• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /મિશન 2027: 40 બેઠકોનું ગણિત સાધવા ગુજરાત સરકારનો 'જનજાતિ ગૌરવ' માસ્ટરસ્ટ્રોક, વિપક્ષે ઉઠાવ્યા સવાલ!

મિશન 2027: 40 બેઠકોનું ગણિત સાધવા ગુજરાત સરકારનો 'જનજાતિ ગૌરવ' માસ્ટરસ્ટ્રોક, વિપક્ષે ઉઠાવ્યા સવાલ!

birsa adivasi yatra: 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીતનો પરચમ લહેરાવ્યો હતો. હવે નજર 2027ના મહાસંગ્રામ પર છે. સત્તાનો આ જ કિલ્લો અકબંધ રાખવા ભાજપે અત્યારથી જ મોરચો માંડી દીધો છે, અને આ રણનીતિના કેન્દ્રમાં છે, ગુજરાતનો આદિવાસી પટ્ટો.... ભગવાન બિરસા મુંડાની જયંતી નિમિત્તે સરકારે જે મેગા પ્લાન જાહેર કર્યો છે, તેણે ગુજરાતના રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે. જુઓ આ ખાસ અહેવાલ...

Written ByKinjal Patel
Published: Nov 12, 2026, 09:52 PM IST|Updated: Nov 12, 2026, 10:44 PM IST
joinshare
મિશન 2027: 40 બેઠકોનું ગણિત સાધવા ગુજરાત સરકારનો 'જનજાતિ ગૌરવ' માસ્ટરસ્ટ્રોક, વિપક્ષે ઉઠાવ્યા સવાલ!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

birsa adivasi yatra: 2027 પહેલા ભાજપનો 'આદિવાસી' દાવ! 2027ના ચૂંટણી જંગ પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ શરૂ થઈ ગઈ છે. આ વખતે તમામ રાજકીય પક્ષોના રડાર પર છે અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી બેલ્ટ. 2022નો રેકોર્ડ જાળવી રાખવા ભાજપ સરકારે હવે આદિવાસી વોટબેંકને સાધવા માટે માસ્ટરસ્ટ્રોક માર્યો છે.

ગુજરાતની રાજનીતિમાં 'આદિવાસી ફેક્ટર' કોની બાજી પલટશે? અધિકારોની લડાઈ વચ્ચે શું બદલાશે સત્તાના સમીકરણો?

ભગવાન બિરસા મુંડાની જયંતી નિમિત્તે ગુજરાત સરકારે 12 થી 18 નવેમ્બર સુધી ભવ્ય ઉજવણીનું એલાન કર્યું છે. સરકારના આ મેગા પ્લાન મુજબ, 14 આદિજાતિ જિલ્લાની 55 વિધાનસભા બેઠકો પર 49 કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત 20 બિન-આદિજાતિ જિલ્લાઓમાં પણ આયોજન કરાયું છે. 15 નવેમ્બરે જનજાતિ ગૌરવ દિવસે 89 હજાર 837 લાભાર્થીઓને 24 કરોડ 45 લાખ રૂપિયાના લાભ અપાશે. એટલું જ નહીં, આદિવાસી વિસ્તારોમાં 'જોહાર કેફે' શરૂ કરવાની પણ જાહેરાત કરાઈ છે.

શું કરી સરકારે જાહેરાત?

  • 12 થી 18 નવેમ્બર: જનજાતિ ગૌરવ દિવસ
  • 14 આદિજાતિ જિલ્લા, 55 બેઠકો પર 49 કાર્યક્રમો
  • 20 બિન-આદિજાતિ જિલ્લાઓમાં પણ ઉજવણી
  • 89,837 લાભાર્થીઓને 24.45 કરોડના લાભ
  • આદિવાસી જિલ્લાઓમાં શરૂ થશે 'જોહાર કેફે'

સવાલ એ છે કે સરકાર આટલી મહેનત કેમ કરી રહી છે? જવાબ છે આંકડાઓનું ગણિત. ગુજરાતની કુલ વસ્તીમાં આદિવાસી સમાજનો હિસ્સો અંદાજે 15 ટકા છે. વિધાનસભાની 27 બેઠકો ST માટે અનામત છે, પરંતુ અંબાજીથી ઉમરગામ સુધીની અંદાજે 40 બેઠકો પર આદિવાસી મતદારો હાર-જીત નક્કી કરે છે. 2022માં આ જ બેલ્ટે ભાજપને ઐતિહાસિક જીત અપાવી હતી અને કોંગ્રેસનો સફાયો બોલાવ્યો હતો.

સોશિયલ મીડિયાની તાકાત: એક ટ્વીટથી ગુજરાતના આ ગામડાને મળી 15 લાખની ગ્રાન્ટ, આદિવાસી યુવાનોના સપના થશે સાકાર!

  • કુલ વસ્તીમાં આદિવાસી હિસ્સો: 15 ટકા
  • ST અનામત બેઠકો: 27
  • નિર્ણાયક પ્રભાવ: 40 બેઠકો પર

સરકારની ઉજવણી પર કોંગ્રેસના આકરા પ્રહાર

બીજી તરફ, આદિવાસી મતો પર પોતાનો પરંપરાગત હક માનતી કોંગ્રેસ પણ મેદાનમાં છે. અગાઉ ખુદ રાહુલ ગાંધી આદિવાસીઓ વચ્ચે જઈ નૃત્ય કરતા જોવા મળ્યા હતા. હવે ભાજપના આયોજન પર કોંગ્રેસે સીધો પ્રહાર કર્યો છે. વિપક્ષનો આક્ષેપ છે કે ચૂંટણી નજીક આવતા ભાજપને આદિવાસીઓ યાદ આવ્યા છે, જ્યારે સાગબારા જંગલ જમીન વિવાદ, વન અધિકાર અને રોજગારી જેવા સળગતા પ્રશ્નો આજે પણ અધ્ધરતાલ છે....

એક તરફ ભાજપનું 'જોહાર કેફે' અને કરોડોના લાભનું કાર્ડ છે, તો બીજી તરફ કોંગ્રેસ પાસે જળ, જંગલ અને જમીનના મુદ્દા છે. હવે જોવાનું એ રહેશે કે 2027ના જંગમાં આદિવાસી મતદાર સરકારની ઉજવણીથી ખુશ થાય છે કે પછી જમીની હકીકત પર મત આપે છે.

અંબાલાલ પટેલની આગાહી: 18 નવેમ્બરે બનશે વાવાઝોડું, ગુજરાતના આ જિલ્લાઓમાં 21 થી 27 નવેમ્બર સુધી માવઠાની શક્યતા

  • 2027 પહેલાં ભાજપે ખેલ્યું આદિવાસી કાર્ડ!
  • આદિવાસી વોટબેંક પર ભાજપની નજર!
  • આદિવાસી બેલ્ટમાં રાજકીય જંગ થયો તેજ!
  • ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિની ઉજવણી
  • આદિવાસી પટ્ટો બનશે સત્તાની ચાવી!

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News