SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વરસાદની ઘટ વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, જાણો શું મળશે સહાય?

રાજ્યમાં ઓછો વરસાદ ધરાવતાં 4 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત અને પશુપાલકો માટે સંવેદનશીલ નિર્ણય. દુષ્કાળગ્રસ્ત જાહેર થયેલા સંપૂર્ણ 4 જિલ્લાના ખેડૂતોના પાકને થયેલા નુકસાન સામે SDRFના ધોરણો મુજબ અસરગ્રસ્ત પાકો માટે સહાય આપવાનો નિર્ણય: હેક્ટર દિઠ 8500 રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપશે. વધુ વિગતો જાણો.

Written By Viral Raval
Published: Oct 26, 2026, 02:37 PM IST | Updated: Oct 26, 2026, 04:13 PM IST
Image Credit: AI Generated Image
Join

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઓછો અને વિલંબિત વરસાદ ધરાવતાં 4 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો ખેડૂતો અને પશુપાલકોના હિતમાં નિર્ણય કર્યો છે. તેમણે કૃષિ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સમક્ષ આ જાહેરાત કરતાં જણાવ્યું કે, ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા-2016 અનુસાર જરૂરી પ્રક્રિયાઓ કરીને તથા ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને આ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર

તેમણે કહ્યું કે, સમગ્ર રાજ્યમાં આ વર્ષે સરેરાશ 89 ટકા જેટલો વરસાદ થયો છે પરંતુ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. જે સંપુર્ણ 4 જિલ્લાઓમાં ઓછો વરસાદ થયો છે તેના કારણે જે સ્થિતિ સર્જાઈ છે તેમાં ખેડૂતોની પડખે ઉભા રહેવા રાજ્ય સરકાર ઉદારતમ નિર્ણયો કર્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પીએમ મોદીના માર્ગદર્શનમાં સરકાર ખેડૂતો અને પશુપાલકોના વિશાળ હિતને હંમેશા પ્રાથમિકતા આપે છે. ભૂતકાળમાં પણ ખેડૂતોની મુશ્કેલી સમયે સરકાર પડખે ઉભી રહી છે. વર્તમાન સ્થિતિમાં સંપૂર્ણ સંવેદનશીલતા સાથે ખેડૂતોની સાથે છે અને ભવિષ્યમાં પણ ખેડૂતો-પશુપાલકોની આપત્તિના કોઈપણ સમયે જે મદદ સહાય કરવી પડે તે માટે પુરેપુરી પ્રતિબદ્ધ છે.

વ્યાજખોરોના આતંકથી દંપત્તિએ જીવન ટૂંકાવ્યું, 8 લાખ રૂપિયાનું રોજનું વ્યાજ 42,000? 21 લાખ ચૂકવ્યા છતાં જીવવું ભારે કરી નાખ્યું

દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓ માટે રાહતના નિર્ણયો

 4 દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓને મળનારી મદદ અંગે ટૂંકમાં માહિતી....

ગુજરાતમાં વહેલી ચૂંટણી થશે કે નહીં? ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગનું મોટું નિવેદન, ખડગેના નિવેદન પર કોંગ્રેસને લીધી આડેહાથ

લાંબા સમયથી વિવિધ માધ્યમો થકી સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી-ભાજપ પ્રવક્તા

ગુજરાતના 4 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતો માટે રાહત પેકેજની જે જાહેરાત કરાઈ તે અંગે ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડો. અનિલ પટેલે પણ વિગતવાર માહિતી આપી. તેમણે કહ્યું કે  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓછા વરસાદને કારણે દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહેલા ચાર જિલ્લાઓ માટે રાહત પેકેજ જાહેર કર્યું. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા .ચોમાસા દરમિયાન ઓછા વરસાદ અને પાણીની અછતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને પાકના નુકસાન સામે આર્થિક સહાય પૂરી પાડવાનો સરકારનો નિર્ણય છે.  

તેમણે કહ્યું કે, ટેકનોલોજી, ડ્રોન સર્વે અને સ્થળ તપાસના આધારે દુષ્કાળની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. રાજ્યના વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી વિવિધ માધ્યમો થકી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  સર્વે અને સ્થળ તપાસના આધારે ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય વિસ્તારોમાંથી મળેલી રજૂઆતોના આધારે પણ ટેકનિકલ સર્વે, ડ્રોન સર્વે અને સ્થળ તપાસની કામગીરી ચાલુ છે.

અન્ય અસરગ્રસ્ત વિસ્તારો ઉપર પણ નજર

તેમણે એમ પણ કહ્યું કે  જ્યાં ખેડૂતોને સહાયની જરૂરિયાત જણાશે ત્યાં રાજ્ય સરકાર મદદ કરવા તૈયાર હોવાનો સંદેશ છે. ગુજરાતની સરકાર ખેડૂતોની સરકાર છે અને ખેડૂતોની સાથે ઊભી રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોવાનો ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલનો દાવો છે. ગુજરાતમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ખેડૂતોના સમર્થનથી ભાજપની સરકાર બની રહી હોવાનો ઉલ્લેખ કર્યો. ખેડૂતોની મુશ્કેલીઓમાં સહભાગી બની તેમને મદદ કરવી એ ભાજપ સરકારનો મંત્ર હોવાનું તેમણે નિવેદન આપ્યું. 

તેમણે કહ્યું કે, પાણીની અછત અને ઓછા વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપવા સરકાર કટિબદ્ધ હોવાની ખાતરી.  ચાર જિલ્લાઓમાં રાહત પેકેજની જાહેરાત બાદ હવે અન્ય અસરગ્રસ્ત વિસ્તારોના સર્વે પર નજર છે.  જરૂરિયાતના આધારે અન્ય વિસ્તારોમાં પણ સહાય અંગે નિર્ણય લેવાઈ શકે છે. 

 

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES