SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દિવાળીમાં ગુજરાત ટૂરિઝમની ‘ગોલ્ડન સીઝન’: 90 લાખ પ્રવાસીઓએ સ્થાનિક અર્થતંત્રમાં 1200 કરોડ ઠાલવ્યા

Gujarati News: દિવાળી માત્ર ઘરમાં જ સજાવટ અને નવી ઊર્જા નથી લાવતી, પણ ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ માટે કમાણીની આખી 'ગોલ્ડન સીઝન' લઈને આવે છે. તહેવારોની રજાઓમાં રાજ્યભરમાં ઊમટી પડતા અંદાજે 90 લાખ પ્રવાસીઓ સ્થાનિક અર્થતંત્રમાં 1200 કરોડનું ધમધોકાર ભંડોળ ઠાલવે છે. આ કોઈ માત્ર મોટા ફાઇવ-સ્ટાર બિઝનેસનો આંકડો નથી, આમાં લક્ઝરી હોટેલ્સના રૂમથી લઈને મંદિરની બહાર પ્રસાદ વેચતા નાના વેપારી અને હાઇવે પર ચા-નાસ્તો કરાવતા ધાબાવાળા સુધીના દરેક નાના-મોટા રોજગારનો હિસ્સો સમાયેલો છે.

Written By Kinjal Patel
Published: Nov 06, 2026, 11:34 AM IST | Updated: Nov 06, 2026, 11:44 AM IST
Join

Gujarati News: દિવાળીના દિવસોમાં ગુજરાતના પ્રખ્યાત ધાર્મિક સ્થળો પર ભાવિકોનું ઘોડાપૂર ઊમટે છે. ધનતેરસથી ભાઈબીજ સુધીના ગણતરીના દિવસોમાં જ 4.65 લાખ ભક્તોએ કાળિયા ઠાકોરના દર્શન કર્યા હતા. રજાઓમાં 3.50 લાખથી વધુ યાત્રાળુઓ પહોંચ્યા. સ્થિતિ એ હતી કે તમામ ગેસ્ટહાઉસ પેક થઈ ગયા હતા અને મુખ્ય મંદિરથી દૂર બનાવેલા વધારાના પાર્કિંગ પણ નાના પડ્યા હતા. ચાર દિવસના ટૂંકા ગાળામાં આશરે 7 લાખ ભાવિકોએ મા ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.

Gold Rate Today: આજે ધનતેરસના દિવસે સવાર સવારમાં ધડામ થયા સોના-ચાંદી, ઘટેલા ભાવે ખરીદી કરવા ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

રાજ્યના મોર્ડન ટૂરિઝમ સ્પોટ્સ પર પણ ભારે ભીડ જોવા મળી

માત્ર ધાર્મિક સ્થળો જ નહીં, પણ રાજ્યના મોર્ડન ટૂરિઝમ સ્પોટ્સ પર પણ ભારે ભીડ જોવા મળી હતી. પાંચ દિવસમાં 2 લાખથી વધુ લોકોએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લીધી. જંગલ સફારી પાર્કમાં રોજના અંદાજે 10 હજાર અને ચિલ્ડ્રન પાર્કમાં 5 હજાર મુલાકાતીઓ નોંધાયા હતા. વેકેશન દરમિયાન સરથાણા નેચર પાર્કમાં 81,119 સૈરફાટા પ્રેમીઓએ મુલાકાત લેતા પાર્કને રૂ. 22.95 લાખની આવક થઈ હતી.

વર્ષ દર વર્ષે વધતો પ્રવાસીઓનો આંકડો

ગુજરાત સરકારના અધિકૃત આંકડા દર્શાવે છે કે રાજ્યના મુખ્ય 16 પ્રવાસન સ્થળોએ તહેવારોમાં ભારે ભીડનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. વર્ષ 2023 (દિવાળી વેકેશન) દરમિયાન 43 લાખનો આંકડો પાર કર્યો હતો, જ્યારે વર્ષ 2024 (દિવાળી વેકેશન)માં 61.70 લાખ લોકો પ્રવાસી બન્યા હતા.

ભાવ ઘટ્યા છતાં બજારોમાં જોરદાર મંદી! ધનતેરસના પર્વે આજે અમદાવાદમાં 150 કરોડથી વધુનું સોનું-ચાંદી ખરીદશે

વર્ષ 2024ના આંકડા પર નજર કરીએ તો દ્વારકામાં 13 લાખ મુલાકાતીઓ, અંબાજીમાં 12 લાખ, સોમનાથમાં 8.96 લાખ, પાવાગઢમાં 8.92 લાખ, કાંકરિયા લેકફ્રન્ટ (અમદાવાદ)માં 5.50 લાખ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતાનગર)માં 4.90 લાખ મુલાકાતીઓ નોંધાયા હતા. કુલ પ્રવાસીઓમાંથી બે-તૃતીયાંશથી વધુ હિસ્સો માત્ર દ્વારકા, અંબાજી, સોમનાથ અને પાવાગઢ જેવા ચાર મુખ્ય યાત્રાધામોનો રહ્યો હતો.

રાજ્યના GDPમાં પ્રવાસનનું મોટું પ્રદાન

'વાઇબ્રન્ટ ગુજરાત'ની વિગતો મુજબ, વર્ષ 2025 દરમિયાન રાજ્યમાં કુલ 22.28 કરોડ પ્રવાસીઓની મુલાકાત નોંધાઈ હતી, જેમાં 23.39 લાખ વિદેશી મુલાકાતીઓનો પણ સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાતના કૂલ ઘરેલુ ઉત્પાદનમાં પ્રવાસન ક્ષેત્રનો ફાળો આશરે 6.95 ટકા રહ્યો હતો. નાણાકીય દ્રષ્ટિએ આંકડો મૂકીએ તો, આખા વર્ષ દરમિયાન રાજ્યના અર્થતંત્રમાં ટૂરિઝમ સેક્ટરે રૂ.1.86 લાખ કરોડનું ભવ્ય યોગદાન આપ્યું છે.

સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ: ભાજપમાં આંતરિક બળવા અને હોર્સ ટ્રેડિંગની આશંકા

પ્રવાસીદીઠ ખર્ચ 

દિવાળી સીઝનના આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો, સ્થાનિક બજારમાં પ્રવાસીદીઠ સરેરાશ રૂ. 1, 333નો વેપાર થાય છે. આટલી મોટી સંખ્યામાં લોકો જ્યારે એકસાથે રોડ પર નીકળે છે, ત્યારે પ્રવાસન કેન્દ્રોની ટિકિટોની ઉપલબ્ધતા અને યાત્રાધામોમાં રહેવાની જગ્યા પર તેની સૌથી મોટી અસર જોવા મળે છે. આમ છતાં, દિવાળીનો આ પર્વ ગુજરાતના સ્થાનિક વેપારીઓ માટે સમૃદ્ધિની નવી આશા લઈને આવે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES