• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /પ્રદ્યુમ્ન વાજા અને રીવાબા જાડેજાનો શિક્ષણમાં સુધારા કરવાના બદલે 'મોઢું બંધ' કરવાનો પ્રયાસ, હવે સંઘવીની થશે એન્ટ્રી

પ્રદ્યુમ્ન વાજા અને રીવાબા જાડેજાનો શિક્ષણમાં સુધારા કરવાના બદલે 'મોઢું બંધ' કરવાનો પ્રયાસ, હવે સંઘવીની થશે એન્ટ્રી

Gujarat Education Department : ગુજરાતમાં શાળાઓની પોલ ખુલવાના ડરે સરકાર હવે 'પોક્સો' અને 'પોલીસ'ના ઓછાયા હેઠળ છુપાઈ રહી છે. પ્રદ્યુમ્ન વાજા અને રીવાબા જાડેજાએ શિક્ષણમાં સુધારા કરવાના બદલે 'મોઢું બંધ' કરવાનો પ્રયાસ કર્યો છે. વાજા કહી રહ્યાં છે કે અમે કોર્ટના ચૂકાદાને આધારે અમલ કરાવી રહ્યાં છે પણ સરકાર રોગનો ઇલાજ કરવાના બદલે દર્દ બતાવનારની જીભ જ સીવી લેવાનો નવો કીમિયો શોધી લાવી છે! શિક્ષણ વિભાગે તાજેતરમાં બહાર પાડેલો નવો પરિપત્ર એ વાતની સાબિતી છે કે સરકારને સરકારી શાળાઓની દયાજનક સ્થિતિ કરતાં પોતાની 'ઇમેજ' ખરડાવાની ચિંતા વધારે છે. આ બતાવે છે કે શાળાઓ સુધરે કે ન સુધરે, વાસ્તવિકતા બતાવનારને જેલમાં પૂરી દો! આ સીધી બાબત છે કે રિવાબા કે પ્રધ્યુમ્ન વાજા આ મામલાને ન સંભાળી શકતાં હવે બોલ હર્ષ સંઘવીની કોર્ટમાં ગયો છે.

Written ByKaran Rajput
Published: Oct 22, 2026, 01:25 PM IST|Updated: Oct 22, 2026, 01:30 PM IST
joinshare
પ્રદ્યુમ્ન વાજા અને રીવાબા જાડેજાનો શિક્ષણમાં સુધારા કરવાના બદલે 'મોઢું બંધ' કરવાનો પ્રયાસ, હવે સંઘવીની થશે એન્ટ્રી
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Gold Price Today: દીવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, હાઈથી સોનું 32000 અને ચાંદી 1.85 જેટલા સસ્તા, જાણો આજનો ભાવ

Gold Price Today: દીવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, હાઈથી સોનું 32000 અને ચાંદી 1.85 જેટલા સસ્તા, જાણો આજનો ભાવ

2

પ્રેમ, પ્રપંચ અને પરીણિત નરાધમની હેવાનિયત! જૂનાગઢમાં સોશિયલ મીડિયા પર પ્રેમની જાળ ફેલાવી યુવતીનું શોષણ

3

Methi Side Effects: આ 4 લોકો મેથીની ભાજી ન ખાય એ જ સારું, ખાવાથી બગડી શકે છે તબિયત

4

"તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દેવા", રસ્તાનો કાંટો કાઢવા પરિણીત પ્રેમી બન્યો હેવાન, પતિ પર કુહાડીથી ખેલ્યો ખૂની ખેલ!

5

Most Healthy Roti: રાગી, જુવાર કે મલ્ટીગ્રેન કયા લોટની રોટલી ખાવી સૌથી સારી ? હેલ્ધી રોટલી વિશે મેળવો જાણકારી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Government Schools : સરકારી શાળાઓમાં ગેરકાયદે પ્રવેશ કરવો એ માટે પહેલાંથી નિયમો છે. કાયદાઓ પણ છે પણ પોસ્કો જેવી ગંભીર કલમ લગાવવાનો પરિપત્ર એ સાબિત કરી શકે છે કે શિક્ષણ વિભાગને પોલ ખોલવાનો ડર લાગી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધારે 63 હજાર કરોડનું બજેટ છતાં રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું હોવાના અનેક અહેવાલો સમાંતરે બહાર આવતા રહે છે. રાજ્યનો શિક્ષણ વિભાગ પણ હવે ગૃહ વિભાગની પાછળ છૂપાઈને કાયદાના સહારે સીધો ટાર્ગેટ કરી રહ્યો છે.

સીધા સવાલો?

  • શું ગુજરાતની શાળાઓની ખરાબ સ્થિતિ દર્શાવવી હવે ગુનો ગણાશે.  
  • શું કોઈ પણ ઘટના સમયે વીડિયો લેવાયો અને વાયરલ થાય તો ઉતારનાર સીધો જેલભેગો થશે
  • શાળાની બેદરકારીઓ બાબતે કોઈ પણ આચાર્ય વીડિયો લેવાની કે શાળામાં પ્રવેશ માટે મંજૂરી આપશે
  • હાલમાં સરકારી શાળાઓ છે કાલે આ જ પરમીશન ખાનગી શાળાઓ પણ માગશે તો શું પરમીશન મળશે
  • શું વાલીઓ કોઈ પણ ઘટના સમયે અવાજ ઉઠાવશે તો સીધા ગુનેહગાર બની જશે
  • શિક્ષણ વિભાગ શું પોતાની બેદરકારીઓ છૂપાવવા કાયદાનો સહારો લઈ રહી છે.

"ન રહેગા વાંસ, ન બજેગી બાંસૂરી"

શિક્ષણની ગુણવત્તા સુધારવા અને શાળાના માળખાકીય પ્રશ્નો ઉકેલવાના બદલે સરકારે "ન રહેગા વાંસ, ન બજેગી વાંસળી" જેવો રસ્તો અપનાવ્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. જો શાળામાં બધું જ બરાબર ચાલી રહ્યું છે, તો પછી કેમેરા અને વીડિયોગ્રાફીથી સરકાર શા માટે ડરી રહી છે?

જાણી લો પ્રધ્યુમ્ન વાજા શું કરી રહ્યાં છે બચાવ

 

શિક્ષણ વિભાગને પોલ ખૂલવાનો ડર?

આ વાત એટલી પણ સાચી છે કે બિન અધિકૃત વ્યક્તિઓએ સરકારી શાળામાં બળજબરીથી પ્રવેશ કરીને અડચણો ઉભી ના કરવી જોઈએ. સ્કૂલની બદનામી થાય એવા વીડિયો ન બનાવવા જોઈએ પણ સ્કૂલોમાં એવી  સ્થિતિ જ કેમ હોય છે કે સરકાર આ દબાવવા મજબૂર બની છે. શું તમને ડર લાગી રહ્યો છે કે શિક્ષણ વિભાગની પોલ ખૂલી જશે. દેશમાં આપ અને સીજેપી જેવી સંસ્થાઓએ શાળાઓની પોલ ખોલ જેવા અભિયાનો હાથ ધર્યા એમાં હવે આમ લોકો પણ હવે એનો ભોગ બને તો નવાઈ નહીં.

હવે શું થશે?

આજકાલ શાળાઓમાં જઈને ત્યાંની સ્થિતિ દર્શાવવી, ઘણીવાર તો પાણીમાંથી પોરા કાઢવા જેવી વસ્તુઓ દર્શાવવી એ જાણે સોશિયલ મીડિયા ટ્રેન્ડ બની ગયો છે. આ વસ્તુને રોકવા માટે રાજ્ય શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. રાજ્યની સરકારી શાળાઓમાં જઈ રાજકીય રોટલા શેકતાં બિન-અધિકૃત એટલે કે વાલી સિવાયના વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ સહિતની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 શિક્ષણ વિભાગ દ્વારા પ્રિન્સિપાલની પૂર્વ લેખિત મંજૂરી વિના બાળકોના વાલીઓ સિવાયના બિન-અધિકૃત લોકો પર રોક લગાવતો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે એમાં વાસ્તવિક સ્થિતિનું ચિત્રણ દર્શાવવું પણ મુશ્કેલ થઈ પડી શકે છે. અનધિકૃત પ્રવેશ સામે સામાન્ય કાયદા હોવા છતાં 'પોક્સો' જેવી ગંભીર કલમોની ધમકી આપવી એ ચોખ્ખી તુઘલખ શાહી  છે."

શું છે નવું ફરમાન

શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓની પર્સનલ વિગતો જાહેર નહીં કરી શકાયજેમ કે વિદ્યાર્થીઓના ફોટો, વીડિયો અથવા વ્યક્તિગત માહિતીનો એવો સંગ્રહ, પ્રકાશન અથવા પ્રસાર ન થાય, જેના કારણે તેમની ગોપનીયતા, ગૌરવ અથવા સુરક્ષાને અસર પહોંચે એનું ધ્યાન રાખવું.
પરિસરમાં પ્રવેશવા માટે પ્રિન્સિપાલની પૂર્વ લેખિત મંજૂરી ફરજિયાત લેવી. શાળા પરિસરમાં પ્રવેશ કરતાં પહેલાં મુલાકાતી રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધવાની રહેશે. 
મંજૂરી વગર પ્રવેશ કરનાર કે કામગીરીમાં વિધ્ન નાખનારની તાબડતોબ સ્થાનિક પોલીસ અને શિક્ષણ અધિકારીઓને જાણ કરાશે. કોઈ પણ બહારની વ્યક્તિએ ક્લાસરૂમ, પ્રયોગશાળા, પુસ્તકાલય, છાત્રાલય, રમતનું મેદાન, શૌચાલય અથવા વિદ્યાર્થીઓની કોઈપણ પ્રવૃત્તિ ચાલતી હોય તેવા વિસ્તારમાં આચાર્ય, શાળાના શિક્ષક અથવા અધિકૃત શાળા અધિકારીની સાથે પૂર્વ લેખિત મંજૂરીથી જ પ્રવેશ કરવો પડશે


'પોક્સો' (POCSO)ને શિક્ષણ વિભાગે હથિયાર બનાવ્યું

બાળકોના ઉત્પીડન અને રક્ષણ માટે બનેલા અત્યંત ગંભીર કાયદા (POCSO) નો ઉપયોગ પોતાની પોલ છુપાવવા માટે હથિયાર તરીકે કરવો — એ કાયદાકીય પ્રક્રિયાની ખુલ્લી મશ્કરી છે. શાળા સંચાલકો પણ સ્વીકારે છે કે પ્રવેશ માટેના નિયમો અલગ હોય, પરંતુ કોઈને રોકવા કે ડરાવવા માટે ‘પોક્સો’ની ધમકી આપવી એ સંપુર્ણપણે અયોગ્ય અને તુઘલકી ફરમાન છે. આ નિયમનો જો ભંગ કર્યો તો ભારતીય ન્યાય સંહિતા- 2023, પોક્સો એક્ટ 2012 અને આઈટી એક્ટ 2000 હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે હવે સરકારી શાળાઓમાં ઘૂસતા પહેલા વિચાર કરવો પડશે.

સરકારે કેમ કર્યો આ પરિપત્ર

રાજ્યની સરકારી શાળાઓને રાજકીય પક્ષોએ પોતાના રોટલા શેકવા માટે ઘણા સમયથી લોકપ્રિયતા મેળવવાનું સાધન બનાવી દીધુ હતું. અગાઉથી મંજૂરી વગર ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન લોકો આવી જતા હોવાની ફરિયાદો અવારનવાર મળતી હતી. જેના કારણે શિક્ષણ વિભાગે આ પગલું ભર્યું છે. આ પરિપત્ર મુજબ હવે કોઈ પણ બહારની વ્યક્તિ શાળા અધિકૃત અધિકારી સાથે પણ પૂર્વ મંજૂરી વગર શાળામાં પ્રવેશી શકશે નહીં. આ ઉપરાંત મંજૂરી વગર ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે.

ફોટોગ્રાફી કરવા આચાર્યની મંજૂરી લેવી પડશે

હવે કોઈ પણ શાળામાં પ્રવેશીને ત્યાં વિદ્યાર્થીઓ કે શિક્ષકોની વીડિયોગ્રાફી કે ફોટોગ્રાફી, કોઈનો ઈન્ટરવ્યુ કે ઓડિયો રેકોર્ડિંગ, લાઈવ સ્ટ્રિમિંગ ધડાધડ કરી શકશે.  આ માટે શાળાના આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી લેવી પડશે. આવી પ્રવૃત્તિ માત્ર કાયદેસર હેતુસર જ મંજૂર કરવામાં આવશે.જો આચાર્યની ઠીક ન લાગે તો તેઓ મુલાકાતીને પરિસર છોડવાનો આદેશ પણ આપી શકશે. 
શાળાની સુરક્ષા, ગોપનીયતા, શિસ્ત અથવા શૈક્ષણિક વાતાવરણ પર અસર થવાની શક્યતા આચાર્યને પૂરેપૂરો પાવર રહેશે કે તેઓ પ્રવેશ કરવાની મંજૂરી આપવી કે ન આપવી અથવા તો આવનાર વ્યક્તિને શાળામાંથી જવા માટે પણ કહી શકે. જો કોઈ વ્યક્તિ શાળા પરિસર છોડવાનો ઇનકાર કરે, અનધિકૃત ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી કરવાનો પ્રયત્ન કરે અથવા શાળાની કામગીરીમાં અવરોધ ઊભો કરે તો આચાર્ય તાત્કાલિક પોલીસ અથવા શિક્ષણ વિભાગના અધિકારીને જાણ કરી લાગુ પડતાં કાયદા હેઠળ કાર્યવાહી કરી શકે છે.

કેમેરા કે વીડિયોગ્રાફીથી ડરવાનું કારણ શું?

જો શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષણ, પૂરતા શિક્ષકો, પીવાનું સ્વચ્છ પાણી અને ચોખ્ખાં શૌચાલયો ઉપલબ્ધ હોય, તો પછી કેમેરા કે વીડિયોગ્રાફીથી ડરવાનું કારણ શું?  નેતાઓ, મંત્રીઓ કે અધિકારીઓ 'પ્રવેશોત્સવ' કે કેમેરા સામે પોઝ આપવા આવે ત્યારે શિસ્ત કે મંજૂરીના નિયમો નેવે મુકાઈ જાય છે પણ જો કોઈ વાલી, પત્રકાર કે જાગૃત નાગરિક તૂટેલા છત, બદબૂ મારતા શૌચાલય કે ખાલી વર્ગખંડનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી દે, તો તેના પર 'પોક્સો' અને 'BNS' જેવી ગંભીર કલમો લગાડી દેવાની ધમકી આપી રહી છે આ સરકાર!

પોતાના જ બાળક માટે આચાર્યની દયા પર નિર્ભર?

જો કોઈ પણ વાલી પોતાના બાળકની સુરક્ષા કે શાળાની સ્થિતિ જાણવા માટે જ પહોંચે, તો તેણે પણ પહેલાં ‘લેખિત અરજી’ લઈને લાઈનમાં ઊભા રહેવું પડશે! જો શાળામાં બાળક સાથે કોઈ અઘટિત ઘટના બને, તો વાલીએ આચાર્યની મંજૂરી મેળવવાની રાહ જોવાની કોઈ વીડિયો ઉતારવાનો નહીં કે કોઈ? સરકાર વાલીઓની તરફેણમાં નિર્ણય લેવાને બદલે શાળાઓની નાકામિયાબી પર પડદો પાડવા એસી ચેમ્બરમાં બેસીને સરમુખત્યારશાહી આદેશો છોડી રહી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News