SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

લેઉઆ, કડવા અને આંજણા સમાજને એક થવાનું આહ્વાન: સાબરકાંઠાના મંચ પરથી પાટીદાર પાવરની ચર્ચા તેજ

ગુજરાતમાં વર્ષ 2027ના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ આ પહેલા રાજ્યમાં પાટીદાર પોલિટિક્સનો મુદ્દો ચર્ચામાં છે. બનાસકાંઠામાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રફુલ પટેલના નિવેદન બાદ ફરી પાટીદાર એકતાનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે.

Written By Gokani Dhaval
Published: Nov 25, 2026, 17:25 IST | Updated: Nov 25, 2026, 17:33 IST
Join

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ એક વર્ષ કરતા વધુ સમય બાકી છે. પરંતુ રાજકીય કાવાદાવા અને ચર્ચાઓ અત્યારથી જ જોવા મળી રહ્યા છે. અને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે પાટીદાર સમાજ. સામાજિક મંચ પરથી એક મોટા નેતાઓ પાટીદાર સમાજને એક થવાની હાકલ કરી છે. ચૌધરી અને પાટીદાર સમાજ એક સાથે અપીલ કરવામાં આવી અને ફરી એકવાર ટ્રેન્ડમાં પાટીદાર પાવર આવ્યો. કોણે આપ્યું છે આ નિવેદન અને શું છે પાટીદાર પોલિટિક્સનો આખો ખેલ, જુઓ આ ખાસ રિપોર્ટ...

પ્રફુલ પટેલનું નિવેદન

આ શબ્દો છે દિગ્ગજ નેતા અને દિવ-દમણના પ્રશાસક પ્રફુલ પટેલના. સ્થળ હતુ સાબરકાંઠા અને મંચ હતુ અર્બુદા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું. સ્ટેજ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર હતા. ત્યારે પ્રફુલ પટેલે જાહેર મંચ પરથી આ નિવેદન આપ્યું અને ચર્ચા જગાવી.

લઉઆ, કડવા પટેલ અને આંજણા સમાજને એક થવાની હાલક

આ વાત છે ગુજરાતના મુખ્ય સમાજોમાંથી એક એવા પાટીદાર સમાજ અને ચૌધરી સમાજની. પ્રફુલ પટેલના કહેવા પ્રમાણે સમાજનો ઈતિહાસ એક છે, આદ્યશક્તિની આરાધના એક છે, તો સમાજ એક કેમ નથી? લેઉઆ પટેલ, કડવા પટેલ અને આંજણા સમાજની એકતાની હાકલ કરવામાં આવી. અને તેને પાટીદાર સમાજના આગેવાનોએ પણ વધાવી લીધી.

 ચૂંટણી પહેલા ચર્ચામાં પાટીદાર એકતાનો મુદ્દો

જો કે, પ્રફુલ પટેલના આ નિવેદનનું ટાઈમિંગ પણ ચર્ચામાં આવ્યું છે. વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. આ પહેલા પણ પાટીદાર આગેવાનોએ જાહેર મંચ પરથી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની માફી માંગતા રાજકારણ ગરમાયું હતું. અને હવે પાટીદારોને એક થવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. જો કે, પાટીદાર આગેવાનોનો દાવો છે કે, આ નિવેદન ચૂંટણીલક્ષી નથી.

લલિત વસોયાએ લગાવ્યો આરોપ

પાટીદાર આગેવાનોએ તો પ્રફુલ પટેલના આ નિવેદનને સમર્થન આપ્યું છે. પરંતુ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પ્રફુલ્લ પટેલના નિવેદન સાથે અસહમતિ દર્શાવતા આક્ષેપ કર્યો કે, પાટીદાર સમાજમાં ભાગલા પાડવાનું કામ ભાજપે કર્યું છે.

તો પ્રફુલ પટેલે આપેલા આ નિવેદનને ચૌધરી સમાજના અગ્રણી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આવકાર આપ્યો છે.

ગુજરાતની રાજનીતિ અને પાટીદાર પાવર

ગુજરાતમાં સત્તા અને પાવરની જ્યારે વાત આવે ત્યારે પાટીદારો હંમેશા ચર્ચામાં રહ્યા છે. પાવરફૂલ પાટીદારો પોલિટિક્સમાં પણ એક્કા ગણવામાં આવે છે. ત્યારે સવાલ એ છે કે, પાટીદારોને એક થવાના આ આહ્વાનનું શું પરિણામ આવશે? ખરેખર તમામ પાટીદારો એક થશે કે પછી આ હાકલ ખાલી રાજકીય મુદ્દો બનીની રહી જશે?

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES