SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સરકારી કર્મચારીઓ માટે ખુશખબર: ગુજરાત સરકાર દ્વારા સળંગ 4 દિવસના ‘મિનિ વેકેશન’ની જાહેરાત

Gandhinagar News: દિવાળી ઉપર સરકારી કર્મચારીઓને માટે મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર તા.9 મીને સોમવારે પડતર દિવસે રજા જાહેર કરી છે. જ્યારે તા.8 થી 11 નવેમ્બર સુધી સળંગ 4 દિવસની રજા મળશે. તા.9 નવેમ્બરના બદલે તા.12 ડિસેમ્બરના રોજ સરકારી કચેરીઓ કામકાજ કરશે. સરકારી સત્તાવાર પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે.

Written By Kinjal Patel
Published: Nov 04, 2026, 02:19 PM IST | Updated: Nov 04, 2026, 02:36 PM IST
Join

Gandhinagar News: દિવાળીને લઈને ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડીને દિવાળીના તહેવાર પર કર્મચારીઓને સળંગ 4 દિવસની રજા (મિનિ વેકેશન)નો લાભ મળે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશીના સમાચાર: મોંઘવારી ભથ્થાને મંજૂરી, જાણો કેટલા ટકા વધ્યું DA

દિવાળીના તહેવાર પર કર્મચારીઓને સળંગ 8 થી 11 નવેમ્બર સુધી રજા

સામાન્ય વહીવટ વિભાગના કેલેન્ડર વર્ષ 2026ના જાહેરનામા મુજબ તારીખ 08/11/2026 રવિવારના રોજ દિવાળીનો તહેવાર હોવાથી જાહેર રજા આપવામાં આવી છે. જ્યારે તારીખ 10/11/2026 મંગળવારના રોજ નૂતન વર્ષ દિનની જાહેર રજા અપાઈ છે. જ્યારે તારીખ 11/11/2026 બુધવારના રોજ ભાઈબીજની જાહેર રજા આપવામાં આવી છે. આ રજાઓની વચ્ચે આવતી તારીખ 06/11/2026 સોમવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ રહેવાની હતી, પરંતુ કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકારે તેમાં મોટો ફેરફાર કર્યો છે.

09 મી નવેમ્બરને સોમવારે 'પડતર દિવસ' તરીકે રજા જાહેર કરાઈ

રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, તારીખ 09 મી નવેમ્બરને સોમવારે 'પડતર દિવસ' તરીકે રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે રાજ્યના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના વતનમાં જઈને પરિવાર સાથે ઉત્સાહભેર તહેવારની ઉજવણી કરી શકે.

અમદાવાદના જાણીતા બિલ્ડરની દાદાગીરી! રિ-ડેવલપમેન્ટ કરાર રદ થતા પૂર્વ મહિલા કોર્પોરેટર સહિત સોસાયટીની મહિલાઓને ધમકી

ગુજરાત સરકારની કઈ કચેરીઓને લાગુ પડશે આ નિયમ?

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ હુકમો ગુજરાત સરકારની તમામ કચેરીઓ તેમજ રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ, કોર્પોરેશન અને પંચાયત કચેરીઓને પણ સમાન રીતે લાગુ પડશે. જો કે, સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ રજા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ જાહેર કરવામાં આવી નથી.

બદલામાં આ દિવસે કર્મચારીઓને કરવું પડશે કામ

 

કર્મચારીઓને સળંગ 4 દિવસ રજાનો લાભ મળતો હોવાથી તારીખ 9 નવેમ્બરના 'પડતર દિવસ'ની રજાના બદલામાં આગામી તારીખ 28 નવેમ્બર, 2026 (ચોથા શનિવાર)ના રોજ તમામ સરકારી કચેરીઓ ચાલુ રહેશે અને નિયમિત કામકાજ હાથ ધરવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના લાખો સરકારી કર્મચારીઓમાં દિવાળીના પર્વ પહેલાં ખુશીના સમાચાર મળી રહ્યા છે.

દિવાળી-છઠ પૂજા પર રેલવેનો મોટો નિર્ણય: અમદાવાદ-રાજગીર વચ્ચે દોડશે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ લિસ્ટ

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES