2027ની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં જ્ઞાતિનું રાજકારણ ગરમાયું: અમરાપુર સંમેલનથી ભાજપ-કોંગ્રેસમાં હલચલ, કોળી સમાજમાં જ ભડકો!
Gujarat Vidhansabha Election 2027: ગુજરાતમાં 2027ના વિધાનસભા જંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને તેની સાથે જ સૌરાષ્ટ્રના રાજકારણમાં જ્ઞાતિનું કાર્ડ ફરી એકવાર એક્ટિવ થયું છે. રાજકોટના અમરાપુરમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ યોજેલા કોળી સમાજના સ્નેહમિલન સંમેલને નવા રાજકીય સમીકરણોને જન્મ આપ્યો છે. આ સંમેલન બિનરાજકીય હોવાના દાવા વચ્ચે મંચ પરથી એવા રાજકીય તીર છૂટ્યા કે ખુદ સમાજમાં જ ભડકો થયો છે.
Gujarat Vidhansabha Election 2027: ચૂંટણી પહેલાં જ્ઞાતિ સંમેલનોના નામે શક્તિ પ્રદર્શનનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. રાજકોટ જિલ્લાના અમરાપુર ગામમાં મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા સમસ્ત કોળી સમાજનું સ્નેહમિલન યોજાયું. ચોંકાવનારી વાત એ રહી કે, ભાજપના મંત્રીના આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોએ પણ હાજરી આપી. ચુંવાળિયા, તળપદા અને આદિવાસી સહિત અલગ-અલગ ફાંટામાં વહેંચાયેલા કોળી સમાજને એક મંચ પર લાવીને બાવળિયાએ પોતાની રાજકીય તાકાતનો પરચો આપ્યો.
Gujarat News Live: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM-રાજ્યપાલ સહિતના નેતાઓએ કર્યું ભવ્ય સ્વાગત, આસમમાં 24નાં મોત
- અમરાપુરમાં કોળી સમાજનું મહાસંમેલન
- ભાજપના મંત્રીના મંચ પર કોંગ્રેસના નેતાઓ
- 2027 પહેલાં 'પ્રેશર પોલિટિક્સ'ની શરૂઆત?
સંમેલન ભલે બિનરાજકીય હોવાનું કહેવાતું હોય, પરંતુ મંચ પરથી અપાયેલા નિવેદનોએ આખા કાર્યક્રમનો એજન્ડા ખુલ્લો પાડી દીધો. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ તો મંચ પરથી જ જાહેરાત કરી દીધી કે, 2027માં જસદણથી કુંવરજી બાવળિયા જ ચૂંટણી લડશે અને જીતીને ફરી મંત્રી બનશે. બસ, આ જ નિવેદને કોળી સમાજની અંદરના જૂથવાદ અને અસંતોષને હવા આપી દીધી.
અમદાવાદના શીલજ સર્કલ પર હિટ એન્ડ રનમાં મોટો ખુલાસો; ધારાસભ્યનો ભત્રીજો ઝડપાયો, અકસ્માતમાં 35 વર્ષીય યુવકનું કરૂણ મોત
એક તરફ બાવળિયા જૂથે શક્તિ પ્રદર્શન કર્યું, તો બીજી તરફ સમાજના જ આગેવાન પ્રવીણ કોળીએ સીધો પ્રહાર કર્યો છે. પ્રવીણ કોળીએ આ સંમેલનને બાવળિયાનું અંગત 'શક્તિ પ્રદર્શન' ગણાવ્યું. પ્રવીણ કોળીએ દાવો કર્યો કે, ભાજપ હવે Gen-Z એટલે કે યુવા નેતાઓને તક આપી રહ્યું છે...જેમાં તળાજામાં દિવ્યેશ સોલંકીની ટિકિટ ફાઇનલ મનાય છે. તેથી જ બાવળિયાને ટિકિટ કપાવાનો અને કેબિનેટમાંથી પત્તું કપાવાનો ડર સતાવી રહ્યો છે. 7 વર્ષથી કોળી સમાજનું વિદ્યાર્થી ભવન ન બન્યું હોવાનો મુદ્દો ઉઠાવીને પણ બાવળિયાને ઘેરવામાં આવ્યા.
- 2027 પહેલા સમાજનું પ્રેશર પોલિટિક્સ શરૂ?
- સૌરાષ્ટ્રના રાજકારણમાં જ્ઞાતિનું કાર્ડ ફરી એક્ટિવ
- બાવળિયાનું સ્નેહમિલન સંમેલન કે શક્તિ પ્રદર્શન?
- બિનરાજકીય સંમેલનમાં છૂટ્યા રાજકીય તીર!
- રાજકીય તીર છૂટ્યા તો સમાજમાં જ થયો ભડકો!
ચરોતરના 'પેરિસ' ગણાતા ધર્મજમાં માનવતા મહેકી: એકલા રહેતા વડીલો માટે આશીર્વાદરૂપ બની ગરમાગરમ ટિફિન સેવા
આયોજકો ભલે આ સંમેલનને સામાજિક ઉત્થાનનો પ્રયાસ ગણાવતા હોય, પરંતુ હકીકત એ છે કે 2027ની ટિકિટની રેસ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે હાઈકમાન્ડ સામેનું આ પ્રેશર પોલિટિક્સ બાવળિયાને ફળે છે કે પછી યુવા ચહેરાઓની એન્ટ્રી જૂના જોગીઓની રમત બગાડે છે. 2027ની ટિકિટની રેસ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.