SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Sara Ali Khan: કેદારનાથ મંદિરે દર્શન કરવા બદલ અભિનેત્રી સારા અલી ખાન વિરુદ્ધ ફતવો જાહેર

Sara Ali Khan: સારા અલી ખાન મુસ્લિમ હોવા છતાં કેદારનાથમાં વિશેષ આસ્થા ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી સારા અલી ખાન નિયમિત કેદારનાથના દર્શન કરવા પહોંચે છે. તેવામાં હવે સારા અલી ખાન વિરુદ્ધ ફતવો જાહેર કરવામાં આવ્યો છે અને તેને માફી માંગવાનું કહેવામાં આવ્યું છે.

Written By Krupa Shah
Published: Oct 30, 2026, 08:15 AM IST | Updated: Oct 30, 2026, 08:24 AM IST
Join

Sara Ali Khan: બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન વિરુદ્ધ હિંદુ મંદિરમાં દર્શન કરવા બદલ ફતવો જાહેર કરવામાં આવ્યો છે. આ ફતવો કેદારનાથના દર્શન કરવા બદલ જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે 25 ઓક્ટોબર, રવિવારે સારા અલી ખાન કેદારનાથ મંદિરની બહાર દર્શન માટેની લાઈનમાં જોવા મળી હતી. કેદારનાથ યાત્રા દરમિયાન સારા અલી ખાન પ્રાર્થના કરતી અને મંદિરની બહાર હાથ જોડીને ઊભેલી જોવા મળી હતી. હવે આ મામલે સારા અલી ખાન વિરુદ્ધ બરેલીના મૌલાના શહાબુદ્દીન રજવીએ ફતવો બહાર પાડ્યો છે.

આ પણ વાંચો: Janhvi Kapoor: શ્રીદેવીના નિધન સમયે જાનવીને સપોર્ટ કરવા બોયફ્રેન્ડ શિખર એ છોડી દીધી કોલેજ, કોફી વિથ કરનમાં એક્ટ્રેસે કર્યો ખુલાસો

અભિનેત્રી સારા અલી ખાન મુસ્લિમ હોવા છતાં હિન્દુ ધર્મમાં આસ્થા રાખે છે. આ પહેલી વખત નથી કે સારા અલી ખાને કેદારનાથ મંદિરમાં દર્શન કર્યા હોય. સારા અલી ખાન વિરુદ્ધ ઉત્તર પ્રદેશના મૌલવી મૌલાના શહાબુદ્દીન રીજવીએ વીડિયો શેર કરીને ફતવો જાહેર કર્યો છે. વીડિયોમાં મૌલાના કહે છે કે કોઈ બીજા ધર્મ અનુસાર પૂજા કરવી શરિયા હેઠળ હરામ છે. તેમણે સારા અલી ખાનને અલ્લાહની માફી માંગવા પણ કહ્યું છે. તેમણે સારા અલી ખાન અને દોશી પણ કહી છે. વીડિયોમાં મૌલવી એવું કહેતા પણ સાંભળવા મળ્યા કે તેમને ઘણા યુવાનો સારા અલી ખાનનું ઉદાહરણ આપીને પૂછે છે કે કેદારનાથમાં પૂજા કરવી શરિયા હેઠળ યોગ્ય છે ? ત્યારે તેમણે યુવાનોને પણ સ્પષ્ટ કરી દીધું કે આ કામ કરવું હરામ છે.

આ પણ વાંચો: Sai Pallavi : રાવણ સાવ ખરાબ માણસ ન હતો... રણબીર કપૂર પછી સાંઈ પલ્લવીની વાત પર શરુ થયો વિવાદ

ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી જ્યારે સારા અલી ખાનને મંદિરમાં દર્શન કરવા બદલ વિરોધનો સામનો કરવો પડ્યો હોય. સારા અલી ખાનની પહેલી ફિલ્મ કેદારનાથ સમયે પણ સારા અલી ખાનને ઉત્તરાખંડના સમૂહોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ જે બદ્રીનાથ અને કેદારનાથ મંદિરમાં વ્યવસ્થાનું કામ કરે છે તેના દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે જેમાં અન્ય ધર્મના શ્રદ્ધાળુઓ આ મંદિરમાં પ્રાર્થના કરે તે પહેલા એફિડેવિટ જમા કરાવવું ફરજીયાત છે.

સારા અલી ખાનની કેદારનાથ મુલાકાતને લઈને જે વિવાદ થયો છે તેને લઈને સમિતિ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે સારાની ટીમ દ્વારા કેદારનાથની યાત્રા પહેલા એફિડેવિટ જમા કરાવ્યું હતું. જણાવી દઈએ કે સારા અલી ખાન કેદારનાથમાં વિશેષ આસ્થા ધરાવે છે છેલ્લા ચાર વર્ષથી તે નિયમિત કેદારનાથના દર્શન કરવા પહોંચે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES