SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગુજરાતના 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરતા રાજકોટ જિલ્લાના ખેડૂતો જીદે ચઢ્યા! શરૂ કર્યું આ અભિયાન, ખેડૂતોની ઉગ્ર માંગ

Rajkot News: રાજ્ય સરકાર દ્વારા ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર સહિત ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જોકે, રાજકોટ જિલ્લાને આ યાદીમાં સ્થાન ન મળતાં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હવે જેતપુર પંથકના ખેડૂતો મેદાને આવ્યા છે. ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ ને પોસ્ટકાર્ડ લખીને રાજકોટ જિલ્લાને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. તેમજ મહારાષ્ટ્ર ની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે અને પૂરતી આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

Written By Kinjal Patel
Published: Oct 29, 2026, 11:09 AM IST | Updated: Oct 29, 2026, 11:28 AM IST
Join

Rajkot News: રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે હવે જેતપુરના ખેડૂતો દ્વારા સરકાર સુધી પોતાની રજૂઆત પહોંચાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ખેડૂતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ સહિતનાને પોસ્ટકાર્ડ લખીને પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે.રાજ્ય સરકાર દ્વારા ઓછા વરસાદથી અસરગ્રસ્ત ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને પ્રતિ હેક્ટર 8,500 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતીઓની ચિંતા વધી! નવેમ્બરમાં બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાશે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

રાજકોટ જિલ્લાને આ યાદીમાં સામેલ કરવામાં ન આવતાં ખેડૂતોમાં ભારે રોષ

જોકે, રાજકોટ જિલ્લાને આ યાદીમાં સામેલ કરવામાં ન આવતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ઓછા વરસાદના અભાવે ખેતરોમાં ઊભા પાક સુકાઈ ગયા છે. ચોમાસુ પાક નિષ્ફળ જતાં બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ કરેલો ખર્ચ પણ વસૂલ થયો નથી,પરિણામે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્ય સરકાર રાજકોટ જિલ્લાની વરસાદની સ્થિતિ અને જિલ્લાને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, આ ઉપરાંત ખેડૂતોને આપવામાં આવતી સહાય વર્તમાન નુકસાનને ધ્યાનમાં રાખીને પૂરતી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને ફસલ વીમા યોજના સરકારે જે બંધ કરી તે ફરી શરૂ કરવી...

ખાસ કરીને ખેડૂતો દ્વારા દેવા માફીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે, સાથે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખેડૂતોનાં દેવા માફી અંગે પગલાં લેવામાં આવતાં હોય તો ગુજરાત સરકારે પણ ખેડૂતોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને દેવા માફી અંગે નિર્ણય લેવો જોઈએ, પાક નિષ્ફળ જવાથી આવક બંધ થઈ છે. જ્યારે આગામી સિઝનની ખેતી માટે પણ નાણાંની જરૂરિયાત ઊભી થઈ છે. આવી સ્થિતિમાં દેવાનો બોજ સહન કરવો ખેડૂતો માટે મુશ્કેલ બની રહ્યો છે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને ફસલ વીમા યોજના સરકારે જે બંધ કરી તે ફરી શરૂ કરવી જોઈએ.

જેતપુરના ખેડૂતો પોસ્ટકાર્ડ મારફતે સરકાર સમક્ષ પોતાની માંગ પહોંચાડી રહ્યા છે,ખેડૂતો ઇચ્છે છે કે સરકાર માત્ર ચાર જિલ્લાઓ પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અન્ય અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની પણ ગંભીરતાથી સમીક્ષા કરે અને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરે.

PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, બનાસકાંઠાથી લઈને કેવડિયા સુધી વિકાસકાર્યોની ભેટ, જાણો કયા કયા કાર્યક્રમોમાં લેશે ભાગ?

સરકારી સહાયની યાદીમાં રાજકોટ જિલ્લાનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં અસંતોષ

એક તરફ ઓછા વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. તો બીજી તરફ સરકારી સહાયની યાદીમાં રાજકોટ જિલ્લાનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે. ત્યારે જેતપુરના ખેડૂતો દ્વારા પોસ્ટકાર્ડ અભિયાનના માધ્યમથી રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, પૂરતી આર્થિક સહાય આપવા અને ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોની આ રજૂઆત બાદ રાજ્ય સરકાર રાજકોટ જિલ્લાની સ્થિતિ અંગે ફેરવિચારણા કરીને ખેડૂતોને રાહત આપે છે કે નહીં.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES