SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Amitabh Bachchan: અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ, કેબીસીના શૂટિંગમાંથી લીધો બ્રેક

Amitabh Bachchan Health Update: અમિતાભ બચ્ચનની તબિયતને લઈ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમિતાભ બચ્ચનની તબિયત અચાનક ખરાબ થઈ છે. જાણવા મળતી માહિતી અનુસાર તેમણે કોન બનેગા કરોડપતિ શોની શૂટિંગમાંથી પણ બ્રેક લીધો છે.

Written By Krupa Shah
Published: Nov 08, 2026, 09:15 AM IST | Updated: Nov 08, 2026, 09:17 AM IST
Join

Amitabh Bachchan Health Update: બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ થઈ છે અને તેના કારણે તેમણે કોન બનેગા કરોડપતિ શોનું શૂટિંગ પણ અટકાવીને બ્રેક લીધો છે. જાણવા મળતી માહિતી અનુસાર અમિતાભ બચ્ચનની ખરાબ તબિયતના કારણે તેમણે શોમાં થી બ્રેક લીધો છે જેના કારણે કોન બનેગા કરોડપતિ નવા એપિસોડનું શૂટિંગ અટક્યું છે.

આ પણ વાંચો:  OTT Release: જેલર 2 થી રાણાબલી ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ કંફર્મ, ચેક કરી લો ક્યાં અને ક્યારે જોઈ શકશો ફિલ્મ

અમિતાભ બચ્ચનની ખરાબ તબિયત વિશે જાણવા મળતી માહિતી અનુસાર તેમણે છેલ્લે રણબીર કપૂર, સાંઈ પલ્લવી, રવિ દુબે અને નિતેશ તિવારી સાથે રામાયણના પ્રમોશનનો એપિસોડ શુટ કર્યો હતો. ત્યાર પછી ખરાબ તબિયતના કારણે તેમણે શૂટિંગમાં થોડા દિવસનો બ્રેક લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે અમિતાભ બચ્ચન દિવાળી પછી આગામી એપિસોડ નું શૂટિંગ શરૂ કરશે.  

અમિતાભ બચ્ચનની ખરાબ તબિયતને લઈને જાણવા મળતી માહિતી અનુસાર તેમને કોઈ ગંભીર સમસ્યા થઈ નથી. બદલતા વાતાવરણની અસરના કારણે તેમની તબિયત ઠીક નથી. જેના કારણે તેમની ટીમે આરામ કરવા માટે શૂટિંગમાં બ્રેક રાખવાનો નિર્ણય લીધો છે. દિવાળી પછી અમિતાભ બચ્ચન ફરીથી શૂટિંગ શરૂ કરી દેશે તેવું અનુમાન છે. અમિતાભ બચ્ચન શૂટિંગ શરૂ કરશે પછી કોણ બનેગા કરોડપતિના નવા એપિસોડ રન થશે.

આ પણ વાંચો: Ramayana: રામાયણ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેકશન 2 દિવસમાં 150 કરોડને પાર

મહત્વનું છે કે અમિતાભ બચ્ચનને પણ થોડા દિવસ પહેલા એક પોસ્ટ કરી હતી તેમાં તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે તેમનું શરીર હવે અટકવાનું કહી રહ્યું છે. આ સિવાય ગત સપ્તાહમાં મુંબઈના મેયરને એક ઈમેલ પણ આવ્યો હતો જેમાં અમિતાભ બચ્ચનના ઘરને નિશાન બનાવવાની ધમકી મળી હતી. આ બંને ઘટના પછી અમિતાભ બચ્ચને કોન બનેગા કરોડપતિના શૂટિંગમાંથી બ્રેક લેતા તેમની સુરક્ષા સંબંધિત ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચન એ હાલ જે બ્રેક લીધો છે તે તેમની ખરાબ તબિયતના કારણે છે સુરક્ષા સંબંધિત કોઈ જ વાત નથી.

મુંબઈના મેયરને મળેલા ઈમેલ પછી અમિતાભ બચ્ચનના ઘરની અને અમિતાભ બચ્ચનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે આ ઘટના પછી રવિવારે જ્યારે અમિતાભ બચ્ચન પોતાના ફેન્સનો અભિવાદન કરવા માટે ઘરની બહાર આવ્યા હતા તો તેઓ બુલેટ પ્રુફ કાચથી બનેલા સ્ટેન્ડ સાથે બહાર આવ્યા હતા.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES