Gold-Silver Price Today: નવરાત્રીમાં પણ સોનું અને ચાંદી ગગડ્યા હતા અને નવરાત્રી પત્યા બાદ પણ સોના અને ચાંદીના ઘટાડો હજું પણ ચાલુ છે. આજે કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. IBJA પર સોનું 953 રૂપિયા ઘટ્યા છે અને ચાંદી 6000 રૂપિયા જેટલી તૂટી છે. ઓલટાઈમ હાઈથી સોનું આશરે 32000 જેટલું અને ચાંદી 1.85 લાખ રૂપિયા જેટલા સસ્તા થઈ ગયા છે.
IBJA પર આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 953 રૂપિયા તૂટીને 143152 રૂપિયાની સપાટીએ ખુલ્યો. જે કાલે 144105 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે ચાંદીના ભાવ જોઈએ તો એક કિલો ચાંદીના ભાવમાં આજે 6035 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને ભાવ 200748 રૂપિયાની સપાટી પર જોવા મળ્યો જે કાલે 206783 રૂપિયા પર બંધ થયો હતો.
અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ નથી. એસોસિએશન દિવસમાં બેવાર ભાવ જાહેર કરે છે. શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે ભાવ જાહેર થતા નથી.
#indicative #Retail Selling #Rates for #Jewellery To get these rates on your phone give a missed call on - 8955664433 For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459 Follow us on Twitter : https://t.co/hRezuawiQW Follow us on Instagram : https://t.co/3vg1tjL62h Follow us on Facebook : https://t.co/smodeFXecm Follow us on Linkedin : https://t.co/dKUD95mzZR Subscribe to IBJA YouTube Channel : https://t.co/ORoJbQDEUK Visit IBJA Website : https://t.co/HT1GRh5y8C Join Whatsapp Group : : https://t.co/heYoYinukJ Join IBJA Whatsapp Channel : https://t.co/G6oCST64qw . . . #GoldRates #GoldJewellery #IBJA #BullionMarket #JewelleryRates #GoldPriceUpdate #GoldMarket #PreciousMetals #GoldTrading #JewelleryBusiness #IndianBullion #BullionIndustry #JewelleryIndustry #GoldInvestment #GoldNews #FinanceNews #MarketUpdate #InvestmentTips #GoldLovers #GoldDealer #GoldRates #GoldJewellery #BullionMarket #JewelleryBusiness #GoldPriceUpdate #GoldInvestment
— IBJA (@IBJA1919) October 22, 2026
IBJAના ભાવ જોઈએ તો જાન્યુઆરી 2026માં 24 કેરેટ સોનાના ઓલટાઈમ હાઈ ભાવ 176121 રૂપિયા પર પહોંચ્યો હતો. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 385933 રૂપિયા થઈ ગયો હતો. જ્યારે આજે સોનું 143152 રૂપિયા અને ચાંદી 200748 રૂપિયાના સ્તરે જોવા મળ્યા છે.
આ ભાવની સરખામણી કરીએ તો હાલ ઓલ ટાઈમ હાઈથી 10 ગ્રામ સોનું 32969 રૂપિયા અને એક કિલો ચાંદી 185185 રૂપિયા સસ્તા છે.
ભારતીય વાયદા બજાર MCX પર બપોરે 2 વાગ્યાની આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.88 ટકાના ઘટાડા સાથે 144797 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું છે જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદીનો ભાવ 2.64 ટકા ગગડીને 203641 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે.
વૈશ્વિક બજારમાં હાજર સોનું 0.6 ટકા તૂટીને 4115.50 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું જ્યારે તે પહેલા બુધવારે સોનું 4104.33 ડોલર પ્રતિ ઔંસ સુધી તૂટ્યું હતું. જે 15 ઓક્ટોબર બાદ તેનું સૌથી નીચલું સ્તર હતું. અમેરિકી ગોલ્ડ ફ્યૂચર પણ 0.4 ટકા તૂટીને 4132.30 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. જ્યારે હાજર ચાંદી 1.1 ટકા તૂટીને 57.33 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ હતી.
અત્રે જણાવવાનું કે રોકાણકારોની નજર 27 અને 28 ઓક્ટોબરના રોજ થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠક પર છે.
આ ઉપરાંત અમેરિકી મોંઘવારીનું મહત્વપૂર્ણ સિગ્નલ પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડેચર (PCE)ના આંકડાની પણ રાહ જોવાઈ રહી છે. તેના વ્યાજદરો અંગે કેન્દ્રીય બેંકના આગામી પગલાનો સંકેત મળી શકે છે.
રોયટર્સના સર્વે મુજબ મોટાભાગના અર્થશાસ્ત્રીઓે ઓક્ટોબરમાં વ્યાજ દર સ્થિર રહે તેવી આશા છે જ્યારે ડિસેમ્બરમાં વધારાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
વ્યાજ દરો વધવાથી સોના જેવા રોકાણ પર દબાણ પડી શકે છે કારણ કે સોનામાંથી કોઈ વ્યાજની આવક થતી નથી.