Must Watch Horror Web Series: ઓટીટી ઘરે બેઠા તમે દરેક જોનરની ફિલ્મો અને વેબ સીરીઝ જોઈ શકો છો. ઓટીટી પર સૌથી વધુ સસ્પેન્સ, થ્રિલર, હોરર જોનરની વેબ સીરીઝ જોવાતી હોય છે. જે લોકો હોરર થ્રિલર વેબ સીરીઝ જોવાના શોખીનો છે તેમના માટે આજે એક મસ્ટ વોચ વેબ સીરીઝ વિશે જાણકારી લાવ્યા છીએ. આ વેબ સીરીઝ 5 જ એપિસોડની છે પણ આ 5 એપિસોડ તમારી દુનિયા હલાવી દેશે.
મસ્ટ વોચ હોરર વેબ સીરીઝ
હોરર વેબ સીરીઝ જોવાના શોખીનો અત્યારે જ આ વેબ સીરીઝનું નામ સેવ કરી રાખે. આ સીરીઝનું નામ છે કન્નામૂચી. કન્નામૂચી મૂળ તમિલ સીરીઝ છે પણ આ સીરીઝ હીંદી ભાષામાં ઓટીટી પર ઉપલબ્ધ છે. કન્નામૂચી એક સિંગલ મધરની સ્ટોરી છે જે તેના પતિના મોત પછી પોતાની દીકરી સાથે નવા ઘરમાં શિફ્ટ થાય છે. પતિના મૃત્યુ બાદ દીકરી સાથે નવી લાઈફ શરુ કરવાની ઈચ્છા રાખતી પ્રિયાની લાઈફમાં નવા ઘરમાં તોફાન સર્જાઈ જાય છે.
ભૂતિયા ઘરમાં દીકરી ગાયબ
જે ઘરમાં પ્રિયા પોતાની દીકરી સાથે શિફ્ટ થઈ હોય છે ત્યાં તેને વિચિત્ર અનુભવો થવા લાગે છે. એક દિવસ પ્રિયાની દીકરી ઘરમાં જ ગાયબ થઈ જાય છે. પ્રિયા તેની દીકરીને બચાવી શકશે નહીં, દીકરી ક્યાં હોય છે, તે ઘરમાં 20 વર્ષ પહેલા શું થયું હોય છે તે બધું જ જાણવા માટે એકવાર આ વેબ સીરીઝ જુઓ. આ વેબ સીરીઝ જોઈ તમને મજા પડી જશે.
આ સીરીઝ એટલા માટે જોવી કે આ વેબ સીરીઝ ફક્ત હોરર થીમ પર આધારિત નથી. સીરીઝમાં હોરર સાથે સાયકોલોજિકલ ટ્વીસ્ટ, સસ્પેન્સ અને રિયલ લાઈફને અસર કરતાં મુદ્દા પણ સારી રીતે વણી લેવામાં આવ્યા છે.
કન્નામૂચી વેબ સીરીઝ ઓટીટી પર
કન્નામૂચી વેબ સીરીઝમાં મુખ્ય ભુમિકામાં આરાધ્યા, શમ્મા કસિમ, વિવેક પ્રસન્ના મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ તમિલ વેબ સીરીઝ ઓટીટી પર હીંદી, મલયાલમ અને હીંદી ભાષામાં જોઈ શકશો. વેબ સીરીઝના એપિસોડ પણ નાના છે. જો તમારે આ વેબ સીરીઝ જોવી હોય તો તમે ઝી5 પર જોઈ શકો છો.
હોરર વેબ સીરીઝ કન્નામૂચીને અવિનાશ હરિહરને ડાયરેક્ટ કરી છે. આ વેબ સીરીઝ માર્ચ 2020 માં આવી હતી. વેબ સીરીઝને આઈએમડીબી પર 6.3 નું રેટિંગ મળ્યું છે. વેબ સીરીઝના એપિસોડ પણ શોર્ટ છે. આ વેબ સીરીઝની સૌથી મોટી ખાસિયત છે કે તેમાં એક પછી એક જબરદસ્ત ટ્વીસ્ટ આવે છે. જો કે આ વેબ સીરીઝ એવા લોકોએ એકલા બેસીને ન જોવી જેમને થોડો પણ ડર લાગતો હોય.