SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમદાવાદમાં નવરાત્રિની રાતે લોહીયાળ જંગ: ગરબા રમીને પરત ફરતા 28 વર્ષીય યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા

નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે અને લોકો મોડી રાત સુધી ગરબા રમે છે. આ વચ્ચે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. ગરબાના ચોકમાં એક 28 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે.

Written By Gokani Dhaval
Published: Oct 18, 2026, 04:14 PM IST | Updated: Oct 18, 2026, 04:17 PM IST
Image Credit: ડાબી તરફ મૃતક, જમણી તરફ હત્યાના બંને આરોપી
Join

બે મહિના સુધી બધું જ શાંત હતું...એ વ્યક્તિ અમદાવાદમાં પણ નહોતો...પણ જેવો એ પગ મૂકે છે, ગરબા રમવા જાય છે...ત્યાં જ તેને ઘેરી લેવામાં આવે છે! હા, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નવરાત્રિની રાતે ગરબાના ચોકમાં જ એક 28 વર્ષના યુવકને નિશાન બનાવવામાં આવ્યો..શું કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો? જુઓ અંદરની પૂરી હકીકત...

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યા


અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા અમરાઈવાડીના ગુલાબનગરમાં નવરાત્રિની એ રાત ક્યારેય ન ભુલવા જેવી કાળરાત્રિ બની ગઈ...ફોટોમાં દેખાતા આ હસતા ચહેરાને જુઓ...આ છે 28 વર્ષીય વિકેશ હરિસિંહ ગુર્જર. ત્રિકમલાલ ભોગીલાલની ચાલીમાં રહેતો વિકેશ લિફ્ટ રીપેરીંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.તે બે મહિના સુધી રાજસ્થાન ખેતીકામ માટે ગયો હતો, અને શનિવારે જ અમદાવાદ પરત ફર્યો હતો...તેને ક્યાં ખબર હતી કે જે ગરબાના ચોકમાં તે ખુશી-ખુશી રાસ રમવા જઈ રહ્યો છે, ત્યાં જ મોત તેનો ઈન્તઝાર કરી રહ્યું છે!

ગરબા રમીને આવી રહ્યો હતો ત્યારે થયો હુમલો


વિકેશ જ્યારે તેના મિત્ર અભિષેક સાથે ગરબા જોઈને પરત ફરી રહ્યો હતો, ત્યારે જ જૂની અદાવત રાખીને બેઠેલા ચાર શખ્સો કાળ બનીને ત્રાટક્યા...સામાન્ય બોલાચાલી બાદ આરોપીઓએ ગરબાના ચોકમાં જ વિકેશ પર ચાકૂથી જીવલેણ હુમલો કરી દીધો. લોહીલુહાણ હાલતમાં વિકેશને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખસેડાયો, પણ વહેલી સવારે તેની જિંદગીનો દીવો કાયમ માટે બુઝાઈ ગયો...વિકેશના મોતના સમાચાર મળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે...

આ પણ વાંચોઃ 1700 ફૂટ ઊંડી ખીણમાં મોતની છલાંગ... ભાવનગરના યુવકે મહારાષ્ટ્રમાં કર્યો આપઘાત

પોલીસ પહોંચી ઘટનાસ્થળે


ઘટનાની ગંભીરતા જોતા જ અમરાઈવાડી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બે મહિના પહેલા રોહિત ઉર્ફે ગાંડો અને મદન રાજપૂત સાથે વિકેશને સામાન્ય ઝઘડો થયો હતો...બસ, આ જ ઝઘડાની ખાર રાખીને હિસ્ટ્રીશીટર રોહિત અને તેના સાગરીતોએ આ ખૂની ખેલ ખેલ્યો...ચોંકાવનારી વાત એ છે કે મુખ્ય આરોપી રોહિત સામે ભૂતકાળમાં તડીપાર ભંગ જેવા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે મદન પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે.

નવરાત્રિના તહેવારમાં હત્યા


નવરાત્રિ જેવા પવિત્ર તહેવારમાં ગરબાના ચોકમાં હત્યા કરીને કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડનારા આ નરાધમોને પકડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, અમદાવાદ પોલીસ આ તડીપાર ગુંડાઓને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે, અને આ માસૂમ પરિવારને ક્યારે ન્યાય મળે છે...

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES