• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /Gajkesari Yog 2026: કર્ક રાશિમાં સર્જાશે અત્યંત દુર્લભ યોગ, મિથુન સહિત 4 રાશિના લોકોનું ભાગ્ય રાતોરાત ચમકશે

Gajkesari Yog 2026: કર્ક રાશિમાં સર્જાશે અત્યંત દુર્લભ યોગ, મિથુન સહિત 4 રાશિના લોકોનું ભાગ્ય રાતોરાત ચમકશે

Gajkesari Yog 2026 Horoscope: 4 ઓક્ટોબરથી મેષ, મિથુન, કર્ક અને કુંભ રાશિના લોકોનું ભાગ્ય પલટી મારી શકે છે. આ 4 રાશિઓને બંપર લાભ કરાવે તેવો દુર્લભ યોગ કર્ક રાશિમાં સર્જાવા જઈ રહ્યો છે. આ શુભ યોગ 4 રાશિના લોકોને છપ્પરફાડ લાભ કરાવી શકે છે.

Written ByKrupa Shah
Published: Oct 02, 2026, 08:11 AM IST|Updated: Oct 02, 2026, 08:13 AM IST
joinshare
Gajkesari Yog 2026: કર્ક રાશિમાં સર્જાશે અત્યંત દુર્લભ યોગ, મિથુન સહિત 4 રાશિના લોકોનું ભાગ્ય રાતોરાત ચમકશે

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    રાજકોટમાં એન્ટીબાયોટિક ઈન્જેકશનના ગંભીર રિએકશનથી મહિલાનું મોત, જાણો એન્ટીબાયોટિકનું રિએકશન આવે તો શું થાય ?

    રાજકોટમાં એન્ટીબાયોટિક ઈન્જેકશનના ગંભીર રિએકશનથી મહિલાનું મોત, જાણો એન્ટીબાયોટિકનું રિએકશન આવે તો શું થાય ?

    2

    Gajkesari Yog 2026: કર્ક રાશિમાં સર્જાશે અત્યંત દુર્લભ યોગ, મિથુન સહિત 4 રાશિના લોકોનું ભાગ્ય રાતોરાત ચમકશે

    3

    Vladimir Putin: રાષ્ટ્રપતિ પુતિન એ આપી પરમાણુ હથિયારના ઉપયોગની ચેતવણી, ડીઝલના વેચાણ મુદ્દે કર્યો મોટો ધડાકો

    4

    રાજીનામાની માંગણીઓ વચ્ચે જ્ઞાનેશ કુમારની વધી મુશ્કેલી, ખુલી ગઈ 20 વર્ષ જૂની ફાઇલ!

    5

    દરિયા કિનારે પિકનિક મનાવવા પહોચ્યું હતું મિત્રોનું ગ્રુપ, મોજામાં ફસાતા 8 વિદ્યાર્થીઓના મોત, મહારાષ્ટ્રમાં મોટી દુર્ધટના

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Gajkesari Yog 2026 Horoscope: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ગોચર દરમિયાન એક રાશિમાંથી બીજી રાશિમાં અને એક નક્ષત્રમાંથી બીજા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. ગ્રહોના આ ગોચર દરમિયાન અલગ અલગ રાશિમાં શુભ અને અશુભ યોગનું નિર્માણ પણ થતું હોય છે. ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો 4 ઓક્ટોબરથી કર્ક રાશિમાં ગુરુ અને ચંદ્ર વચ્ચે યુતિ સર્જાવા જઈ રહી છે. ચંદ્ર અને ગુરુની યુતિથી ગજકેસરી રાજયોગ સર્જાવાનો છે. આ વખતે કર્ક રાશિમાં જે રાજયોગ સર્જવાનો છે તે અત્યંત દુર્લભ છે. તેના કારણે રાશિઓને જે ફાયદો થશે તેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય.

    કર્ક રાશિમાં ગજકેસરી રાજયોગ

    પંચાંગ અનુસાર 4 ઓક્ટોબર 2026 ના રોજ ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરશે. કર્ક રાશિમાં પહેલાથી જ ગુરુ ઉચ્ચ સ્થાન પર બિરાજમાન છે. ઉચ્ચ ગુરુ સાથે ચંદ્રની યુતિથી ગજકેસરી રાજયોગ સર્જાશે. આ વખતનો ગજકેસરી રાજયોગ 4 રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થશે. આ ચાર રાશિના લોકોને અચાનક ધન લાભથી લઈને કરિયરમાં પ્રગતિ સહિતના ફાયદા જોવા મળી શકે છે.

    કર્ક રાશિના ગજકેસરી રાજયોગથી મેષ, મિથુન, કર્ક અને કુંભ રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થઈ શકે છે. આ રાશિના લોકો માટે ગજકેસરી રાજયોગનો સમય ગોલ્ડન પિરિયડ જેવો હશે. બે દિવસના સમયગાળામાં આ રાશિના લોકોને એક વર્ષમાં થાય તેવા લાભ થઈ શકે છે. ચાલો વિસ્તારપૂર્વક જાણીએ કે આ 4 રાશિને ગજકેસરી રાજયોગ દરમિયાન કેવા ફાયદા જોવા મળી શકે છે..

    મેષ રાશિ

    ગજકેસરી રાજયોગનો સૌથી પહેલા ફાયદો મેષ રાશિના લોકોને થશે. મેષ રાશિના નોકરી કરતા લોકોને આ સમયે દરમિયાન પ્રમોશન કે પગાર વધારા જેવા લાભ મળી શકે છે. જો કોઈ કામ કે પ્રોજેક્ટ અટકેલા હતા તો તેમાં ગતિ આવશે. વેપાર કરતા જાતકોને આર્થિક લાભ થાય તેવી શક્યતા છે. આ સમય દરમિયાન બેન્ક બેલેન્સમાં વધારો થવાની પ્રબળ સંભાવના છે.

    મિથુન રાશિ

    મિથુન રાશિના લોકો માટે પણ ગુરુ અને ચંદ્રની યુતિ લાભકારી રહી શકે છે. જે લોકો લાંબા સમયથી કોઈ કામ શરૂ કરવાના પ્રયત્નો કરતા હતા તેમને સફળતા મળી શકે છે. નવા કામની શરૂઆત માટે ચાર ઓક્ટોબરનો સમય શુભ રહેશે. આ સમય દરમિયાન વાણી પર પ્રભાવ વધશે. મિથુન રાશિના લોકોની આકર્ષણ વધશે.

    કર્ક રાશિ

    કર્ક રાશિ માટે ગજકેસરી રાજયોગ સૌથી વધારે લાભકારી છે. કર્ક રાશિમાં ગુરુ અને ચંદ્રની યુતિ સર્જાવાની છે તેથી આ રાશિના લોકોને અત્યંત શુભ ફળ મળી શકે છે. ઘર પરિવારમાં શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. સમાજમાં પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થાય તેવું કાર્ય થશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થઈ શકે છે.

    કુંભ રાશિ

    કુંભ રાશિના લોકો માટે પણ ગજકેસરી રાજયોગનો સમય આર્થિક રીતે લાભકારી રહી શકે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થી રાહત મળી શકે છે. કરજથી છુટકારો મળે તેવો ધન લાભ થતો જણાય છે. ગજકેસરી રાજયોગના પ્રભાવના કારણે આર્થિક સ્થિતિ મજબૂત થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    grah gochar