SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મહાદેવ એપ કેસને લઇને CBI નાં દેશવ્યાપી દરોડા; 6 રાજ્યોમાં 33 સ્થળોએ દરોડા, જાણો અમદાવાદ, વડોદરા, સુરત સહિત કોણ છે લિસ્ટમાં..

Ahmedabad News: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ છેલ્લા કેટલાક દિવસોમાં 'મહાદેવ ઓનલાઇન બુક એપ' (Mahadev Online Book App) નામના ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજીના પ્લેટફોર્મ સાથે સંકળાયેલા 'પેનલ ઓપરેટરો'ના 6 રાજ્યોમાં આવેલા 33 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા, પ્લેટફોર્મના મુખ્ય પ્રમોટરોમાંના એક અને મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરને ઓમાન સલ્તનતમાંથી ભારત લાવ્યા બાદ તેણે આપેલી માહિતીના આધારે કરવામાં આવ્યા હતા.

Written By Kinjal Patel
Published: Nov 14, 2026, 11:50 AM IST | Updated: Nov 14, 2026, 12:13 PM IST
Join

Ahmedabad News: મહાદેવ બેટિંગ એપ કૌભાંડ મામલે CBI દ્વારા દેશવ્યાપી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ગુજરાતના અમદાવાદ, વડોદરા અને સુરત ઉપરાંત દિલ્હી, મુંબઈ, અમૃતસર, નાગપુર અને ઇન્દોર સહિત દેશના 6 રાજ્યોમાં કુલ 33 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ કેસના મુખ્ય ઓપરેટર સૌરભ ચંદ્રાકરની 1 નવેમ્બરે ઓમાનથી ભારત લવાયા બાદ ધરપકડ કરવામાં આવી હતી.

વિસાવદરના રાજકારણમાં નવો વળાંક: 'આયાતી' ઉમેદવારો સામે લેઉવા પટેલ સમાજ મેદાને, સ્થાનિકોને ટિકિટ આપવા મહાસંમેલન!

સરકારી કર્મચારીઓની ભૂમિકા અંગે વધુ તપાસ

હાલ તે રાયપુર કોર્ટના આદેશ મુજબ 19 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. સૌરભ ચંદ્રાકર પાસેથી મળેલી માહિતીના આધારે ભારતમાં ગ્રાહકોની ID અને નાણાંનું સંચાલન કરતા પેનલ ઓપરેટરોને ત્યાં આ તપાસ હાથ ધરાઈ હતી. દરોડા દરમિયાન એક ઓપરેશનલ યુનિટ મળી આવતા તેને બંધ કરાવી દેવામાં આવ્યું છે અને મોબાઈલ ફોન, ડિજિટલ ઉપકરણો તેમજ મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા છે, જેમાંથી મ્યુલ બેંક ખાતા અને હવાલા નેટવર્કના પુરાવા હાથ લાગ્યા છે. હાલ CBI દ્વારા આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અને સરકારી કર્મચારીઓની ભૂમિકા અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

ડિજિટલ ઉપકરણો, મોબાઈલ ફોન અને એવા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા 

આ દરોડા દરમિયાન, સક્રિય સટ્ટાબાજી અને જુગારની 'પેનલ્સ' (ઓપરેશનલ યુનિટ્સ) ચાલતી મળી આવી હતી, જેને બંધ કરી દેવામાં આવી છે. તપાસ દરમિયાન ડિજિટલ ઉપકરણો, મોબાઈલ ફોન અને એવા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા છે જે 'મ્યુલ એકાઉન્ટ્સ' (અન્ય વ્યક્તિઓના નામે ખોલાવેલા ખાતા) અને 'હવાલા નેટવર્ક'ના ઉપયોગને દર્શાવે છે. આ તમામ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

દુબઈ પ્રવાસે ગયેલા સુરતના મનસૂર પરિવાર પર આભ ફાટ્યું: ફુજૈરાહમાં સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 13 વર્ષીય કિશોરનું મોત

ભારતમાં 'પેનલ ઓપરેટરો'નું નેટવર્ક કેવી રીતે ફેલાયેલું...

સૌરભ ચંદ્રાકરને ઓમાનથી ભારત લાવવામાં આવ્યા બાદ 01.11.2026ના રોજ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાયપુર સ્થિત વિશેષ ન્યાયાધીશ (CBI કેસો) એ તેને 8 દિવસના પોલીસ રિમાન્ડ પર CBIને સોંપ્યો હતો. પૂછપરછ દરમિયાન, પ્લેટફોર્મ કેવી રીતે કામ કરે છે અને ભારતમાં તેના 'પેનલ ઓપરેટરો'નું નેટવર્ક કેવી રીતે ફેલાયેલું છે, તે અંગેની વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન એકત્ર કરાયેલા દસ્તાવેજી અને ડિજિટલ પુરાવાઓ પણ તેને બતાવવામાં આવ્યા હતા.

CBIએ 'મહાદેવ ઓનલાઇન બુક' કેસમાં બે FIR

ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢ રાજ્ય સરકાર પાસેથી કેસ મળ્યા બાદ, CBIએ 'મહાદેવ ઓનલાઇન બુક' કેસમાં બે FIR નોંધી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ પ્લેટફોર્મ વિદેશમાં આવેલી મુખ્ય ઓફિસ (હેડ ઓફિસ) દ્વારા ચલાવવામાં આવે છે અને ભારતમાં 'પેનલ ઓપરેટરો'ના વિશાળ નેટવર્ક દ્વારા તેનું સંચાલન થાય છે. આ ઓપરેટરો ગ્રાહકોની ID સંભાળે છે, અન્ય વ્યક્તિઓના નામે ખોલાવેલા કે ભાડે લીધેલા બેંક ખાતાઓમાં સટ્ટાબાજીના નાણાં એકત્ર કરે છે અને હવાલા માધ્યમથી નફો વિદેશ મોકલે છે.

અમૂલ બાદ હવે આ ડેરીએ ગ્રાહકોને આપ્યો ઝટકો! દૂધના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયા સુધીનો વધારો, પશુપાલકોને રાહત

પોલીસ રિમાન્ડ પૂરા થતાં, સૌરભ ચંદ્રાકરને 12.11.2026ના રોજ રાયપુરના વિશેષ ન્યાયાધીશ (CBI કેસો) સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને 19.11.2026 સુધી જ્યુડિશિયલ કસ્ટડી (ન્યાયિક કસ્ટડી)માં મોકલી દેવામાં આવ્યો છે. આ કેસમાં અન્ય આરોપીઓ (જેમાં વિદેશમાં રહેલા લોકોનો પણ સમાવેશ થાય છે), આ કામગીરીમાં મદદ કરનારા વ્યક્તિઓ અને સંડોવાયેલા સરકારી કર્મચારીઓની ભૂમિકા અંગે તપાસ ચાલુ છે. અન્ય ફરાર આરોપીઓને ભારત લાવવા માટેની કાર્યવાહી પણ ચાલી રહી છે.

ઓનલાઇન સટ્ટાબાજી અને જુગાર ગેરકાયદેસર

જનતાને ચેતવણી આપવામાં આવે છે કે ઓનલાઇન સટ્ટાબાજી અને જુગાર ગેરકાયદેસર છે. આવી પ્રવૃત્તિઓ માટે પોતાનું બેંક ખાતું, સિમ કાર્ડ કે ઓળખના દસ્તાવેજો અન્ય વ્યક્તિઓને આપવા કે ભાડે આપવા એ પણ એક ગુનો છે અને તેના કારણે ખાતાધારક સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES