SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમદાવાદ: અત્યંત આઘાતજનક...એક પિતાએ જ પોતાના 10 વર્ષના માસૂમની નિર્દયતાથી હત્યા કરી, પછી ત્યાં બાજુમાં જ સૂઈ ગયો

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા વીંછિયા ગામથી એક અત્યંત હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા છે. જેમાં એક બાપે જ તેના માસૂમ પુત્રનો નિર્દયતાથી જીવ લઈ લીધો.

Written By Viral Raval
Published: Nov 02, 2026, 10:13 AM IST | Updated: Nov 02, 2026, 10:48 AM IST
Join

ગૌરવ પટેલ, અમદાવાદ: સાણંદ તાલુકાના વીંછિયા ગામમાં એક બાપે પોતાના જ 10 વર્ષના માસૂમ પુત્રની હત્યા કર્યાનો  બનાવ સામે આવતા હડકંપ મચી ગયો છે. આ હત્યાના બનાવની જાણ  થતા જ સાણંદ પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ. વધુ તપાસ અર્થે સાણંદ DySP નીલમ ગોસ્વામી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા.

અત્યંત ઘાતકી રીતે હત્યા કરી

મામલાની જે વિગતો સામે આવી રહી છે તે અત્યંત ચોંકાવનારી છે. જે પિતા પર બાળકો આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હોય છે, માતાની મમતા જેટલું જ પિતાના પ્રેમનું પણ મહત્વ હોય છે ત્યારે એ જ પિતાએ માત્ર 10 વર્ષના પોતાના જ પુત્રની કાળજું કંપાવી દે તે રીતે હત્યા કરી નાખી.

મળતી માહિતી મુજબ પિતાએ પહેલા તો પુત્રને ઘરની બહાર ઊંચો કરીને પછાડ્યો અને ત્યારબાદ લાકડીના જોરદાર પ્રહારથી તેની હત્યા કરી નાખી. આ હત્યાના બનાવના પગલે પોલીસના ધાડા ઘટનાસ્થળે ઉતરી આવ્યા છે. પોલીસે હત્યા માટે વપરાયેલી લાકડી પણ જમા કરી લીધી છે. પુત્રને મોતને ઘાટ ઉતારી દીધા બાદ આ રાક્ષસ જેવો પિતા બાજુમાં જ સૂઈ ગયો હતો. 

હત્યારા પિતાની અટકાયત

માસૂમ ભૂલકાની હત્યા પિતાએ કયા કારણસર કરી તે તો હજુ સામે આવ્યું નથી. છોકરાઓ પર બધુ ન્યોછાવર કરી નાખતો પિતા કયા કારણસર રાક્ષસ બન્યો તે તો હજુ સામે આવ્યું નથી પરંતુ સાણંદ પોલીસે હત્યારા બાપ નરેશ કો. પટેલની અટકાયત કરી લીધી છે. હાલ સમગ્ર ઘટનાન મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ સાણંદ પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે.

આ બનાવે સમગ્ર પંથક અને ગુજરાત રાજ્યમાં હડકંપ મચાવી દીધો છે. એક બાપ પોતાના જ પુત્રની આવી નિર્દયતાથી હત્યા કઈ રીતે કરી શકે?

સમાચાર ટૂંકમાં...

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES