• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /CEC જ્ઞાનેશ કુમાર સામે રોષનો વંટોળ: દેશભરમાં વિરોધના સૂર વચ્ચે અમદાવાદ પણ રસ્તા પર પ્રદર્શન!

CEC જ્ઞાનેશ કુમાર સામે રોષનો વંટોળ: દેશભરમાં વિરોધના સૂર વચ્ચે અમદાવાદ પણ રસ્તા પર પ્રદર્શન!

Ahmedabad : અમદાવાદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિવિધ સંસ્થાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. એમ.જે. લાયબ્રેરી પાસે યોજાયેલા આ પ્રદર્શનમાં જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ SIRની કામગીરીમાં ગોટાળા થયાનો આક્ષેપ કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કેટેલાક લોકોની અટકાયત કરી છે.

Written ByDilip Chaudhary
Published: Oct 10, 2026, 07:23 PM IST|Updated: Oct 10, 2026, 07:47 PM IST
joinshare
CEC જ્ઞાનેશ કુમાર સામે રોષનો વંટોળ: દેશભરમાં વિરોધના સૂર વચ્ચે અમદાવાદ પણ રસ્તા પર પ્રદર્શન!

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
IPL 2027 પહેલા CSKનો મોટો નિર્ણય, વધુ એક ધુરંધર ટીમમાંથી બહાર, હવે કોની થશે એન્ટ્રી?

IPL 2027 પહેલા CSKનો મોટો નિર્ણય, વધુ એક ધુરંધર ટીમમાંથી બહાર, હવે કોની થશે એન્ટ્રી?

2

દિલ્હીમાં આંદોલન ચાલું, 6 હજારથી વધારે લોકોની અટકાયત, જાણો દિવસભરની અપડેટ

3

13 ઓક્ટોબરે ખુલશે આ IPO, પ્રાઇસ બેન્ડ 258-271 રૂપિયા, GMPએ રોકાણકારોને કર્યા ખુશ!

4

CEC જ્ઞાનેશ કુમાર સામે રોષનો વંટોળ: દેશભરમાં વિરોધના સૂર વચ્ચે અમદાવાદ પણ રસ્તા પર પ્રદર્શન!

5

વિપક્ષ અને CJPના વિરોધ વચ્ચે ભાજપનું પહેલું નિવેદન, કહ્યું: હતાશ અને હારેલા લોકો દિલ્હીના લોકોને કરે છે હેરાન

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ahmedabad : અમદાવાદમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશકુમાર સામે વિવિધ સંસ્થાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરમાં એમ.જે. લાયબ્રેરી પાસે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓએ જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ કરી હતી. આ દરમિયાન ચૂંટણી પ્રક્રિયા અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરીમાં ગોટાળા થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

SIRની કામગીરીમાં ગોટાળાનો આક્ષેપ

પ્રદર્શન દરમિયાન યુથ ફ્રન્ટ સહિત વિવિધ સંસ્થાઓના લોકોએ મતદાર યાદીમાંથી નામ કાપવામાં આવ્યાં હોવાનો આરોપ લગાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવેલાં નામોની યોગ્ય તપાસ કરવામાં આવે અને લાયક મતદારોનાં નામ ફરીથી ઉમેરવામાં આવે, જેથી કોઈ પણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે. આ મુદ્દે પ્રદર્શનકારીઓએ ચૂંટણી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી જવાબદારી નક્કી કરવાની પણ માંગ કરી હતી.

 

દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન! પ્રોટેસ્ટ કરતી યુવતીઓની અટકાયત #ahmedabad #protest #cec #gyaneshkumar #gujarat #GenZ #viralvideos #trendingvideos https://t.co/A0jFiptD1m

— Zee 24 Kalak (@Zee24Kalak) October 10, 2026

 

એમ.જે. લાયબ્રેરી પાસે વિરોધ પ્રદર્શન

એમ.જે. લાયબ્રેરી નજીક મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 150થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે કાર્યવાહી કરી હતી અને વિરોઘ કરી રહેલા કેટલાક લોકોની અટકાયત કરી હતી.

 

દિલ્હીમાં 3000 લોકોની અટકાયત

દિલ્હીમાં પણ 10 ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જંતરમંતર ખાતે યોજાનારા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. કોકરોચ જનતા પાર્ટી અને પ્રદર્શનકારીઓએ SIRની કામગીરી સામે સવાલો ઉઠાવી ફોર્મ-6 અંગે અનિયમિતતાનો આરોપ લગાવતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી.

વિરોધ પ્રદર્શનને ધ્યાને લઈ મેટ્રો સેવાઓ, ટ્રેનો અને મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધો લાદવામાં આવ્યો હતો અને લગભગ 25,000 સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. સાંજે 5 વાગ્યા સુધીમાં રાજકીય નેતાઓ અને વિવિધ સંગઠનોના વડાઓ સહિત ઓછામાં ઓછા 3000 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને મમતા બેનર્જી સહિતના અનેક નેતાઓને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News