

કેમેરા સામે મૌન સાધી બેઠેલી અતુલ કંપની સામે જીપીસીબી ક્યારે જાગશે?
જોકે, આટલી ગંભીર પરિસ્થિતિ અને લોકોના ભારે આક્રોશ છતાં સમગ્ર મામલે અતુલ કંપનીના સંચાલકોએ મૌન સેવી લીધું છે અને કેમેરા સામે કંઈ પણ બોલવા તૈયાર નથી. હવે જોવું એ રહ્યું કે શું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્થાનિક પ્રશાસન જાગીને આ બેફામ બનેલી કંપની સામે કોઈ કડક અને નક્કર પગલાં લેશે ખરા? કે પછી નિર્દોષ ગામલોકોને આમ જ પ્રદૂષણના ઝેરી ખપ્પરમાં હોમાવા માટે છોડી દેવામાં આવશે? તે એક મોટો સવાલ છે. 

દિવાળી પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: સિંગતેલનો ડબ્બો રૂ. 3,000ને પાર, જાણો કપાસિયા અને
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES