• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગુજરાત પોલીસમાં 12752 ભરતીની જાહેરાત વચ્ચે ભરતી બોર્ડનો મોટો ખુલાસો, વાયરલ નોટિફિકેશન પર શું કહ્યું? જાણો

ગુજરાત પોલીસમાં 12752 ભરતીની જાહેરાત વચ્ચે ભરતી બોર્ડનો મોટો ખુલાસો, વાયરલ નોટિફિકેશન પર શું કહ્યું? જાણો

Gujarat Police Recruitment 2026: હાલમાં જ ગુજરાત પોલીસમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક લોકોએ તેના વિશે માહિતી શેર કરી છે, ત્યારે ભરતી બોર્ડ દ્વારા તેને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે અને વોટ્સએપ ચાલતા મેસેજ પર પ્રતિક્રિયા આપી છે.

Written ByChudasama Krushnapalsinh
Published: Nov 24, 2026, 13:53 IST|Updated: Nov 24, 2026, 13:56 IST
joinshare
ગુજરાત પોલીસમાં 12752 ભરતીની જાહેરાત વચ્ચે ભરતી બોર્ડનો મોટો ખુલાસો, વાયરલ નોટિફિકેશન પર શું કહ્યું? જાણો

About the Author

    Chudasama Krushnapalsinh

    Chudasama Krushnapalsinh

    2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
    Read More

    ટ્રેન્ડિંગ

    • ન્યૂઝ
    • ફોટો
    • વીડિયો
    વોશિંગ મશીન વાપર્યા વગર કૂકરની મદદથી ધાબળો કઈ રીતે સાફ કરી શકાય? જાણો આ સરળ રીત

    વોશિંગ મશીન વાપર્યા વગર કૂકરની મદદથી ધાબળો કઈ રીતે સાફ કરી શકાય? જાણો આ સરળ રીત

    2

    ગુજરાત પોલીસમાં 12752 ભરતીની જાહેરાત વચ્ચે ભરતી બોર્ડનો મોટો ખુલાસો, વાયરલ નોટિફિકેશન પર શું કહ્યું? જાણો

    3

    પંજાબમાં ફરી ભેગા થયા અકાલી દળ અને ભાજપ, અમિત શાહનો હુંકાર- 2029 સુધીમાં પંજાબને સંપૂર્ણ રીતે નશામુક્ત કરીશું

    4

    આવી રહી છે લોકોની ફેવરીટ 7-સીટર ટોયોટા... જોરદાર ફિચર સાથે થશે લોન્ચ

    5

    ગુજરાતના યુવાનો માટે ખાખી વર્દી પહેરવાની સુવર્ણ તક: હવે 3,000ના બદલે 12,993 જગ્યા પર સીધી ભરતી, જાણો કઈ કેટેગરીમાં કેટલી જગ્યા

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Gujarat Police Recruitment 2026: ગુજરાતના યુવાનો માટે પોલીસ વિભાગમાં જોડાવાનું સપનું સાકાર કરવાની મોટી તક મળવા જઈ રહી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને ગુજરાત પોલીસની મેગા ભરતીની જાહેરાત અંગે માહિતી આપી છે. 

    ગુજરાત પોલીસમાં 12752 જગ્યાઓ માટે ભરતી કરવાની છે, જેના પર હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી હતી, હર્ષ સંઘવીના ટ્વિટ પ્રમાણે લોકરક્ષક કેડરની કુલ 12752 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ 8233, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 1132 અને SRPF કોન્સ્ટેબલ 3107ની ભરતી થવાની છે, જ્યારે બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટની કુલ 225 જગ્યામાં ભરતી કરવામાં આવશે.

     

    ગુજરાતના યુવા મિત્રો, તૈયાર થઈ જાઓ! ખાખી વર્દી પહેરીને ગુજરાતની સેવા કરવાનું સપનું જોતા દરેક યુવાન માટે આ સુવર્ણ અવસર છે. ગુજરાત પોલીસમાં મોટી ભરતી જાહેર: 
🔹 લોકરક્ષક કેડરની કુલ 12,752 જગ્યાઓ
• બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ – 8,233
• હથિયારી પોલીસ કોન્સ્ટેબલ – 1,132
• SRPF કોન્સ્ટેબલ – 3,107 
🔹 બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર – 225 આ માત્ર નોકરી નથી, આ સમાજની સુરક્ષાની જવાબદારી છે. આજથી જ તૈયારી શરૂ કરો: વહેલી સવારની દોડ, નિયમિત કસરત અને રોજનો અભ્યાસ. દરેક દિવસ મહત્ત્વનો છે. તમારી મહેનત અને લાયકાત જ તમારું ભવિષ્ય નક્કી કરશે. કોઈ પણ વચેટિયા કે લાલચ આપનારથી સાવધાન રહેજો. #GujaratPolice #PoliceBharti #LRD #PSI

    — Harsh Sanghavi (@sanghaviharsh) November 24, 2026

     

    ખાખી વર્દી પહેરીને ગુજરાતની સેવા કરવાનું સપનું જોતા યુવાનો માટે આ એક ઉત્તમ અવસર છે. હર્ષ સંઘવીએ યુવાનોને આજથી જ શારીરિક અને લેખિત પરીક્ષાની તૈયારી શરૂ કરવા તેમજ કોઈપણ વચેટિયા કે લાલચ આપનારાઓથી સાવધાન રહેવા અપીલ કરી છે.

    જામનગરમાં ખાખી પર જીવલેણ હુમલો, બાચકાની તપાસ કરતાં જ પોલીસ પર પથ્થરમારો, કોન્સ્ટેબલ લોહીલુહાણ

    જો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પણ એક ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે, લોકરક્ષક કેડરની ભરતી અંગેની જાહેરાત (નોટિફિકેશન) સત્તાવાર રીતે OJAS કે ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી નથી. તેમ છતાં કેટલાક WhatsApp ગ્રુપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભરતીની ખોટી જાહેરાતો અને ફેક નોટિફિકેશન ફરતું થયું છે. આથી ઉમેદવારોને આવી કોઈપણ ખોટા નોટિફિકેશન કે દસ્તાવેજ જોવા મળે તો તેને તાત્કાલિક ડિલીટ કરવા અને તેના આધારે કોઈ તૈયારી કે પ્રક્રિયા ન કરવા સૂચના આપવામાં આવી છે.

     

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ઉમેદવારોને સોશ્યલ મિડીયામાં ફરતા Fake Document / Fake જાહેરાત અંગે ચેતવણીઃ https://t.co/0bMu8XznL0

    — Gujarat Police Recruitment Board Official (@GPRB_GNR) November 24, 2026

     

    વધુમાં ભરતી બોર્ડે જણાવ્યું હતું કે, ઉમેદવારોએ પોતાની તૈયારી માત્ર સત્તાવાર અને અધિકૃત જાહેરાત મુજબ જ કરવી. ભરતી અંગેની સાચી માહિતી માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gprb.gujarat.gov.in પર જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે.

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટ મુજબ ગુજરાત પોલીસ ભરતીની ખાલી જાહેરાત કરવામાં આવી છે કે 12752 જગ્યાઓ માટે ભરતી કરવાની છે, પણ તેના ફોર્મ ક્યારે ભરાવાના શરૂ થશે અને કેટલા રૂપિયા ફી ચુકવવાની રહેશે સહિતનું સંપૂર્ણ નોટિફિકેશન હજી જાહેર કરવામાં આવ્યું નથી. એટલા માટે ભરતી બોર્ડ દ્વારા યુવાનોને ખોટા નોટિફિકેશનને શેર ન કરવા અને ડિલીટ કરવા ભરતી બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે.
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Gujarat News