SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

તહેવાર ટાણે સામાન્ય જનતાના ખિસ્સા પર પ્રહાર: ઘી, બટર અને સીએનજી સહિત અનેક વસ્તુના ભાવમાં વધારો

એક તરફ લોકો દિવાળી ઉજવવાની તૈયારી કરી રહ્યાં છે, બીજીતરફ મોંઘવારી પરેશાન કરી રહી છે. અનેક જરૂરિયાત વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અમૂલ દ્વારા ઘી-માખણના ભાવમાં વધારો કરવામાં આવ્યો બીજીતરફ સીએનજીના ભાવમાં પણ વધારો થઈ ગયો છે.

Written By Gokani Dhaval
Published: Nov 05, 2026, 04:30 PM IST | Updated: Nov 05, 2026, 04:38 PM IST
Join

દિવાળી પહેલા મોંઘવારીનો ડબલ એટેક...એક તરફ રસોડાના બજેટ પર ઘી અને બટરનો બોમ્બ...  તો બીજી તરફ રસ્તા પર દોડતા CNG વાહનચાલકોને વધુ એક ઝટકો...અમૂલ ઘી મોંઘું... અમૂલ બટર મોંઘું... અને હવે CNG પણ મોંઘો,,,તહેવાર પહેલા જ સામાન્ય માણસના ખિસ્સા પર મોંઘવારીનો સીધો પ્રહાર...કાળઝાળ મોંઘવારી વચ્ચે હવે જીવન જરૂરિયાતની વસ્તુ મોંઘી થતાં ખિસ્સા પર કેટલો પડશે ભાર?...કેટલો વધશે ગૃહિણીઓનો ખર્ચ?...જુઓ આ ખાસ અહેવાલમાં.

દિવાળી આવે... એટલે ઘરમાં ઉજવણીની તૈયારીઓ શરૂ થાય...મીઠાઈ... ફરસાણ... સ્વાદિષ્ટ વાનગીઓ બને...પણ આ વખતે દિવાળી પહેલા જ રસોડામાં મોંઘવારીની એન્ટ્રી થઈ ગઈ છે...અમૂલ ઘી મોંઘું...અને સાથે અમૂલ બટર પણ મોંઘું...ઘી પર મોંઘવારીનો ઘા...એક કિલો અમૂલ ઘી પર સીધો 50 રૂપિયાનો વધારો...નવો ભાવ થયો 680 રૂપિયા પહોંચ્યો...તો 500 ગ્રામના ઘીના પાઉચ પર પણ 20 રૂપિયાનો વધારો થયો છે...

એટલું જ નહીં...અમૂલ બટર પર પણ મોંઘવારીનો માર પડ્યો છે...100 ગ્રામના પેકેટ પર 3 રૂપિયાનો વધારો થયો છે...અને 500 ગ્રામના પેક પર 15 રૂપિયા વધ્યા છે...એટલે દિવાળીની રસોઈ શરૂ થાય એ પહેલાં જ ગૃહિણીઓનું બજેટ ગરમ થયું છે...ઘી મોંઘું...  બટર મોંઘું...  અને હવે...CNG પણ મોંઘો થયો છે.

આ પણ વાંચોઃ ડુંગરીમાં પ્રેમના નામે ખેલ: સગીરાને ફસાવી 32 તોલા સોનું અને લાખો પડાવનાર હવસખોર બેવફા 

અદાણી કંપનીએ CNGના ભાવમાં કર્યો વધુ એક વધારો...પ્રતિ કિલો 2 રૂપિયા 30 પૈસા CNG મોંઘો થયો છે...અગાઉનો ભાવ...98 રૂપિયા 47 પૈસા હતો...હવે નવો ભાવ...100 રૂપિયા 77 પૈસા થયો છે..અને અહીં જ વાત પૂરી થતી નથી...થોડા દિવસ પહેલા...એટલે કે 23 ઓક્ટોબરે જ 4 રૂપિયા 45 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો...અને હવે દિવાળી પહેલા ફરી ભાવવધારો થયો છે...

હિસાબ એકદમ સ્પષ્ટ છે...રિક્ષા ચાલક પર વધતો બોજ...CNG કારચાલક પર વધતો ખર્ચ...અને આખરે...આ બોજનો માર સામાન્ય માણસના ખિસ્સા પર...એક તરફ દિવાળીના ખર્ચ...બીજી તરફ વધતા ખાદ્ય પદાર્થોના ભાવ...અને હવે વાહન ચલાવવાનો ખર્ચ પણ વધ્યો...

દિવાળી ખુશીઓનો તહેવાર છે...પણ આ વખતે તહેવાર પહેલા જ મોંઘવારીએ સામાન્ય માણસની ખુશીઓ પર ખર્ચનો પડછાયો નાખ્યો છે...રસોડામાં ઘી-બટર મોંઘું... રસ્તા પર CNG મોંઘો...  અને ખિસ્સા પર મોંઘવારીનો ડબલ માર...હવે સૌથી મોટો સવાલ...દિવાળી ઉજવવી... કે વધતા ખર્ચનો હિસાબ કરવો?

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES