SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'રામાયણ'ના તોફાન બાદ બોક્સ ઓફિસ પર આવશે સુનામી: આગામી 60 દિવસમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે 7 મોટી ફિલ્મો

રામાયણ 5 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ આવ્યા બાદ વર્ષ 2026 સમાપ્ત થતાં પહેલા 7 મોટી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થશે. અહીં જુઓ આ તમામ ફિલ્મોનું લિસ્ટ.

Written By Gokani Dhaval
Published: Nov 03, 2026, 12:07 PM IST | Updated: Nov 03, 2026, 12:11 PM IST
Join

'રામાયણ' બોક્સ ઓફિસ પર કેટલી ધમાલ મચાવશે, તેના પર બધા લોકોની નજર છે. ફિલ્મ પાસેથી રેકોર્ડતોડ કમાણી કરવાની આશા કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ છે કે રામાયણ બાદ સિનેમાઘરોમાં શું થશે? શું આ વર્ષ 2026ની છેલ્લી મોટી ફિલ્મ છે? જો તમે આવું વિચારી રહ્યાં છો તો તેવું નથી. રામાયણની રિલીઝ બાદ આગામી 60 દિવસ એટલે કે નવેમ્બર અને ડિસેમ્બર સુધી સિનેમાઘરોમાં 7 મોટી ફિલ્મ આવવાની છે.

20 નવેમ્બરઃ સની દેઓલ અને જેકી શ્રોફ વચ્ચે ટક્કર

રામાણય રિલીઝ થયા બાદ 20 નવેમ્બરે બોક્સ ઓફિસ પર બે અલગ-અલગ જોનરની ફિલ્મો વચ્ચે ટક્કર જોવા મળશે. પ્રથમ છે સની દેઓલની સૂર્યા. આ ફિલ્મોમાં સની એકવાર ફરી પોતાના દમદાર અને ઈન્ટેન્સ એક્શનમાં જોવા મળશે. આ એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે અને તેમાં તેમની સાથે રવિ કિશન પણ છે.

તો બીજી છે કાલી ખેતી. જેકી શ્રોફ, શરદ કેલકર અને નેહા સરગમની આ ફિલ્મ રૂરલ હોરર થ્રિલર છે. ફિલ્મની કહાની ડર, પરિવાર અને ભૂતકાળના ખતરનાક સત્યની આસપાસ જોવા મળશે.

આ પણ વાંચોઃ બોલીવુડમાં ડરનો માહોલ, હવે તુષાર કપૂર પાસે કોણે માંગી 5 કરોડની ખંડણી? 

27 નવેમ્બરઃ એક સાથે ત્રણ મોટી ફિલ્મો થશે રિલીઝ

નવેમ્બરનો છેલ્લો શુક્રવાર બોક્સ ઓફિસ માટે ખાસ રહેવાનો છે. આ દિવસે ત્રણ અલગ-અલગ જોનરની ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થશે.

'યે પ્રેમ મોલ લિયા'- આયુષ્માન ખુરાના પ્રથમવાર સુરજ બડજાત્યા અને રાજશ્રી પ્રોડક્શન સાથે કામ કરી રહ્યો છે. આયુષ્માન સિવાય આ ફિલ્મમાં શરવરી, અનુપમ ખેર, સૌમ્ય ટંડન અને સીમા પાહવા જોવા મળશે. આ ફેમિલી ડ્રામા ફિલ્મ છે અને તેમાં રોમાન્સનો તડકો પણ જોવા મળશે.

‘માયસા’: રશ્મિકા મંદાનાની આ ફિલ્મ દમદાર કહાની છે અને ઇમોશનલ ડ્રામાની સાથે દર્શકોની સામે આવશે. ફિલ્મને આયુષ્માન ખુરાનાની 'યે પ્રેમ મોલ લિયા' થી બોક્સ ઓફિસ પર ટક્કર મળી શકે છે.

‘ગનમાસ્ટર G9’: ઇમરાન હાશમી અને જેનેલિયા દેશમુખ સાથે કામ કરી રહ્યાં છે. તેની આ સસ્પેન્સ-એક્શન થ્રિલરનો મુકાબલો ફેમિલી ડ્રામા અને એક્શન ફિલ્મની સાથે થશે.

4 ડિસેમ્બર બાયોપિક

ડિસેમ્બરની શરૂઆત 'ઈથા'થી થશે. સ્ત્રીની સફળતા બાદ શ્રદ્ધા કપૂર મહારાષ્ટ્રની જાણીતી લાવણી અને તમાશા કલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાવકરની બાયોપિકમાં જોવા મળશે. ફિલ્મમાં તેમના સંઘર્ષ, કળા પ્રત્યે સમર્પણ અને સફરને દર્શાવવામાં આવશે.

24 ડિસેમ્બરઃ ક્રિસમસ પર શાહરૂખ ખાનનો મોટો ધમાકો

વર્ષ 2026નો અંત શાહરૂખ ખાનની ફિલ્મ કિંગની રિલીઝની સાથે થશે. શાહરૂખ ખાન સિવાય ફિલ્મમાં સુહાના ખાન, દીપિકા પાદુકોણ અને અભિષેક બચ્ચન જોવા મળશે. મોટા સિતારા અને એક્શનથી ભરપૂર આ ફિલ્મથી વર્ષના અંતમાં બોક્સ ઓફિસ પર જોરદાર હલચલ મચવાની આશા છે.

 

કેમ ખાસ રહેશે આ 60 દિવસ?
રામાયણ જેવી મોટા બજેટની ફિલ્મ બાદ સામાન્ય રીતે બીજા ફિલ્મો પોતાની રિલીઝને ટાળવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ વખતે નવેમ્બર અને ડિસેમ્બરમાં ફિલ્મોની રિલીઝનો કાર્યક્રમ રસપ્રદ છે. દરેક ફિલ્મ અલગ પ્રકારના દર્શકોને ધ્યાનમાં રાખી બચાવવામાં આવી છે. સની દેઓલ અને શાહરૂખની ફિલ્મો જ્યાં એક્શન અને માસ મનોરંજન પસંદ કરનાર દર્શકોને સિનેમાઘર સુધી લાવી શકે છે. તો આયુષ્માન ખુરાનાની ફેમિલી ડ્રામા અને શ્રદ્ધા કપૂરની બાયોપિક અલગ પ્રકારના દર્શકોને થિએટર્સ સુધી લાવશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES