• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /ઓનલાઈન ગેમમાં 6 લાખ હાર્યો, દેણું ચૂકવવા માત્ર 25 હજારના કમિશન માટે યુવક બન્યો પેડલર; રામોલ પોલીસે 16 કિલો ગાંજા સાથે પકડ્યો

ઓનલાઈન ગેમમાં 6 લાખ હાર્યો, દેણું ચૂકવવા માત્ર 25 હજારના કમિશન માટે યુવક બન્યો પેડલર; રામોલ પોલીસે 16 કિલો ગાંજા સાથે પકડ્યો

જીવનમાં કરેલી એક નાની ભૂલ ક્યારેક ગુનાની દુનિયામાં ધકેલતી હોય છે. અમદાવાદમાં આવી એક ઘટના બની છે. મોરબીનો એક યુવક ઓનલાઈન ગેમ્સમાં લાખો રૂપિયા હારી ગયો હતો. માથે દેવું થઈ જતાં યુવક માત્ર 25 હજાર રૂપિયામાં ગાંજાની હેરફેર માટે તૈયાર થયો હતો. પરંતુ આ દરમિયાન રામોલ પોલીસે યુવકને ઝડપી લીધો છે.

Written ByGokani Dhaval
Published: Oct 30, 2026, 05:04 PM IST|Updated: Oct 30, 2026, 05:06 PM IST
joinshare
ઓનલાઈન ગેમમાં 6 લાખ હાર્યો, દેણું ચૂકવવા માત્ર 25 હજારના કમિશન માટે યુવક બન્યો પેડલર; રામોલ પોલીસે 16 કિલો ગાંજા સાથે પકડ્યો

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
બળદને આશ્રમમાં મૂકતાં ચોંધાર આંસુએ રડનાર જામનગરના વાવડી ગામે ખેડૂતે જીવન ટૂંકાવ્યું : આર્થિક ભીંસથી થાકી ગયા

બળદને આશ્રમમાં મૂકતાં ચોંધાર આંસુએ રડનાર જામનગરના વાવડી ગામે ખેડૂતે જીવન ટૂંકાવ્યું : આર્થિક ભીંસથી થાકી ગયા

2

બનાસકાંઠાથી પીએમ મોદીએ ₹14,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી, કહ્યું- ખેડૂતો અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા

3

ઓકલેન્ડમાં ટીમ ઈન્ડિયાની કરારી હાર, ન્યુઝીલેન્ડે ચોથી T20Iમાં ભારતને હરાવ્યું

4

ઓનલાઈન ગેમમાં 6 લાખ હાર્યો, દેણું ચૂકવવા માત્ર 25 હજારના કમિશન માટે યુવક બન્યો પેડલર; રામોલ પોલીસે 16 કિલો ગાંજા સાથે પકડ્યો

5

મોબાઈલ યુઝર્સ માટે 1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, જાણો શું બદલાશે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદના રામોલ વિસ્તારમાં એક્સપ્રેસ-વે ટોલ નાકા પાસેથી કરોડોના ડ્રગ્સ બાદ હવે ગાંજાના મોટા જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે. ઓનલાઈન ગેમ્સની ઘાતક લત માનવીને કયા સ્તરે ધકેલી દે છે, તેનું વધુ એક કરૂણ ઉદાહરણ અમદાવાદમાંથી સામે આવ્યું છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રામોલ પોલીસે હાથ ધરેલી નાર્કોટિક્સ વિરોધી ડ્રાઈવ દરમિયાન એક્સપ્રેસ-વે ટોલ નાકા પાસેથી 16 કિલોથી વધુના ગાંજા સાથે એક યુવકને ઝડપી લીધો છે. ઓનલાઈન ગેઈમમાં થયેલું 6 લાખનું દેણું ચૂકવવા માટે આ યુવક ગાંજાની હેરાફેરી કરવા લાગ્યો હતો.  

ઓનલાઈન ગેમનું દેણું બન્યું પેડલર બનવાનું કારણ

અમદાવાદ શહેરમાં તહેવારો ટાણે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અને નાર્કોટિક્સ વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રામોલ પોલીસને વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે ટોલ નાકા પાસેથી મોટી કાર્યવાહી કરી છે. રામોલ પોલીસે બાતમીના આધારે તપાસ કરતા ખાનગી બસમાં મુસાફરી કરીને ગાંજાનો મસમોટો જથ્થો હેરાફેરી કરતા એક શખ્સને દબોચી લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે આ યુવકની આ પહેલી જ ખબર હતી કે એ ગાંજો લેવા જઈ રહ્યો છે અને તે માત્ર ૨૫ હજાર રૂપિયાના કમિશન માટે આ કાળાકામમાં ફસાયો હતો.

પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ

દિવાળીના તહેવારોને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા નાર્કોટિક્સ વિરોધી સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ જ ઓપરેશન ના ભાગરૂપે રામોલ પોલીસ સ્ટેશનની ટીમ એક્સપ્રેસ-વે ટોલ નાકા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન એક ખાનગી બસને તપાસવા માં આવી હતી જેમાં શંકાસ્પદ  હાલતમાં બે બેગ જણાઈ આવી હતી અને આ બેગ એક શખ્સની અટકાયત કરીને તેની ટ્રોલી બેગ અને સામાનની સઘન તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદના ગોતા અને ચાંદખેડા વચ્ચે વિસ્તારો વહેંચાયા; તમે કયા વિસ્તારમાં રહો છો? 

લાખોનો મુદ્દામાલ કબજે

પકડાયેલા આરોપીની ઓળખ ભાવિક ધનજીભાઈ કાનજીભાઈ મોરડિયા અને જે મૂળ મોરબીનો રહેવાસી હોવાનું  જણાવ્યું હતું. રામોલ પોલીસે તેની પાસેથી વગર પાસ-પરમીટ અને ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવતો ૧૬ કિલો ૧૩૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. જપ્ત કરાયેલા આ ગાંજાની અંદાજીત બજાર કિંમત ૮,૦૬,૫૦૦ થાય છે. આ ઉપરાંત મોબાઈલ ફોન, રોકડ અને ટ્રોલી બેગ મળીને પોલીસે કુલ ૮,૧૭,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો અને આરોપીની પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં સામે આવી ચોંકાવનારી વિગતો
રામોલ પોલીસની પ્રાથમિક અને ઊંડાણપૂર્વક થયેલી પૂછપરછમાં અત્યંત ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. પકડાયેલા આરોપી ભાવિન મોરડિયાને ઓનલાઈન ગેમ રમવાની ઘાતકી લત લાગી હતી. આ ઓનલાઈન ગેઈમમાં તે અંદાજે ૬ લાખ રૂપિયા હારી ગયો હતો જેના કારણે તેના પર મોટું દેણું થઈ ગયું હતું. આ દેણું ચૂકવવા માટે તેના મિત્ર પંકજ ઉર્ફે ધવલ ગણેશભાઈ ફેફરએ તેને ગાંજાની હેરાફેરી કરવા માટે સલાહ આપી હતી. ભાવિન માટે આ પહેલી જ હેરાફેરી હતી અને આ કામ બદલ તેને માત્ર ૨૫ હજાર રૂપિયા મળવાના હતા, જેથી તે પોતાનું દેણું ચૂકવી શકે. પૂછપરછમાં એવું પણ ખૂલ્યું કે આ ગાંજો ઓરિસ્સાના બાલાંગીર શહેરના રહેવાસી અશ્વિની બેગ નામના શખ્સ પાસેથી  પંકજ ઉર્ફે ધવલ ગણેશભાઈ ફેફર કહેવાથી લાવવામાં આવ્યો હતો અને મોરબીના પંકજ ઉર્ફે ધવલ ગણેશભાઈ ફેફરને  પહોંચાડવાનો હતો.

આ પણ વાંચોઃ હવે દુબઈને ટક્કર મારશે આપણું અમદાવાદ! સિંધુ ભવન રોડ પર 570 કરોડના ખર્ચે બનશે 55 માળનો 

રામોલ પોલીસની તપાસમાં આ કેસમાં ડ્રગ્સ અને ગાંજા માફિયાઓની વધુ એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. પોલીસની નજરથી બચવા અને ટ્રેસ ન થવા માટે આ લોકો ટ્રેન કે કારને બદલે બસમાં મુસાફરી કરીને ગાંજાની હેરાફેરી કરતા હતા. રામોલ પોલીસે આ માનેલા ગુનામાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને ગાંજો મોકલનાર ઓડિશાના અશ્વિની બેગ અને મોરબીના પંકજ ફેફરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઓનલાઈન ગેમ્સ અને શોર્ટ કટ મનીની લાલચ યુવાધનને કઈ રીતે બરબાદ કરી રહી છે, તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. રામોલ પોલીસે સમયસર કાર્યવાહી કરીને આ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને સંડોવાયેલા અન્ય વોન્ટેડ શખ્સોની શોધખોળ શરૂ કરી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News