SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Sanjay Gupta: બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન, બાથરુમમાં પડી જવાથી મોત

Sanjay Gupta Passes Away: બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક સંજય ગુપ્તાને લઈને દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. 57 વર્ષીય સંજય ગુપ્તાનું નિધન થયું છે. પ્રાથમિક જાણકારી અનુસાર બાથરુમમાં પડી ગયા પછી તેમનું નિધન થયું છે.

Written By Krupa Shah
Published: Oct 31, 2026, 12:55 PM IST | Updated: Oct 31, 2026, 01:03 PM IST
Join

Sanjay Gupta Passes Away: બોલીવુડના જાણતી ફિલ્મ નિર્દેશક સંજય ગુપ્તાએ 57 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. સંજય ગુપ્તાના નિધનના સમાચારથી બોલીવુડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સંજય ગુપ્તાએ અનેક હિટ ફિલ્મો આપી છે. પ્રાથમિક જાણકારી અનુસાર સંજય ગુપ્તા ઘરના બાથરુમમાં પડી ગયા હતા જ્યાર બાદ તેમનું મોત થયું છે.

સંજય ગુપ્તાના નિધન મામલે મળતી જાણકારી અનુસાર વર્સોવા પોલીસે આ મામલે દુર્ઘટનાથી મોતનો મામલો નોંધ્યો છે અને તપાસ શરુ કરી છે. સંજય ગુપ્તા વિશે કહેવામાં આવી રહ્યું છે કે સવારે તેઓ ઘરના બાથરુમમાં પડી ગયા હતા. ત્યારબાદ ખબર પડી કે તેમનું નિધન થયું છે. આ મામલે હજુ સુધી કોઈ શંકાસ્પદ વાત સામે આવી નથી.

આ પણ વાંચો:  Parivarik ManuRanjan: પંકજ ત્રિપાઠી-અદિતી રાવની ફિલ્મની રિલીઝ ડેટ કંફર્મ, જાણો કઈ તારીખથી જોવા મળશે ઓટીટી પર

ફિલ્મ મેકર અશોક પંડિતે પણ સંજય ગુપ્તાને માથામાં ઈજા થઈ હોવાની પુષ્ટિ કરી છે. રિપોર્ટ અનુસાર સંજય ગુપ્તા રાત્રે તેમના ઘરના બાથરુમમાં પડી ગયા હતા. જેમાં તેમને માથામાં ઈજા થઈ હતી. સંજય ગુપ્તાનું મોત થયું હોવાની વાત સવારે સામે આવી.

સંજય ગુપ્તાનું કરિયર

જે લોકો ન જાણતા હોય તેમને જણાવી દઈએ કે સંજય ગુપ્તાના કરિયરની શરુઆત 1994 માં આવેલી ફિલ્મ આતિશ થી થઈ હતી. આ ફિલ્મથી તેમણે નિર્દેશક તરીકે પોતાના કામની શરુઆત કરી હતી. સંજય ગુપ્તાએ તેના ફિલ્મ કરિયર દરમિયાન કાંટે, કાબિલ, શૂટ આઉટ એટ લોખંડવાલા, શૂટ આઉટ એટ વડાલા, મુસાફિર સહિતની ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. સંજય ગુપ્તા અંડરવર્લ્ડ અને ગેંગસ્ટર પર આધારિત ફિલ્મો સ્ક્રિન પર રજૂ કરવામાં એક્સપર્ટ હતા. સંજય ગુપ્તાનું પ્રોડકશન હાઉસ પણ છે જેનું નામ વ્હાઈટ ફેધર ફિલ્મ્સ છે.  

સંજય ગુપ્તાની છેલ્લી ફિલ્મ

સંજય ગુપ્તાની છેલ્લી ફિલ્મ 2024 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના રાઈટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સંજય ગુપ્તા હતા. આ ફિલ્મમાં હર્ષવર્ધન રાણે અને મીઝાન જાફરી મુખ્ય ભુમિકામાં હતા. આ ફિલ્મનું નામ ધ મિરાંડા બ્રધર્સ છે. આ ફિલ્મ સંજય ગુપ્તાની છેલ્લી ફિલ્મ છે. આ ફિલ્મ ઓટીટી પર જોઈ શકાય છે.
 

57 વર્ષની ઉંમરમાં સંજય ગુપ્તાનું નિધન થયાના સમાચાર સામે આવતાં ઈંડસ્ટ્રીના કલાકારોમાં દુ:ખની લાગણી પ્રસરી ગઈ છે. સોશિયલ મીડિયા પર કલાકારો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES