• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /"તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દેવા", રસ્તાનો કાંટો કાઢવા પરિણીત પ્રેમી બન્યો હેવાન, પતિ પર કુહાડીથી ખેલ્યો ખૂની ખેલ!

"તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દેવા", રસ્તાનો કાંટો કાઢવા પરિણીત પ્રેમી બન્યો હેવાન, પતિ પર કુહાડીથી ખેલ્યો ખૂની ખેલ!

Valsad News: વલસાડના છરવાડા ગામ ખાતે પ્રેમ સંબંધ તોડી નાખવાની અદાવતમાં એક પરિણીત પ્રેમીએ પોતાની જ પૂર્વ પ્રેમિકાના પતિને રસ્તામાંથી હટાવવા માટે પ્રેમીએ પતિ પર જીવલેણ હુમલો કર્યો છે. આરોપી રાજેશે પહેલા પ્રેમિકાના પતિને ધમકી આપી અને ત્યારબાદ બંનેના સંબંધ વચ્ચેથી રસ્તાનો કાંટો કાઢવાના ઇરાદે તેના પર કુહાડી જેવા હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.

Written ByKinjal Patel
Published: Oct 22, 2026, 02:04 PM IST|Updated: Oct 22, 2026, 02:14 PM IST
joinshare
"તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દેવા", રસ્તાનો કાંટો કાઢવા પરિણીત પ્રેમી બન્યો હેવાન, પતિ પર કુહાડીથી ખેલ્યો ખૂની ખેલ!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Gold Price Today: દીવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, હાઈથી સોનું 32000 અને ચાંદી 1.85 જેટલા સસ્તા, જાણો આજનો ભાવ

Gold Price Today: દીવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, હાઈથી સોનું 32000 અને ચાંદી 1.85 જેટલા સસ્તા, જાણો આજનો ભાવ

2

પ્રેમ, પ્રપંચ અને પરીણિત નરાધમની હેવાનિયત! જૂનાગઢમાં સોશિયલ મીડિયા પર પ્રેમની જાળ ફેલાવી યુવતીનું શોષણ

3

Methi Side Effects: આ 4 લોકો મેથીની ભાજી ન ખાય એ જ સારું, ખાવાથી બગડી શકે છે તબિયત

4

"તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દેવા", રસ્તાનો કાંટો કાઢવા પરિણીત પ્રેમી બન્યો હેવાન, પતિ પર કુહાડીથી ખેલ્યો ખૂની ખેલ!

5

Most Healthy Roti: રાગી, જુવાર કે મલ્ટીગ્રેન કયા લોટની રોટલી ખાવી સૌથી સારી ? હેલ્ધી રોટલી વિશે મેળવો જાણકારી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉમેશ પટેલ/વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના રાનપાડા ગામની મહિલા તેના પતિ સાથે છરવાડામાં દેસાઈ પરિવારને ત્યાં દર વર્ષે દિવાળીની સાફસફાઈ અને ખેતીના મજૂરીકામ માટે આવતી હતી. આ દરમિયાન છરવાડાના દંતરાય ફળિયામાં રહેતા અને મજૂરીકામ કરતા પરિણીત રાજેશ બાવા પટેલ સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો. બંનેના પરિવારોને આ વાતની જાણ થતાં વિવાદ થયો હતો અને રાજેશની પત્નીએ પણ મહિલાને સંબંધ રાખવાની ના પાડી હતી.

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં ચોંકાવનારું ગુજરાત કનેકશન, આરોપીઓએ મુંબઈથી સુરત વચ્ચે છૂપાવ્યું હથિયાર?

છેલ્લા એકાદ વર્ષથી મહિલાએ રાજેશ સાથેના સંબંધો કાપી નાખ્યા હતા જે બાદ એક વર્ષ સુધી બંને વચ્ચે કોઈ પણ સંબંધો ન રહ્યા હતા એક વર્ષ બાદ પરણિત મહિલા ફરી એક વાત મજૂરી કામ અર્થે આવતા રાજેશ પટેલને ફરી એક વાર મહિલાને જોતા પ્રેમ સંબંધ યાદ આવ્યો હતો.

રાજેશે મહિલાને ધમકી આપી હતી કે "તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દેવા"
પ્રેમ સંપબંધ તૂટી જતાં ઉશ્કેરાયેલા રાજેશે મહિલાને ધમકી આપી હતી કે "તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દેવા". હુમલાના દિવસે રાજેશે મહિલાના પતિને પણ રસ્તામાં આંતરીને ધમકી આપી હતી કે તારી પત્નીને સાચવીને રાખજે. ત્યારબાદ તે જ રાત્રે રાજેશે પ્રેમિકાના ઘરે પહોંચી,પ્રેમિકાના પતિ પર કુહાડી વડે માથા, હાથ અને ગરદનના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. મહિલાની બૂમાબૂમ કરતા આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત પતિને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતો

અમદાવાદ: એક્સપ્રેસ હાઈવે પરથી 25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ફિલ્મી ઢબે ગોઠવેલા ટ્રેપમાં ઝડપાયા કુખ્યાત ડ્રગ્સ પેડલરો

આરોપીનો મનસૂબો પ્રેમિકાના પતિનો કાંટો કાઢી નાખીને પોતાના પ્રેમ સંબંધનો રસ્તો સાફ..
હાલમાં આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પતિને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. આરોપીનો મનસૂબો પ્રેમિકાના પતિનો કાંટો કાઢી નાખીને પોતાના પ્રેમ સંબંધનો રસ્તો સાફ કરવાનો હતો. પરંતુ ઘટનાની જાણ થતાં જ ડુંગરી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી રાજેશને ઝડપી પાડ્યો છે. હાલમાં આરોપી પોલીસ રિમાન્ડ હેઠળ છે અને પોલીસ દ્વારા આ મામલે વધુ સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News