SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ramayana: રામાયણ ફિલ્મનો ક્રેઝ વધ્યો, એડવાન્સ બુકિંગમાં હાઉસ ફુલ થઈ રહ્યા છે શો, એડવાન્સ બુકિંગથી થઈ કરોડોની કમાણી

Ramayana Advance Booking: રામાયણ ફિલ્મની ટિકિટનું એડવાન્સ બુકિંગ જોરશોરથી થઈ રહ્યું છે. ફિલ્મના હિંદી વર્ઝનના શો હાઉસફુલ થવા લાગ્યા છે. રામાયણ ફિલ્મના એડવાન્સ બુકિંગની કમાણી પણ કરોડોમાં થઈ છે.

Written By Krupa Shah
Published: Oct 26, 2026, 09:06 AM IST | Updated: Oct 26, 2026, 09:09 AM IST
Join

Ramayana Advance Booking: નિતેશ તિવારીની ફિલ્મ રામાયણને લઈને લોકોમાં ક્રેઝ સતત વધી રહ્યો છે. રામાયણ ફિલ્મનું એડવાન્સ બુકિંગ દશેરા થી શરૂ થયું છે. ફિલ્મ 5 નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા એડવાન્સ બુકિંગ જોરશોરથી થવા લાગ્યું છે. રામાયણ ફિલ્મની ટિકિટ ઝડપથી વેંચાઈ રહી છે. દેશભરમાં ઘણી જગ્યાએ એડવાન્સ બુકિંગમાં ફિલ્મના શો હાઉસફુલ થવા લાગ્યા છે. જે રીતે એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે તેને જોઈને લાગે છે કે લોકો ફિલ્મને આઈ મેક્સમાં જોવા આતુર છે.

રામાયણ ફિલ્મનું એડવાન્સ બુકિંગ

દશેરા થી રામાયણ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. રામાયણ ફિલ્મની ટિકિટ મોંઘી હોવા છતાં ધડાધડ બુક થઈ રહી છે. એડવાન્સ બુકિંગના કારણે અત્યાર સુધીમાં ફિલ્મે 8 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. એક અંદાજ મુજબ દેશભરમાં રામાયણ ફિલ્મની બે લાખ એડવાન્સ ટિકિટ વેચાઈ ચૂકી છે. રામાયણ ફિલ્મના એડવાન્સ બુકિંગમાં સૌથી વધારે હિન્દી વર્ઝન ની ટિકિટ વેચાઈ રહી છે ત્યાર પછી કન્નડ અને તેલુગુ વર્ઝનના શો પણ બુક થઈ રહ્યા છે.

આ પણ વાંચો: Govinda: સુનીતા આહુજાએ ડિવોર્સ અરજી શા માટે પાછી ખેંચી ? ગોવિંદાએ જણાવી દીધું કારણ, અફેર વિશે પણ ખુલાસો કર્યો

હિંદી, કન્નડ, તેલુગુ વર્ઝનમાં સૌથી વધુ બુકિંગ

અત્યાર સુધીમાં રામાયણ ફિલ્મનું ટિકિટનું જે એડવાન્સ બુકિંગ થયું છે તેમાં 87% ટિકિટ હિન્દી ભાષાની બુક થઈ છે. ત્યાર પછી ફિલ્મના કન્નડ વર્ઝનનું સૌથી વધુ બુકિંગ થઈ રહ્યું છે. જેની કમાણી એક કરોડ ની નજીક પહોંચી ચૂકી છે. કેટલાક સિનેમા ઘરોમાં સવારના શો ની 72% ટિકિટો વેચાઈ ચૂકી છે એટલે કે શો ઓલમોસ્ટ હાઉસફુલ થઈ રહ્યા છે. કન્નડ પછી તેલુગુ વર્ઝનની એડવાન્સ ટિકિટ વધારે બુક થતી જોવા મળે છે. તેલુગુ વર્ઝનમાં એક લાખથી વધુની કમાણી થઈ ચૂકી છે. હાલ હિન્દી કન્નડ અને તેલુગુ વર્ઝન ના શો એડવાન્સ ટિકિટ માટે ખુલ્યા છે ધીરે ધીરે અન્ય ક્ષેત્રિય ભાષાના શો પણ બુકિંગ માટે ઓપન થશે તેવી શક્યતા છે.

સામાન્ય સ્ક્રીન પર 4,000 થી વધુ શો માટે એડવાન્સ ટિકિટ બુક

રામાયણના હિન્દી વર્ષના શો હાઉસફુલ થયા હોવાની જાણકારી પણ સામે આવે છે. અત્યાર સુધીમાં રામાયણ ફિલ્મના સામાન્ય સ્ક્રીન પર 4,000 થી વધુ શો માટે એડવાન્સ ટિકિટ બુક થઈ છે. જે આંકડો 1.5 લાખ ટિકિટ નો છે. જ્યારે આઈ મેક્સ માં 140 શો માં 23,000 ટિકિટ વેચાય છે. રામાયણ ફિલ્મની ટિકિટના આઈ મેક્સના ભાવ 1000 થી વધુ છે જ્યારે સામાન્ય શોમાં ટિકિટ 400 રૂપિયા સુધીમાં વહેંચાઈ રહી છે. ટિકિટના દરમાં વધારે અંતર હોવા છતાં અનેક દર્શક આઈ મેક્સમાં ફિલ્મ જોવા માટે એડવાન્સ ટિકિટ બુક કરાવી રહ્યા છે.

રામાયણ ફિલ્મ 5 નવેમ્બરે રિલીઝ થવાની છે પરંતુ જે રીતે ફિલ્મનું એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે તેને જોતા લાગે છે કે રણબીર કપૂર ની ફિલ્મ રામાયણ જોવા માટે દર્શકોમાં ભારે ઉત્સાહ છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES