Gold Rate: સોનાના ભાવ ફરી એકવાર આજે ઘટ્યા છે, સોનાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે પણ MCX પર સોનાનો ભાવમાં ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં દબાવ બનેલો છે, અમેરિકામાં વ્યાજ દરને લઈ થનારી બેઠક પર રોકાણકારો એલર્ટ છે. એવામાં જો તમે ધનતેરસ, દિવાળી કે લગ્ન માટે સોનાના ઘરેણા ખરીદવાની તૈયારી કરી રહ્યા છો તો, ચાલો 23 ઓગસ્ટના ભાવ વિશે જાણીએ.
23 ઓક્ટોબરે સ્થાનિક બજારમાં સોનાના ભાવ ઘટ્યા. 24 કેરેટ સોનાનો ભાવ 22 ઓક્ટોબરના ટ્રેડિંગ દિવસની સરખામણીમાં 0.61 ટકા ઘટીને 10 ગ્રામ દીઠ 142750 રૂપિયા થયો.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ સોનાના વાયદાના ભાવ ઘટ્યા. સોનું 0.66 ટકા ઘટીને 10 ગ્રામ દીઠ 142680 રૂપિયા થયું.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવ નબળા પડ્યા. ગુરુવારે, સ્પોટ ગોલ્ડ 2.2 ટકા ઘટીને 4051.55 ડોલર પ્રતિ ઔંસ થયું. આ બે અઠવાડિયાથી વધુ સમયનો સૌથી લોઅર લેવલ હતો.
દેશભરના વિવિધ શહેરોમાં સોનાના ભાવમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે. શહેર, ઝવેરી, મેકિંગ ચાર્જ અને દાગીના ખરીદતી વખતે લાગુ પડતા કરના આધારે અંતિમ ભાવ બદલાઈ શકે છે. 23 ઓક્ટોબરે મુખ્ય શહેરોમાં સોનાના તાજેતરના ભાવ નીચે મુજબ છે.
24 કેરેટ સોનાનો ભાવ – 10 ગ્રામ દીઠ 142250 રૂપિયા
22 કેરેટ સોનાનો ભાવ – 10 ગ્રામ દીઠ 1,30,396 રૂપિયા
24 કેરેટ સોનાનો ભાવ – 10 ગ્રામ દીઠ 1,42,320 રૂપિયા
22 કેરેટ સોનાનો ભાવ – 10 ગ્રામ દીઠ 1,30,460 રૂપિયા
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડા પાછળ ઘણા કારણો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઝડપી વધારાથી ફુગાવામાં વધારો થવાની ચિંતા વધી છે. રોકાણકારો હવે 27 અને 28 ઓક્ટોબરે યોજાનારી યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પર નજર રાખી રહ્યા છે.
જો યુએસ વ્યાજ દર ઊંચા રહે અથવા રેટ ઘટાડાની અપેક્ષા નબળી રહે, તો ડોલર અને બોન્ડમાંથી વળતર આકર્ષક હોઈ શકે છે. આ સોનાની માંગ પર દબાણ લાવી શકે છે, કારણ કે સોનું નિયમિત વ્યાજ ચૂકવતું નથી. જો કે, સોનાના ભાવ આગળ કઈ દિશામાં જશે તે યુએસ સેન્ટ્રલ બેંકના નિર્ણય અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ પર આધારિત રહેશે.