અમદાવાદમાં મોટા પાયે લિફ્ટ લાઈસન્સ વગર કાર્યરત, AMCના ઈલેક્ટ્રિક વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા
Ahmedabad News: ગુજરાતમાં હજારો લિફ્ટ લાયસન્સ રિન્યૂ વિના ચાલુ હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પણ હજારો લિફ્ટ લાયસન્સ વિના કાર્યરત હોવાનું કહેવાય છે. સોસાયટીઓ અને કોમર્શિયલ બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી છે. રાજ્યમાં અંદાજે 90 ટકા એસ્કેલેટરના લાયસન્સ રિન્યૂ ન થયાનો દાવો કરાયો છે. AMCના ઈલેક્ટ્રિક વિભાગની કામગીરી સામે આને લઈને સવાલ ઉઠ્યા છે. માત્ર નોટિસો આપીને સંતોષ માનવામાં આવતો હોવાના આક્ષેપ કરાયો છે. જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો મોટી દુર્ઘટનાનો ખતરો છે.
અવારનવાર લિફ્ટ સંબંધિત ઘટનાઓ સામે આવતી રહી છે. ક્યાંય લિફ્ટ બંધ થઈ ગઈ અને લોકો ફસાઈ ગયા તો ક્યાંક લિફ્ટમાં કોઈ આવી ગયું અને જીવ મુશ્કેલીમાં મૂકાયો કે જીવ ગયો. એક ચોંકાવનારી માહિતી સામે આવી છે જે ખુબ જ આઘાતનજક છે. રાજ્યમાં હજારો લિફ્ટ લાયસન્સ રીન્યુ કરાવ્યા વગર ચાલુ છે, જેમાં માત્ર અમદાવાદમાં જ હજારો લિફ્ટ લાયસન્સ વગર ચાલી રહી છે. આવા મામલે ફક્ત નોટિસો આપીને સંતોષ મનાઈ રહ્યો છે પરંતુ કોઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. ત્યારે શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે?
90 ટકા એસ્કેલેટરના લાયસન્સ રિન્યુ નથી
આ મામલે ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા સોસાયટીઓ અને કોમર્શિયલ બિલ્ડિંગોને નોટિસો ફટકારવામાં આવી છે, છતાં વહીવટી બેદરકારી યથાવત જોવા મળી રહી છે.
માત્ર લિફ્ટ જ નહીં, પરંતુ રાજ્યમાં અંદાજે 90 ટકા એસ્કેલેટરના લાયસન્સ પણ રીન્યુ થયા નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા કાગળ પર નોટિસો અપાય છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કે દંડ કરવામાં આવતો નથી.
મેન્ટેનન્સના અભાવે અને સમયસર લાયસન્સ રીન્યુ ન થવાને કારણે સામાન્ય જનતાનો જીવ જોખમમાં મુકાયો છે.
તાપી: સોનગઢમાં સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ, 'સર તન સે જુદા'ના નારા લાગ્યા હોવાનો દાવો, હિન્દુ યુવકના ઘરે પથ્થરમારો
મોટી દુર્ઘટનાનું જોખમ
આવા કેસોમાં જો સમયસર કડક પગલાં નહીં ભરાય, તો આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તેથી જવાબદાર તંત્ર અને બિલ્ડિંગ માલિકોએ વહેલી તકે સુરક્ષાના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.
સુરતમાં લિફ્ટમાં ફસાયાના બે બનાવો
- આ બધા વચ્ચે સુરતમાં બે અલગ અલગ બનાવોમાં કેટલાક લોકો લિફ્ટમાં ફસાયાની માહિતી પણ સામે આવી છે.
- કોસાડ દેવમ પાર્ક ઈન્ડસ્ટ્રીઝના કારખાનાની ઘટના.
- ચોથા માળે 13 લોકો બેસી લિફ્ટમાં ગયા હતા.
- ઓવરલોડ ના કારણે લિફ્ટ વચ્ચે જ અટકી પડી હતી.
- અડધો કલાક સુધી લિફ્ટ માં ફસાયેલા લોકોએ નીકળવાનો પ્રયાસ કર્યો હતો.
- અડધો કલાક બાદ ફાયર ને જાણ કરી.
- ફાયરની ટીમે લોખડ ની ગ્રીલ તોડી તમામને બહાર કાઢ્યા.
- અન્ય બનાવમાં મોટા વરાછા પાસેની બિલ્ડિંગની ઘટના
- જેમાં ચોથા માળે 7 લોકો એક કલાક સુધી લિફ્ટમાં ફસાઈ રહ્યા હતા.
- ફાયરની ટીમે લિફ્ટનો દરવાજો તોડી તમામ લોકોને બહાર કાઢ્યા
- એક મહિલા સહિત 7 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.