SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

હવે દુબઈને ટક્કર મારશે આપણું અમદાવાદ! સિંધુ ભવન રોડ પર 570 કરોડના ખર્ચે બનશે 55 માળનો ઊંચો 'સિટી સ્ક્વેર'

Ahmedabad Iconic Tower At Sindhu Bhavan Road: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સિંધુ ભવન રોડ પર રૂ.570 કરોડના ખર્ચે 175 મીટર ઊંચો આઈકોનિક ક્કઅમદાવાદ સિટી સ્ક્વેરક્ર પ્રોજેક્ટ બનાવવાનું આયોજન કર્યું છે. 25 ઓક્ટોબરે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે. બે પ્રિ-બિડ મીટિંગ બાદ અઢી મહિનામાં ટેન્ડર ફાઈનલ કરાશે. કામ શરૂ થયા બાદ 42 મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ થશે.

Written By Kinjal Patel
Published: Oct 30, 2026, 02:59 PM IST | Updated: Oct 30, 2026, 03:11 PM IST
Join

Ahmedabad Iconic Tower At Sindhu Bhavan Road: દિવસેને દિવસે અમદાવાદની રોનક બદલાઈ રહી છે. દુબઈ જેવી બિલ્ડિંગો હવે ધીમે ધીમે અમદાવાદમાં નિર્માણ પામી રહી છે. ત્યારે અમદાવાદીઓ માટે ફરી એક ખુશખબર  સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરની સ્કાયલાઈન ટૂંક સમયમાં એક નવો આકાર લેવા જઈ રહી છે. જી હા... દુબઈની પ્રસિદ્ધ 'જુમેરાહ સ્કાયલાઇન'ની તર્જ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંધુ ભવન રોડ પર 570 કરોડના ભવ્ય ખર્ચે 'અમદાવાદ સિટી સ્ક્વેર' ટાવર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કહેવાઈ રહ્યું છે કે 'સિટી સ્ક્વેર' 175 મીટર (અંદાજે 574 ફૂટ) ઊંચાઈ ધરાવતો આ આઈકોનિક ટાવર 57 માળ જેટલી ઊંચાઈ ધરાવતો હશે, જે શહેરની નવી ઓળખ બનશે. અહીંથી કોફી પીતા પીતા અમદાવાદનો અદ્ભુત નાઇટ વ્યૂ નિહાળવાનો રોમાંચક અનુભવ નાગરિકોને મળશે.

ગુજરાતની ધરતીથી PM મોદીએ કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા કર્યા ટ્રાન્સફર, આ રીતે કરો ચેક, જો ન આવ્યા હોય તો શું કરવું? જાણો

આ પ્રોજેક્ટનું આયોજન વિશે જાણો..

અમદાવાદમાં નિર્માણ થનાર આ પ્રોજેક્ટનું આયોજન વિશાળ જગ્યામાં કરવામાં આવ્યું છે. અમદાવાદ સિટી સ્ક્વેરને કુલ 13,144 ચોરસ મીટર પ્લોટમાંથી 12,091 ચોરસ મીટર એરિયામાં બાંધકામ કરાશે. જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર 5,990 ચો.મી. વિસ્તારમાં આકર્ષક પ્લાન્ટેશન અને લેન્ડસ્કેપિંગ વિકસાવાશે.

આ પ્રોજેક્ટમાં મનોરંજન, શોપિંગ અને ડાઈનિંગનું મુખ્ય કેન્દ્ર બનશે

આ આઈકોનિક ટાવર નાગરિકો માટે મનોરંજન, શોપિંગ અને ડાઈનિંગનું મુખ્ય કેન્દ્ર બનશે. જેમાં 175 મીટરની ઊંચાઈએ સ્કાય ડેક-વોક અને વ્યુ ગેલેરી બનાવવામાં આવશે, જ્યાં એકસાથે 50 મુલાકાતીઓ શહેરનો નજારો માણી શકશે. 29.50 મીટરથી 47.25 મીટરની ઊંચાઈ વચ્ચે ત્રણ વિવિધ રેસ્ટોરેન્ટ્સ અને 4 કિઓસ્ક હશે. 40 મીટરની ઊંચાઈએ 1200 લોકોની ક્ષમતા ધરાવતી બે માળની રેસ્ટોરેન્ટ તથા ટેરેસ કેફે આકર્ષણનું કેન્દ્ર બનશે.

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: આજે બનાસકાંઠા એ 'વટ પાડી દીધો' બોલતા 'મોદી મોદી'ના લાગ્યા નારા, પીએમ મોદીએ કહ્યું; 'હું આખી જિંદગી ગુજરાતનો ઋણી રહીશ'

બિલ્ડિંગમાં કુલ 17 લિફ્ટ મૂકવામાં આવશે

આ બિલ્ડિંગમાં 50 જેટલી દુકાનો, આર્ટ ગેલેરી અને 310 બેઠક ક્ષમતા ધરાવતું એમ્ફીથિયેટર બનશે. ટાવરમાં 40થી 175 મીટર વચ્ચે વિશાળ ડિજિટલ સ્ક્રીન મૂકાશે. ઉપરાંત સોલર ટ્રી અને આધુનિક અર્બન પ્લાઝા તૈયાર કરાશે. એટલું જ નહીં, સરળ અવરજવર માટે બિલ્ડિંગમાં કુલ 17 લિફ્ટ મૂકવામાં આવશે.

મુલાકાતીઓ માટે વિશાળ પાર્કિંગ બનાવાશે

મુલાકાતીઓની સુવિધા માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાં વિશાળ પાર્કિંગનું આયોજન કરાયું છે. જેમાં 3 લેવલના બેઝમેન્ટમાં 385 કાર અને 1109 ટુ-વ્હીલરના પાર્કિંગની વ્યવસ્થા હશે, જ્યારે ટાવરની સામેના ભાગે વધારાની 450 કાર પાર્ક થઈ શકે તેવી જગ્યા રાખવામાં આવશે. આ આઈકોનિક પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ અમદાવાદની સ્કાયલાઈન વૈશ્વિક સ્તરની બનશે અને નાગરિકો તેમજ પ્રવાસીઓ માટે એક અનન્ય લેન્ડમાર્ક સાબિત થશે.

દિવાળી પહેલા અમદાવાદમાં ફટાકડા બજારમાં તેજી: રામોલ દુર્ઘટના બાદ તંત્ર સખત, 48માંથી માત્ર 20 ફેક્ટરીઓને જ મંજૂરી

AMC દ્વારા  મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અધિકૃત ટેન્ડર બહાર પડાયું

AMC દ્વારા 25 ઓક્ટોબર, 2026ના રોજ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અધિકૃત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરો સાથે એક ઓરિએન્ટેશન મીટિંગ અને બે પ્રિ-બિડ મીટિંગ યોજાશે. સમગ્ર ટેન્ડર પ્રોસેસ પૂર્ણ કરી તેને ફાઈનલ કરતા અઢી મહિના જેટલો સમય લાગશે. કામનો કોન્ટ્રાક્ટ સોંપાયા બાદ આ પ્રોજેક્ટ 42 મહિના (એટલે કે સાડા ત્રણ વર્ષ)ની સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો રહેશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES