ગંગોત્રી હાઇ-વે પર નદીમાં ખાબકી ગુજરાતના 7 મુસાફરો ભરેલી કાર, 4 મૃતદેહ મળ્યા; સર્ચ ઓપરેશન ચાલુ
Gangotri Highway Accident: ગંગોત્રી હાઈ-વે પર આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઈનોવા કારના ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા નીચે ખાબકીને નદીમાં સમાઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધી 4 મૃતદેહો મળી આવ્યા છે. બાકીના યાત્રીઓની શોધખોળ ચાલી રહી છે. જાણવા મળી રહ્યું છે કે તમામ યાત્રી ગુજરાતના રહેવાસી છે.
Gangotri Highway Accident: ઉત્તરકાશીમાં ગંગોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગંગનાની પાસે આજે ડબરાની તરફ એક મોટો અકસ્માત નડ્યો છે. અહીં એક ઈનોવા કાર અનિયંત્રિત થઈને સીધી નદીમાં જઈને ખાબરી હતી. અત્યાર સુધી પથ્થર પર પડેલા ચાર મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. બાકી મુસાફરોની શોધખોળ કરવામાં આવી રહી છે. કારમાં સવાર તમામ મુસાફરો ગુજરાતના હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે મુસાફરો સંભવિત સુરતના રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં પાર્કિંગ હવે થશે મોંઘુ! ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના નવા દરો મંજૂર, જાણો કેટલો ચૂકવવો પડશે ચાર્જ
આ ગમખ્વાર અકસ્માતમાં સુરતના 4 રહેવાસીઓનું મોત
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગંગોત્રી નેશનલ હાઈવે પર ક ઈનોવા કાર ઉંડી ખીણમાં ખાબકી હતી. જેમાં સંભવિત સુરતના 4 રહેવાસીઓનું મોત નિપજ્યું છે. જાણવા મળી રહ્યું છે કે કારમાં કુલ 7 લોકો સવાર હતા, જેમાંથી 4 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો, એસડીઆરએફ અને ઇમરજન્સી સેવાઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ટીમોએ અત્યાર સુધી નદી કિનારેથી 4 લોકોના મૃતદેહો બહાર કાઢ્યા છે. જ્યારે કારમાં સવાર અન્ય સંભવિત મુસાફરોની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
નદીના ઝડપી વહેણમ વચ્ચે ચલાવવામાં આવી રહ્યું છે સર્ચ ઓપરેશન
આ ગમખ્વાર અકસ્માતની જાણકારી મળતા જ જિલ્લા અધિકારી પ્રશાંત આર્યના નિર્દેશ પર રાહત અને બચાવ ટીમ સક્રિય થઈ ગઈ છે. સ્થાનિક પોલીસ, એસડીઆરએફ અને 108 એમ્બ્યુલન્સ સેવાની ટીમો તાત્કાલિક ઘટના સ્થળ માટે રવાના કરવામાં આવી છે. નદીનો પ્રવાહ ઝડપી હોવાના કારણે રેસ્ક્યુ અભિયાનમાં અનેક પડકારોનો સામનો કરવામાં આવી રહ્યો છે. જ્યારે પોલીસ અને ગોતાખોર નદીમાં સંભવિત મુસાફરોની શોધખોળ કરી રહ્યા છે.
ગુજરાત સરકારે જાહેર કર્યું વર્ષ 2027ની જાહેર રજાઓનું કેલેન્ડર; જાણો સરકારના કર્મચારીઓ અને બેંકની રજાઓનું લિસ્ટ
પ્રશાસને મેડિકલ ટીમને એલર્ટ પર રાખી
વહીવટી અધિકારીઓ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને મેડિકલ ટીમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જેથી રેસ્ક્યુમાં મળતા લોકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલ પહોંચાડી શકાય. તંત્ર ગુજરાતમાં પરિવારજનો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પોલીસ શોધી રહી છે કે અકસ્માત કઈ સ્થિતિમાં થયો?
લખનઉની બે ટ્રેકર બહેનો સહિત કુલ 4 મૃતદેહ મળ્યા
બીજી તરફ કેદારતાલમાં ગુમ થયેલા આઠ ટ્રેકરોની શોધમાં લાગેલી રેસ્ક્યુ ટીમે બુધવારે વધુ બે ટ્રેકરોના મૃતદેહ કબજે કર્યા. જેમાં એક મહિલા અને એક પુરુષ ટ્રેકરનો સમાવેશ થાય છે. ગત મંગળવારે પણ રાહત અને બચાવ ટીમે બરફમાં દબાયેલા એક પુરુષ અને મહિલા ટ્રેકરના મૃતદેહ કબજે કર્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલી બંને મહિલા ટ્રેકરોની ઓળખ લખનઉ નિવાસી સગી બહેનો તરીકે કરવામાં આવી છે.