SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગુજરાતમાં વહેલી ચૂંટણી થશે કે નહીં? ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગનું મોટું નિવેદન, ખડગેના નિવેદન પર કોંગ્રેસને લીધી આડેહાથ

Ahmedabad News: કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ તાજેતરમાં ગુજરાતમાં વહેલી ચૂંટણી થઈ શકે છે તેવો દાવો કર્યો હતો. ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગે આ દાવા પર પ્રતિક્રિયા આપી છે. આ ઉપરાંત તેમણે મલ્લિકાર્જૂન ખડગેના પીએમ મોદીના પિતા પરના નિવેદન બદલ કોંગ્રેસને બરાબર આડેહાથ પણ લીધી.

Written By Viral Raval
Published: Oct 26, 2026, 11:29 AM IST | Updated: Oct 26, 2026, 11:43 AM IST
Image Credit: AI Generated Image with file photos
Join

દર્શલ રાવલ, અમદાવાદ: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રભારી તરુણ ચુગ હાલ ગુજરાતના પ્રવાસે છે. અત્રે જણાવવાનું કે છેલ્લા બે મહિનામાં તરુણ ચુગનો આ ચોથો ગુજરાત પ્રવાસ છે જેના કારણે અનેક ચર્ચાઓને વેગ મળ્યો છે.  આજે તેમના અમદાવાદ અને ગાંધીનગર ખાતે કાર્યક્રમ છે અને મહત્વની બેઠક પણ થવાની છે. આ બધા વચ્ચે તેમણે અમદાવાદમાં ગુજરાતમાં વહેલી ચૂંટણીનો જે મુદ્દો ઉઠ્યો છે  તેના પર મોટું નિવેદન આપ્યું. આ ઉપરાંત તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના પીએમ મોદીના પિતા પરના નિવેદન બદલ કોંગ્રેસને પણ આડેહાથ લીધી.

રાજકોટના જળસંકટને લઈને મોટા સમાચાર, સરકારે નર્મદાના નીર આપવા આપી દીધી લીલી ઝંડી

ખડગેના નિવેદન પર કોંગ્રેસને લીધી લપેટામાં

વહેલી ચૂંટણી અંગે કોંગ્રેસનો દાવો

અત્રે જણાવવાનું વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ એવો દાવો કર્યો હતો કે સૌરાષ્ટ્રમાં પાણીની સ્થિતિ ઘણી ખરાબ છે. એપ્રિલ, મે સમયે પાણીનો પોકાર ઉઠે તે પહેલા જ ચૂંટણી થશે. આગામી વિધાનસભા ચૂંટણી વહેલી થઈ શકે તેવો  તેમનો દાવો હતો. તેમણે દાવો કરતા કહ્યું હતું કે સરકાર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ચૂંટણી કરાવવા માંગે છે. જો કે કોંગ્રેસના આ દાવા પર ભાજપના પ્રદેશ પ્રભારી  તરુણ ચુગે વળતો જવાબ આપ્યો.

ગાંધીનગરના કાવાદાવા : નવરાત્રિ અને પૂનમ પણ ગઈ, શંકરસિંહ બાપુનો કોંગ્રેસ પ્રવેશ અટક્યો! સરકારની સ્થિતિ થપ્પડ મારીને ગાલ લાલ રાખવા જેવી

ભાજપના પ્રદેશ પ્રભારીએ આપ્યો વળતો જવાબ

ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગે નેતા પ્રતિપક્ષના આક્ષેપ પર કહ્યું કે, સીટ ની પેટી બાંધે સમય પર ચૂંટણી થશે ને પહેલાથી વધુ બેઠક ભાજપ જીતશે. તેમણે આ મામલે પ્રતિક્રિયા આપતા વધુ ન બોલીને ચૂંટણી તેના સમયે જ થશે એમ કહ્યું. ભાજપ પ્રભારીએ વિધાનસભા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, ચૂંટણી સમયસર જ થશે અને ત્યારે ભાજપ ચૂંટણીમાં ઉતરશે. અગાઉ કરતા વધુ સીટો આ વખતે ભાજપ જીતશે.
 

 

 

 

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES