SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સોશિયલ મીડિયાની તાકાત: એક ટ્વીટથી ગુજરાતના આ ગામડાને મળી 15 લાખની ગ્રાન્ટ, આદિવાસી યુવાનોના સપના થશે સાકાર!

Navsari News: એક ટ્વીટ... અને માત્ર એક અઠવાડિયામાં 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર...જી હા, સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર મનોરંજન કે વિવાદ માટે જ નહીં, પરંતુ સમાજમાં પરિવર્તન લાવવા માટે પણ થઈ શકે છે, તેનું ઉત્તમ ઉદાહરણ નવસારીના વાંસદા તાલુકાના વાંદરવેલા ગામમાં જોવા મળ્યું છે. જ્યાં એક નાનકડી લાઈબ્રેરી હવે આધુનિક ડિજિટલ સેન્ટર બનવા જઈ રહી છે. શું છે સમગ્ર મામલો?

Written By Kinjal Patel
Published: Nov 12, 2026, 09:36 PM IST | Updated: Nov 12, 2026, 09:44 PM IST
Join

ધવલ પારેખ/નવસારી: આ છે વાંદરવેલા ગામની એ લાઈબ્રેરી...જ્યાં પુસ્તકોના પાને પાને અનેક યુવાનોના ભવિષ્યની કહાની લખાઈ રહી છે. માત્ર 700 પુસ્તકો સાથે શરૂ થયેલી આ લાઈબ્રેરી આજે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ બની છે. અને પરિણામ પણ એવું કે છેલ્લા છ વર્ષમાં અહીંથી અભ્યાસ કરીને 29 વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી સરકારી નોકરી મેળવી ચૂક્યા છે.

અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ગંભીર બેદરકારી: ઉડાનના એક કલાક પહેલાં જ નાસિકની ફ્લાઇટ રદ થતાં મુસાફરો રઝળી પડ્યા

29 વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી સરકારી નોકરી મેળવી ચૂક્યા છે

બદલાતા સમય સાથે લાઈબ્રેરીને પણ આધુનિક બનાવવાની જરૂરિયાત ઊભી થઈ. સવાલ હતો સંસાધનોનો... અને આર્થિક મુશ્કેલી સામે ગામના લોકો લાચાર હતા. ત્યારે ગામના જ વતની અને લીમઝર PHCમાં ફરજ બજાવતા ડૉ. સત્યેન પટેલે શોધ્યો અનોખો રસ્તો...તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીની પોસ્ટ પર રિપ્લાય કરીને લાઈબ્રેરી માટે ડિજિટલ સેન્ટર ઊભું કરવાની મદદ માગી અને પછી જે થયું તે ખરેખર સોશિયલ મીડિયાની તાકાત દર્શાવે છે...કલેક્ટરે માત્ર અડધા કલાકમાં જ પ્રતિસાદ આપ્યો અને અઠવાડિયાની અંદર પોતાની ગ્રાન્ટમાંથી 15 લાખ રૂપિયાની સહાય મંજૂર કરી દીધી.

લાઈબ્રેરીમાં કોમ્પ્યુટર, આધુનિક ફર્નિચર, સ્માર્ટ પુસ્તકો RO પ્લાન્ટ, સોલર સહિત બિલ્ડિંગનું અપગ્રેડેશન કરાશે

હવે આ ગ્રાન્ટથી લાઈબ્રેરીમાં કોમ્પ્યુટર, આધુનિક ફર્નિચર, સ્માર્ટ પુસ્તકો, આર.ઓ. વોટર પ્લાન્ટ, સોલર પેનલ સહિત બિલ્ડિંગનું અપગ્રેડેશન કરવામાં આવશે. એટલે કે, હવે વાંદરવેલાના આદિવાસી વિદ્યાર્થીઓને ગામમાં જ આધુનિક ડિજિટલ સુવિધાઓ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીથી લઈને ટેક્નોલોજીના જ્ઞાન સુધી. પ્રગતિના નવા દરવાજા ખુલશે.

અંબાલાલ પટેલની આગાહી: 18 નવેમ્બરે બનશે વાવાઝોડું, ગુજરાતના આ જિલ્લાઓમાં 21 થી 27 નવેમ્બર સુધી માવઠાની શક્યતા

વાંદરવેલાની આ ઘટના એક નવો સંદેશ

આજે જ્યારે સોશિયલ મીડિયાના દુરુપયોગની ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે વાંદરવેલાની આ ઘટના એક નવો સંદેશ આપે છે. એક ટ્વીટ માત્ર સરકારનું ધ્યાન જ ખેંચી શકે એવું નથી, પરંતુ સેંકડો બાળકોના ભવિષ્યની દિશા પણ બદલી શકે છે. અહીં 15 લાખ રૂપિયાની ગ્રાન્ટથી માત્ર લાઈબ્રેરીનું બિલ્ડિંગ નહીં બદલાય. બદલાશે આદિવાસી બાળકોના સપનાઓની ઊંચાઈ. કારણ કે, સાચો વિકાસ ત્યારે કહેવાય, જ્યારે શહેરોની સાથે ગામડાંના બાળકોને પણ તક મળે. વાંદરવેલાની આ લાઈબ્રેરી હવે માત્ર પુસ્તકોનું ઘર નથી... પરંતુ આદિવાસી યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની નવી આશા છે.

બગદાણા ગુરુ આશ્રમ ખાતે ફરી એકવાર વિરોધના સૂર ઉઠ્યા: રોજીરોટી છીનવાઈ રહી હોવાના આક્ષેપ સાથે હવે મહિલાઓ મેદાને...

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES