SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

3 વર્ષ સુધી ફક્ત રામાયણ ફિલ્મના સંગીત પર કામ કર્યું, 12 ફિલ્મો ઠુકરાવી, એ આર રહેમાને શેર કર્યા અનુભવ

એ આર રહેમાન એ રામાયણ ફિલ્મ માટે મ્યુઝિક તૈયાર કરવાના અનુભવ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે રામાયણ ફિલ્મના મ્યુઝિક પર ફોકસ કરવા માટે તેણે 12 જેટલી ફિલ્મો ઠુકરાવી અને 3 વર્ષ સુધી એક જ પ્રોજેક્ટ પર ફોકસ કર્યું.

Written By Krupa Shah
Published: Nov 23, 2026, 15:07 IST | Updated: Nov 23, 2026, 15:10 IST
Join

ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એ આર રહેમાન એ રામાયણ ફિલ્મના સંગીત વિશે ચર્ચા કરી હતી. રામાયણ ફિલ્મનું સંગીત ઓસ્કાર વિનર સંગીતકાર એ આર રહેમાને પ્રખ્યાત જર્મન સંગીતકાર હંસ જીમર સાથે મળીને તૈયાર કર્યું છે. રામાયણ ફિલ્મનું મ્યુઝિક તૈયાર કરવામાં તેમને ત્રણ વર્ષનો સમય લાગ્યો અને આ ત્રણ વર્ષ દરમિયાન તેને 10 થી 12 ફિલ્મો રિજેક્ટ કરી જેથી તેઓ પૂરું ધ્યાન રામાયણ ફિલ્મના મ્યુઝિક પર આપી શકે.

આ પણ વાંચો: ઈશા સિંહના સપોર્ટમાં ઉતર્યો રજત દલાલ, અવિનાશને ખુલ્લા શબ્દોમાં આપી ધમકી, અહીં જુઓ Video

બોક્સ ઓફિસ પર 5 નવેમ્બરે રિલીઝ થયેલી રામાયણ ફિલ્મ તેના બોક્સ ઓફિસ કલેક્શન ઉપરાંત તેના મ્યુઝિકને લઈને પણ ચર્ચામાં છે. રામાયણ ફિલ્મના કેટલાક ગીત અને ખાસ તો શિવ તાંડવ ચર્ચામાં છે. ફિલ્મના મ્યુઝિકને લઈને હવે એ આર રહેમાને પોતાના અનુભવને વ્યક્ત કર્યો છે. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ની પ્રેસ કોન્ફરન્સમાં એ આર રહેમાને જણાવ્યું કે રામાયણ ફિલ્મનું મ્યુઝિક તૈયાર કરવાની રચનાત્મક પ્રક્રિયા લાંબી રહી. રામાયણ ફિલ્મમાં અત્યારે જે મ્યુઝિક છે તેને ફાઇનલ કરવા માટે તેણે અઢળક ધૂન તૈયાર કરી હતી અને આ કામમાં ત્રણ વર્ષનો સમય લાગ્યો.

એ આર રહેમાન જ્યારે રામાયણ ફિલ્મ માટે મ્યુઝિક તૈયાર કરી રહ્યા હતા તે દરમિયાન તેમને અલગ અલગ ફિલ્મોની ઓફર પણ મળી હતી. પરંતુ એ આ રહેમાન રામાયણ ફિલ્મ પર ફોકસ કરવા માંગતા હતા તેથી તેમણે બધી જ ફિલ્મોને ના કહી દીધી અને ત્રણ વર્ષ સુધી ફક્ત રામાયણના મ્યુઝિક પર ફોકસ કર્યું.

આ અંગે વધુમાં એ આર રહેમાને જણાવ્યું હતું કે, તેમણે ત્રણ વર્ષ રામાયણના મ્યુઝિક તેની થીમ અને બાકી વસ્તુઓ પર કામ કર્યું. ફિલ્મમાં જે ગીત અને મ્યુઝિક છે તેમાંથી કેટલાક ગીતના તો 12 થી 13 વર્ઝન બન્યા અને પછી તેમાંથી એક ફાઇનલ થયું. આ વાતનું ઉદાહરણ તેણે તાંડવ સાથે આપ્યું. એ આ રહેમાને જણાવ્યું કે રાવણ રચિત તાંડવના પણ 12 થી 13 વર્ઝન તૈયાર થયા હતા તેમાંથી એક વર્ઝન બધાને પસંદ આવ્યું જે ફિલ્મમાં યુઝ થયું છે.

આ પણ વાંચો: માતૃભૂમિ ફિલ્મને ટ્રોલ કરતાં લોકોને સલમાન ખાન એ આપ્યો સણસણતો જવાબ, વાંચો શું કહ્યું દબંગ અંદાજમાં

કોન્ફરન્સ દરમિયાન એ આર રહેમાને એવી વાત પણ કરી કે તેમણે રામાયણ ફિલ્મમાં કામ કરવા માટે અન્ય ફિલ્મોને છોડી છે. જોકે આવું કરવાનો એ આર રહેમાનને અફસોસ નથી પરંતુ ગર્વ છે કારણ કે રામાયણ ફિલ્મનું મ્યુઝિક તૈયાર કરવાની પ્રક્રિયા શાનદાર હતી. એ આ રહેમાને એ સ્પષ્ટતા પણ કરી કે તેને બધી જ ફિલ્મોને ના એટલા માટે કહી કે તે પોતે રામાયણ ફિલ્મ માટે સારામાં સારું મ્યુઝિક તૈયાર કરવા માંગતો હતો અને આ કાર્યમાં ફોકસ કરવા માંગતો હતો.  

રામાયણ ફિલ્મનું મ્યુઝિક લોકોને પસંદ પડી રહ્યું છે જેમાં સૌથી વધારે રાવણ તાંડવ અને મંગલ રંગ જેવા ગીત ટ્રેન્ડ કરી રહ્યા છે. એ.આર રહેમાને આ તો કે રામાયણ ફિલ્મ વિશે એવું પણ કહ્યું કે તે કોઈ પ્રોજેક્ટ ત્યારે જ સ્વીકારે છે જ્યારે તેને લાગે કે આ કામ કરવામાં તેને આનંદ આવશે અને કામમાં તે ડૂબી જશે. જ્યારે આવું કોઈ પ્રોજેક્ટ મળે છે તો કલા નીકળે છે અને તેની સાથે આખી ટીમ ઉત્સાહમાં રહે છે. રામાયણ ફિલ્મ પણ એવો જ પ્રોજેક્ટ હતો એટલા માટે તેણે રામાયણ ફિલ્મ માટે અન્ય ફિલ્મોને ના કહી દીધી.

રામાયણ ફિલ્મ તેના મ્યુઝિક ઉપરાંત બોક્સ ઓફિસ કલેક્શનને લઈને પણ ચર્ચામાં છે રામાયણ ફિલ્મ રિલીઝ થઈ તેને 18 દિવસનો સમય થઈ ગયો છે અને અત્યાર સુધીમાં ફિલ્મ એ રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. રામાયણ ફિલ્મનું ભારતમાં ગ્રોસ કલેક્શન 1126 કરોડથી વધી ચૂક્યું છે અને નેટ કલેક્શન 942.75 કરોડનું થયું છે. જ્યારે રામાયણ ફિલ્મની વિદેશમાં ગ્રોસ કમાણી 567 કરોડની થઈ છે. આ રીતે દુનિયાભરમાં રામાયણ ફિલ્મનું કુલ ગ્રોસ કલેક્શન 1693 કરોડથી વધી ચૂક્યું છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES