SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ફિલ્મીઢબે પકડાયા કુખ્યાત ડ્રગ્સ માફિયા: ચોકલેટ અને ડ્રિંકના પેકેટમાં છૂપાવીને લવાતું 22.65 કરોડનું હેરોઈન અને MD ડ્રગ્સ જપ્ત

Ahmedabad News: ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ પર સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીનો સૌથી મોટો આઘાત આપ્યો છે. સવા વર્ષની લાંબી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ બાદ અમદાવાદના એક્સપ્રેસ હાઈવે પરથી 25.5 કરોડ રૂપિયાની તોતિંગ કિંમતના હેરોઈન અને એમ.ડી. ડ્રગ્સ સાથે દિલ્હી અને મેરઠના ત્રણ કુખ્યાત માફિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગેંગ અફઘાનિસ્તાનથી ડ્રગ્સ મંગાવીને ગુજરાત સહિત દેશના 7 થી 8 રાજ્યોમાં સપ્લાય કરે એ પહેલા જ પોલીસ ના હાથ પકડાય ગયા છે આ રેકટ ના મૂળ સુધી પોહ્ચવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Written By Kinjal Patel
Published: Oct 22, 2026, 05:36 PM IST | Updated: Oct 22, 2026, 05:43 PM IST
Join

ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત અને ભારત ના અન્ય રાજ્ય યુવાધન ને બરબાદ કરતા ડ્રગ્સના મોટા સોદાગરોને પકડવા માટે ગુજરાત પોલીસ છેલ્લા સવા વર્ષથી એક ગુપ્ત મિશન પર કામ કરી રહી હતી. આખરે સુરત અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમે એક સચોટ બાતમીના આધારે અમદાવાદના CTM ટોલનાકા પાસે રામોલ હદ વિસ્તારમાં એક મહિન્દ્રા XUV ગાડીને ઘેરીને પકડી પાડી હતી. આ ગાડીની તપાસ કરતા કાર ની સીટ ની અંદર ચોર ખાનુ બનાવેલી જગ્યા પર અંદરથી ચોકલેટ અને ડ્રિંક્સના પેકેટમાં સંતાડેલો કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ ડ્રગ્સ કાર્ટલ પાછળ કયા મોટા ચહેરાઓ છે તેને લઇ ને પણ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.

માત્ર ત્રણ દિવસમાં જ સર્વાનુમતે ચૂંટાયેલા પ્રમુખ સામે બળવો! આ નગરપાલિકામાં ભાજપના બે જૂથો સામસામે, 17 સભ્યોએ પત્ર લખતાં ખળભળાટ

પોલીસે ત્રણ કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી
જો સમગ્ર ઓપરેશ ની ઘટનાક્રમ ની વાત કરવા માં આવે તો સવા વર્ષ પહેલા સુરત પોલીસે એક ડ્રગ્સ નો મુદામાલ પકડ્યો હતો તેના મૂળ સુધી પોહ્ચવા માટે થી  સુરત અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને છેલ્લા સવા વર્ષથી બાતમી મળી રહી હતી કે દેશમાં સક્રિય એક મોટું ડ્રગ્સ કાર્ટલ ગુજરાતમાં મોટો જથ્થો ઘૂસાડવાની ફિરાકમાં છે. પોલીસને મહિન્દ્રા XUV ગાડીનો કલર અને રૂટની ચોક્કસ માહિતી મળી ચૂકી હતી. જેવી આ કાર CTM ટોલનાકા પાસેથી પસાર થઈ, તેવી જ સંયુક્ત ટીમે તેને ફિલ્મીઢબે ઝડપી લીધી. પોલીસે ગાડીમાંથી ૪,૫૩૧.૨૨૦ ગ્રામ હેરોઈન જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂ. ૨૨.૬૫ કરોડ થાય છે અને ૨,૪૯૭.૪૯૦ ગ્રામ એમ.ડી. મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત અંદાજે રૂ. ૨.૯૯ કરોડ થાય છે જપ્ત કર્યું છે આમ કાર, મોબાઈલ અને ડ્રગ્સ સહિત કુલ રૂ ૨૫,૭૧,૯૯,૩૪૦ નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ મામલે પોલીસે ત્રણ કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી છે

કફીલઅહેમદ ઉર્ફે જાવેદ અન્સારી મુખ્ય આરોપી 
આ ઓપરેશનમાં પકડાયેલા ત્રણેય આરોપીઓ ખૂબ જ ખતરનાક ગુનેગાર છે જેમાં કફીલઅહેમદ ઉર્ફે જાવેદ અન્સારી જે મુખ્ય આરોપી છે, જેનું ઉમર 59 છે. સાઉથ દિલ્હી, મૂળ યુપી નો રહેવાસી છે  આ ગેંગનો મુખ્ય માસ્ટરમાઇન્ડ છે. તે અગાઉ વર્ષ ૨૦૧૪ માં જયપુરમાં ૧૮ કિલો ચરસ, વર્ષ ૨૦૧૫ માં ૩ કિલો અલ્ટ્રાઝોમ અને ગુજરાત NCB માં એમ્ફેટામાઇન કેસમાં પકડાઈ ચૂક્યો છે. આ તમામ કેસોમાં તેને કુલ ૪૫ વર્ષની સજા થયેલી છે અને તે હાલ જામીન પર બહાર હતો. ત્યારે ફરી એમ.ડી. ડ્રગ્સ રાજસ્થાનના ભવાનીમંડીના શકીલમોહમ્મદ પાસેથી ખરીદ્યું હતું  બીજો આરોપી તિફલે નૌખેઝ જેની ઉમર  ૪૪ અને સાઉથ દિલ્હી, મૂળ યુપીનો રહેવાસી છે. આ આરોપી અગાઉ પંજાબના અમૃતસર તથા દિલ્હી સ્પેશિયલ સેલમાં ૩૩૦ કિલો અને ૫૪ કિલો હેરોઈનના કેસોમાં અફઘાનિસ્તાનના નાગરિકો સાથે પકડાઈ ચૂક્યો છે. તેણે અફઘાનિસ્તાનના કંધહારમાં રહેતા રહેમત ગુલ નામના શખ્સ પાસેથી આ હેરોઈન મંગાવ્યું હતું અને આ પકડાયેલી XUV ગાડી તેની જ માલિકીની છે.

પ્રદ્યુમ્ન વાજા અને રીવાબા જાડેજાનો શિક્ષણમાં સુધારા કરવાના બદલે 'મોઢું બંધ' કરવાનો પ્રયાસ, હવે સંઘવીની થશે એન્ટ્રી

ત્રીજા આરોપી મોહમ્મદ ઇમરાન ઉર્ફે રાજા જેની ઉમર ૪૨ અને  મેરઠ દિલ્હી ખાતે નો રહેવાસી છે  તે અગાઉ છેડતી, મારામારી અને છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલો છે. તે કેટરિંગ અને ડ્રાઇવિંગ કરતો હતો અને ડ્રગ્સની હેરાફેરીમાં પાયલોટિંગ તેમજ મદદ કરતો હોવાનું પોલીસ તપાસ માં સામે આવ્યું છે

પરિવારને ગાડીમાં સાથે રાખીને ટ્રાવેલિંગ કરતા
પોલીસ તપાસમાં આ કેસ માં એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે જેમાં  જરૂરિયાત મંદ યુવતીઓનો ઉપયોગ ડ્રગ્સ હેરાફરી માટે કરવા માં આવતો હતો જેના થી પોલીસ ને ચેકીંગ દરમિયાન શંકા ન જાય અને પોલીસ ટ્રેક ન કરી શકે એ માટે થી ઝાગી એપ ઉપયોગ માં લેતા હતા પોલીસ પૂછપરછમાં ડ્રગ્સ માફિયાઓની અત્યંત ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ ગેંગ પોલીસની નજરથી બચવા માટે ઝાંગી એપ નો ઉપયોગ કરતી હતી, જેથી પોલીસ લોકેશન કે ટ્રેસ ન થઈ શકાય. આ માફિયાઓ ડ્રગ્સ સપ્લાય કરવા માટે અગાઉ યુવતીઓનો ઉપયોગ કરતા હતા. તેઓ પહેલા છોકરીઓને મોકલતા અને બાદમાં પરિવારને ગાડીમાં સાથે રાખીને ટ્રાવેલિંગ કરતા જેથી પોલીસને કે ચેકિંગમાં કોઈને જરાય શંકા ન જાય. આ વખતે માલનો જથ્થો ખૂબ મોટો હતો અને આગામી તહેવારોમાં સપ્લાય કરવાનો હોવાથી તેઓ જાતે આવ્યા હતા.

આ ડ્રગ્સ કાર્ટલ માત્ર ગુજરાત કે દિલ્હી પૂરતું મર્યાદિત નથી
તેઓએ હેરોઈન અને એમ.ડી. ડ્રગ્સને ઇન્સ્ટન્ટ ડ્રિંક, ચોકલેટ અને રેઇઝન્ટ્સના પેકેટોમાં એવી રીતે છુપાવ્યું હતું કે કોઈ પકડી ન શકે. આ જથ્થો રાજકોટમાં રહેતા  અસલમ નામના શખ્સે મંગાવ્યો હતો, જેને પહોંચાડવા માટે તેઓ અમદાવાદ આવી રહ્યા હતા આ ડ્રગ્સ કાર્ટલ માત્ર ગુજરાત કે દિલ્હી પૂરતું મર્યાદિત નથી, પરંતુ આ માફિયાઓ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર અને દિલ્હી ૭ થી ૮ રાજ્યોમાં છેલ્લા 10 થી 12 વર્ષથી સક્રિય રહીને ડ્રગ્સ સપ્લાય કરતા હતા અને આ પકડાયેલ ડ્રગ્સ નો જથ્થો માત્ર ગુજરાતના સાતથી આઠ જિલ્લાઓ માટે મોકલવામાં આવ્યું હતું.

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: સાઉદી અરબમાં હૂતી વિદ્રોહીઓના હુમલામાં ભારતીયનું મોત, અમિત શાહના રાહુલ ગાંધી પર આકરા પ્રહાર, ડ્રગ્સના દૂષણ સામે સ્ટ્રાઈક

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિપ્ટો કરન્સીમાં નાણાકીય વ્યવહાર કરતા હોવાનું સામે આવ્યું..
આ માફિયાઓ ડ્રગ્સ ખરીદવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિપ્ટો કરન્સીમાં નાણાકીય વ્યવહાર કરતા હોવાનું સામે આવ્યું છે, જેની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ આ કૌભાંડમાં ટેરર ફંડિંગ સંડોવાયેલું છે કે કેમ અને તેમની બેનામી મિલકતો કઈ-કઈ છે, તેની પણ સઘન તપાસ કરવામાં આવશે સાથે જ ગુજરાત પોલીસ સવા વર્ષની સખત મહેનત પછી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધારાને સળિયા પાછળ ધકેલી દીધા છે. આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા રાજકોટ અને અન્ય રાજ્યોના અન્ય મોટા ચહેરાઓ પણ કાયદાના સકંજામાં આવી શકે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES