SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મોંઘવારીનો મોટો ઝટકો! અદાણી ગેસે સામી દીવાળીએ એક ઝટકે CNGના ભાવમાં તોતિંગ વધારો ઝીંક્યો, જાણો CNGનો લેટેસ્ટ ભાવ

Adani Gas Increased CNG Price: નવરાત્રી પતી અને હવે દીવાળી ઢૂંકડી છે. પરંતુ તે પહેલા જ ગુજરાતીઓને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 4.45 રૂપિયા જેટલો વધારો ઝીંકવામાં આવ્યો છે. છેલ્લા અઢી મહિનામાં સીએનજીના ભાવમાં 8 રૂપિયા જેટલો વધારો થયો છે.

Written By Viral Raval
Published: Oct 23, 2026, 09:18 AM IST | Updated: Oct 23, 2026, 11:13 AM IST
Join

એકબાજુ વૈશ્વિક સ્તરે અનેક ઠેકાણે યુદ્ધની સ્થિતિ, હોર્મુઝ સ્ટ્રેટમાં હજુ પણ તણાવ યથાવત જેવા પરિબળો વચ્ચે જેની ચિંતા હતી તે જોવા મળી રહ્યું છે. સામી દીવાળીએ અદાણી ગેસ દ્વારા એકવાર ફરીથી સીએનજીમાં ભાવ વધારો  ઝીંકવામાં આવ્યો છે. પ્રતિ કિલો ભાવમાં 4.45 રૂપિયાનો વધારો થયો છે.

CNGના લેટેસ્ટ ભાવ

અમદાવાદ: એક્સપ્રેસ હાઈવે પરથી 25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ફિલ્મી ઢબે ગોઠવેલા ટ્રેપમાં ઝડપાયા કુખ્યાત ડ્રગ્સ પેડલરો

કેમ અચાનક થયો ભાવ વધારો?

અદાણી ગેસ દ્વારા સીએનજીમાં પ્રતિ કિલો પોણા પાંચ રૂપિયા જેટલો ભાવ વધારો કરાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ મોંઘો થવા અને પશ્ચિમ એશિયાના તણાવને કારણે આ ભાવવધારો કરવામાં આવ્યો છે. સીએનજી મોંઘો થતાં લોકલ ટ્રાન્સપોર્ટેશન પ્રભાવિત થશે અને રિક્ષા-કેબ ચાલકો દ્વારા ભાડાં વધારવાની માંગ થઈ શકે છે.

બીજા ત્રિમાસિકમાં શાનદાર નફો

અદાણી ટોટલ ગેસના જાહેર થયેલા ત્રિમાસિક પરિણામો મુજબ કંપનીનો ચોખ્ખો નફો 5.9 ટકા વધીને ₹173 કરોડ થયો છે. 

પાછું વાવાઝોડું? બંગાળની ખાડીમાં ભારે હલચલ, લો પ્રેશર બનવાની સંભાવના, 11 રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો

સાઉદી અરબ પર વધતા હુમલાઓ અને દુનિયાને ઓઈલ સપ્લાય ખોરવાય એવી આશંકાના પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ એક સપ્તાહની સૌથી મોટી તેજી જોવા મળી છે. જેનાથી ભારત જેવા દેશોમાં મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવ પર દબાણ રહેવાનું જોખમ તોળાઈ રહ્યું છે. એટલે કે આવનારા  દિવસોમાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો ઝીંકાય  તો નવાઈ નથી. અત્રે જણાવવાનું કે એક બેરલ ક્રૂડ ઓઈલના ભાવમાં 10 ડોલરનો વધારો થવાના કારણે કંપનીઓને લગભગ 6 રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન થાય છે. ઈરાન અને અમેરિકા યુદ્ધથી અત્યાર સુધીમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 85 ટકાથી વધુનો વધારો થઈ ચૂક્યો છે. આમ છતાં જો કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના  ભાવ ફક્ત 8.50 રૂપિયા જેટલા વધ્યા છે.

ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ 113 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયુ હતું. જ્યારે અમેરિકી ક્રૂડ ઓઈલ WTI લગભગ 99 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત તેજી રહેવાથી ભારત જેવા મોટાભાગે આયાત કરતા દેશોને ફટકો પડી શકે છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES