Vihaan Kaushal: કૈટરીના-વિકીએ 1 વર્ષ બાદ દેખાડ્યો દીકરાનો ચહેરો, દિવાળીના દિવસે શેર કર્યો પહેલો ફોટો
Katrina-Vicky Son Vihaan Kaushal: દિવાળીની ઉજવણી કૈટરિના કૈફ અને વિકી કૌશલના ચાહકો માટે ખાસ બની ગઈ. કારણ કે આ દિવસે કૈટરિના કૈફ અને વિકી કૌશલ એ પહેલીવાર તેમના દીકરાનો ફોટો શેર કર્યો. વિહાન કૌશલ દિવાળીની રાતથી ઈંટરનેટ પર છવાઈ ગયો છે.
Katrina-Vicky Son Vihaan Kaushal: બોલીવુડ પાવર કપલમાં તેમના બાળકોના ફેસ રિવીલ કરવા માટેનો નવો ટ્રેન્ડ શરૂ થયો હોય તેવું લાગે છે. ક્રિસમસ, નવરાત્રી, દિવાળી જેવા તહેવારો દરમિયાન બોલીવુડ કપલ પોતાના બાળકોના ફેસ રિવીલ કરતા જોવા મળે છે. રણવીર-દીપિકા, આલિયા-રણબીર પછી હવે કેટરીના કેફ અને વિકી કૌશલએ પણ આ ટ્રેન્ડ ફોલો કર્યો છે. દિવાળીની રાત્રે કૈટરીના કેફ અને વિકી કૌશલએ તેમના instagram એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો જેમાં પહેલી વખત તેમના દીકરા વિહાનનો ચહેરો દેખાડ્યો છે. દિવાળીની રાતથી વિહાન કૌશલ ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે.
આ પણ વાંચો: Amitabh Bachchan: અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ, કેબીસીના શૂટિંગમાંથી લીધો બ્રેક
બોલીવુડના પાવર કપલ એટલે કે કૈટરીના કેફ અને વિકી કૌશલ એ પોતાના ચાહકોને દિવાળી પર મોટું સરપ્રાઈઝ આપ્યું. આ કપલે દિવાળી પર પોતાના દીકરા વિહાન સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટો ખાસ એટલા માટે છે કે તેમાં પહેલી વખત વિહાનનો ફેસ રિવીલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કૈટરીના કેફ એ વિહાન સાથેના કેટલાક ફોટા શેર કર્યા છે પણ તેમાં વિહાન કૌશલનો ચહેરો જોવા ન મળતો.
આ પણ વાંચો: OTT Release: જેલર 2 થી રાણાબલી ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ કંફર્મ, ચેક કરી લો ક્યાં અને ક્યારે જોઈ શકશો ફિલ્મ
Instagram પર વિકી કૌશલ અને કૈટરીના કેફે એ ફેમિલી ફોટો શેર કર્યો છે જેમાં વિહાન ખુશખુશાલ જોવા મળે છે. આ ફોટો શેર થયાની સાથે જ ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. લોકો વિહાનની ક્યુટનેસ પર ફિદા થઈ ગયા છે અને તેના વખાણ કરી રહ્યા છે. વિકી કૌશલ અને કૈટરીના કેફ એ એક વર્ષ પછી પોતાના દીકરાનો ફેસ રિવીલ કર્યો છે. શેર કરેલા ફોટોમાં કેટરીના પીળા રંગના ડ્રેસમાં જોવા મળે છે જ્યારે વિકી કૌશલ એ સફેદ કુર્તો પહેર્યો છે. અને વિહાન કૌશલ સફેદ કુર્તામાં અને યેલો કોટીમાં જોવા મળે છે.
મહત્વનું છે કે કૈટરીના કૈફ અને વિકી કૌશલ એ 7 નવેમ્બર 2025 ના રોજ દીકરાના જન્મની પોસ્ટ શેર કરી હતી. ત્યાર પછી 7 જાન્યુઆરીએ કપલે તેમના દીકરાનું નામ વિહાન છે તેવી જાહેરાત કરી હતી. ત્યાર પછી વિહાન એક વર્ષનો થયો ત્યાં સુધી તેનો ફેસ રિવીલ કરવામાં ન આવ્યો. વિહાનનો ફેસ રિવીલ કરવા માટે વિકી કૌશલ અને કૈટરીના કેફે દિવાળીના તહેવારને પસંદ કર્યો.
મહત્વનું છે કે ખાસ તહેવારો પર બોલીવુડ કપલ પોતાના બાળકોના ફેસ રિવીલ કરે તેવો ટ્રેન્ડ છેલ્લા કેટલાક સમયમાં જોવા મળ્યો છે. સૌથી પહેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમની દીકરી રાહાની પહેલી ઝલક ક્રિસમસ પર દેખાડી હતી. ત્યાર પછી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે દિવાળીના તહેવાર પર પોતાની મોટી દીકરી દુઆનો ફેસ રિવીલ કર્યો હતો. આ પાવર કપલે તેમની નાની દીકરી દેવીના નામકરણની તસવીર નવરાત્રી પર શેર કરી હતી. જ્યારે આ વર્ષે વિકી કૌશલ અને કૈટરીના કેફે દિવાળી પર પોતાના દીકરાનો ફેસ રિવીલ કરી તેની પહેલી ઝલક દેખાડી છે.