• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /Janhvi Kapoor: શ્રીદેવીના નિધન સમયે જાનવીને સપોર્ટ કરવા બોયફ્રેન્ડ શિખર એ છોડી દીધી કોલેજ, કોફી વિથ કરનમાં એક્ટ્રેસે કર્યો ખુલાસો

Janhvi Kapoor: શ્રીદેવીના નિધન સમયે જાનવીને સપોર્ટ કરવા બોયફ્રેન્ડ શિખર એ છોડી દીધી કોલેજ, કોફી વિથ કરનમાં એક્ટ્રેસે કર્યો ખુલાસો

Janhvi Kapoor Shikhar Pahariya Relationship: કોફી વિથ કરન 9 ના લેટેસ્ટ એપિસોડમાં વરુણ ધવન અને જાનવી કપૂર પહોંચ્યા હતા. આ એપિસોડમાં જાનવી કપૂરે શિખર સાથેના પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી. તેણે જણાવ્યું કે જ્યારે શ્રીદેવીનું નિધન થયું ત્યારે શિખર કોલેજ છોડી લંડનથી મુંબઈ આવી ગયો હતો.

Written ByKrupa Shah
Published: Oct 29, 2026, 08:11 AM IST|Updated: Oct 29, 2026, 08:14 AM IST
joinshare
Janhvi Kapoor: શ્રીદેવીના નિધન સમયે જાનવીને સપોર્ટ કરવા બોયફ્રેન્ડ શિખર એ છોડી દીધી કોલેજ, કોફી વિથ કરનમાં એક્ટ્રેસે કર્યો ખુલાસો

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Viral Pani Puri: ઈંસ્ટાગ્રામની મોસ્ટ વાયરલ પાણીપુરી બનાવવાની રીત, દિવાળી પાર્ટી માટે પરફેક્ટ ઓપ્શન

Viral Pani Puri: ઈંસ્ટાગ્રામની મોસ્ટ વાયરલ પાણીપુરી બનાવવાની રીત, દિવાળી પાર્ટી માટે પરફેક્ટ ઓપ્શન

2

પીએમ મોદીનું ભીલડીમાં આગમન: થોડીવારમાં 14 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું આપશે ભેટ, જાણો બે દિવસનો સમગ્ર કાર્યક્રમ

3

અફઘાની સ્ટાર ખેલાડી રાશિદ ખાને ઈતિહાસ રચ્યો, T20I માં આ કારનામું કરનાર દુનિયાનો પહેલો બોલર

4

સુરત મહાનગરપાલિકાની ભજીયા પાર્ટીનું બિલ ચર્ચામાં! દિવાળી ટાણે સામાન્ય સભામાં નાસ્તાના ખર્ચને લઈને રાજનીતિ ગરમાઈ

5

ઈઝરાયેલમાં પણ ગાજ્યો 'વોટચોરી'નો મુદ્દો! સરકાર બનાવવી એ નેતન્યાહૂ માટે કપરાં ચઢાણ, અરબ પાર્ટીઓ બનશે કિંગમેકર?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Janhvi Kapoor Shikhar Pahariya Relationship: કોફી વિથ કરનના નવા એપિસોડમાં જાનવી કપૂર અને વરુણ ધવન એક સાથે જોવા મળ્યા હતા. આ એપિસોડમાં જાનવી કપૂર એ પોતાની ફિલ્મો અને પોતાના અંગત જીવન વિશે ચર્ચા કરી હતી. સૌથી વધારે મહત્વ પૂર્ણ ચર્ચા હતી તેના બોયફ્રેન્ડ શિખર પહારિયાની. શિખર પહારિયા અને જાનવી કપૂરે પોતાના રિલેશનશિપની જાહેરાત કરી નથી પરંતુ બંને છેલ્લા લાંબા સમયથી એકબીજાની સાથે જોવા મળે છે. કોફી વિથ કરનના તાજેતરના એપિસોડમાં જાનવી કપૂર એ શિખર પહારિયા વિશે કેટલીક ખાસ વાતો કરી હતી. જાનવી કપૂર એ એવું પણ જણાવ્યું કે જ્યારે શ્રીદેવીના નિધનના સમાચાર આવ્યા ત્યારે શિખર કોલેજ છોડીને લંડનથી મુંબઈ આવીને રહેવા લાગ્યો હતો જેથી તે જાનવી કપૂરને સપોર્ટ કરી શકે.

જાનવી કપૂર શિખર પહારિયા રિલેશનશિપ

બોલીવુડ એક્ટ્રેસ જાનવી કપૂર શિખર પહારિયા સાથે  રિલેશનશિપને લઈને લાંબા સમયથી ચર્ચામાં છે. જાનવી અને શિખર બોલીવુડ પાર્ટીથી લઈને ધાર્મિક સ્થળોએ એકબીજાની સાથે જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ બંને એકબીજાને લઈને ક્યુટ પોસ્ટ કરતા હોય છે. શિખર પહારિયા સાથેના પોતાના રિલેશનશિપને લઈને જાનવી કપૂર એ કોફી વિથ કરનમાં વાત કરી હતી. આ એપિસોડમાં શિખર વિશે જાનવી કપૂર ઈમોશનલ વાત શેર કરતી જોવા મળે છે.

શ્રીદેવીના નિધન સમયે શિખરે છોડી કોલેજ

કોફી વિથ કરનમાં જાનવી કપૂર શિખર વિશે કહે છે કે 2018માં જ્યારે શ્રીદેવીના નિધનના સમાચાર આવ્યા હતા તે સમયે તેના માટે સૌથી મુશ્કેલ હતો. તે સમયે જાનવી અને શિખર રિલેશનશિપમાં ન હતા તેમ છતાં શિખર પોતાની કોલેજ છોડીને મુંબઈ તેના મિત્રના ઘરે રહેવા લાગ્યો. શિખરનું કહેવું હતું કે જો જાનવી કપૂરને તેના સપોર્ટની જરૂર પડે તો તે મુંબઈમાં હાજર હોય તે માટે તે અભ્યાસ છોડીને મુંબઈ આવી ગયો હતો. જાનવી કપૂર એ ઉમેર્યું કે શિખર તેના માટે મુંબઈ આવી ગયો હતો તેમ છતાં તે તેને મળી શકતી ન હતી. પણ શિખર જાનવીની આસપાસ હાજર રહેતો.

24 ફેબ્રુઆરી 2018 ના રોજ શ્રીદેવીનું નિધન

જણાવી દઈએ કે શ્રીદેવી બોલીવુડની લોકપ્રિય અભિનેત્રીમાંથી એક હતી. 24 ફેબ્રુઆરી 2018 ના રોજ શ્રીદેવીનું નિધન દુબઈમાં થયું હતું. પરિવાર એક લગ્નમાં ભાગ લેવા માટે દુબઈ ગયો ગતો જ્યાં હોટલ રુમમાં અચાનક શ્રીદેવીનું નિધન થઈ ગયું. દુબઈમાં નિધન પછી 27 ફેબ્રુઆરીએ શ્રીદેવીના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવ્યો અને ત્યાર પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.  

જણાવી દઈએ કે જાનવી કપૂર અને શિખર પહારિયાના સંબંધો હવે તો જગજાહેર છે પરંતુ પહેલી વખત વર્ષ 2023 માં કોફી વીથ કરનમાં જ જાનવી કપૂર એ એક પ્રશ્નના જવાબમાં શિખર નું નામ શીખુ તરીકે લીધું હતું. ત્યાર પછી બોની કપૂરની ફિલ્મ મેદાનનું સ્ક્રિનિંગ હતું ત્યારે જાનવી કપૂર પહેલી વખત શિખર નામના નેકલેસ સાથે જોવા મળી હતી. છેલ્લે અંશુલા કપૂરના લગ્ન માં પણ શિખર જાનવી સાથે જોવા મળ્યો હતો અને જાનવીએ મહેંદીમાં શિખરનું નામ લખાવ્યું હતું. ત્યારથી જાનવી અને શિખરના સંબંધોની પુષ્ટિ થઈ છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news