Ajay Devgn: વિમલ ઈલાયચીની જાહેરાત મામલે અજય દેવગન હાઈકોર્ટમાં, કાર્યવાહીને ગણાવી ખોટી
Ajay Devgn: વિમલ ઈલાયચીની જાહેરાત મામલે કારણ દર્શક નોટિસ મળ્યા બાદ અજય દેવગન એ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. અજય દેવગન એ તેના પર થયેલી કાર્યવાહીને ખોટી ગણાવી છે.
Ajay Devgn: બોલીવુડ અભિનેતા અજય દેવગનને મહારાષ્ટ્ર એફ ડી એ દ્વારા વિમલ ઈલાયચીની એડ મામલે શોકોઝ નોટ કરવામાં આવી હતી. એફડીએ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ફક્ત અજય દેવગણ જ નહીં પરંતુ ટાઈગર શ્રોફ અને શાહરુખ ખાનને પણ નોટસ ફટકારવામાં આવી હતી. હવે એફડી એ દ્વારા ફટકારવામાં આવેલી નોટિસ મામલે અજય દેવગનને હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. એફડીએ ની કાર્યવાહી સામે અજય દેવગનને હાઇકોર્ટ પાસેથી રાહતની માંગ કરી છે.
આ પણ વાંચો: Sara Ali Khan: કેદારનાથ મંદિરે દર્શન કરવા બદલ અભિનેત્રી સારા અલી ખાન વિરુદ્ધ ફતવો જાહેર
અજય દેવગન પહોચ્યો હાઇકોર્ટ
થોડા સમય પહેલા વિમલ ઈલાયચીની જાહેરાત મામલે અભિનેતા અજય દેવગન શાહરુખ ખાન અને ટાઈગર શ્રોફને મહારાષ્ટ્ર ખાદ્ય એવમ ઔષધી પ્રશાસન એટલે કે એફડીએ દ્વારા કારણદર્શક નો ટેસ્ટ ફટકારવામાં આવી હતી. એફ ડી એનો આરોપ હતો કે વિમલ ઈલાયચીની જાહેરાતની આડમાં મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત પાન મસાલા ની જાહેરાત થઈ રહી છે અને અભિનેતાઓ વિમલ પાન મસાલાની જાહેરાત પરોક્ષ રીતે વિમલ ઈલાયચીની આડમાં કરી રહ્યા છે. હવે આ મામલે અજય દેવગનને હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને તેને ફટકારેલી નોટિસને અયોગ્ય ગળાવી છે.
આ પણ વાંચો: Sai Pallavi : રાવણ સાવ ખરાબ માણસ ન હતો... રણબીર કપૂર પછી સાંઈ પલ્લવીની વાત પર શરુ થયો વિવાદ
અજય દેવગન એ હાઇકોર્ટમાં જે અરજી દાખલ કરી છે તેમાં કહેવામાં આવ્યું છે કે વિમલ ઈલાયચી ની જાહેરાત મામલે કંપનીને બદલે તેને કારણે દર્શક નોટિસ ફટકારવી અયોગ્ય છે. અજય દેવગનની આ અરજી મામલે ચાર નવેમ્બરે સુનવણી હાથ ધરવામાં આવી શકે છે.
જણાવી દઈએ કે એફ ડી એના તુકારામ મોઢે એ આ મામલે કહ્યું હતું કે અજય દેવગન શાહરુખ ખાન અને ટાઇગર શ્રોફ વિરુદ્ધ એફડીએ એ તપાસ કરી લીધી હતી. વિમલ ઈલાયચી ની જાહેરાત મામલે નિયમનું ઉલ્લંઘન થયું છે તેવું સામે આવતા તેમને સુકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલે હવે અજય દેવગનને હાઇકોર્ટમાં અપીલ કરી છે તેમ છતાં એફડીએ વિભાગ તેની કાર્યવાહી ચાલુ રાખશે.