Ayushmann Khurrana: એક્ટર આયુષ્માન ખુરાનાને મળી ધમકી, ઓડિયો મેસેજ મોકલી માંગી કરોડોની ખંડણી
Ayushmann Khurrana: લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી એક્ટર આયુષ્માન ખુરાનાને ધમકી મળી હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર આયુષ્માન ખુરાનાને એક ઓડિયો મેસેજ મોકલવામાં આવ્યો છે અને કરોડોન ખંડણી માંગવામાં આવી છે.
Ayushmann Khurrana: બોલીવુડ એક્ટર તુષાર કપૂરને મળેલી ધમકી પછી હવે એક્ટર આયુષ્માન ખુરાના ને પણ ધમકી મળી હોવાની વાત સામે આવી છે. મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર એક્ટર આયુષ્માન ખુરાનાને પણ એક ઓડિયો ક્લિપ મળી છે જેમાં તેને ધમકી આપવામાં આવી છે. ઓડિયો ક્લિપ મોકલનાર વ્યક્તિએ પોતાની જાતને લોરેન્સ ગેંગ નો સભ્યો ગણાવ્યો છે અને આયુષ્માન ખુરાના પાસેથી કરોડો રૂપિયાની ખંડણી પણ માંગી છે.
આ પણ વાંચો: Jailer 2 OTT: જેલર 2 ઓટીટી પર જોવાની રાહ જોતા લોકો માટે ખુશખબર, ઓટીટી પર જોઈ શકશો અનકટ વર્ઝન
એક્ટર આયુષ્માન ખુરાને પણ ધમકી ભરી ઓડિયો ક્લિપ મળી
આયુષ્માન ખુરાના અંગે એક ચોંકાવનારી ખબર સામે આવી છે. છેલ્લા કેટલાક સમયથી લોરેન્સ ગેંગના નિશાના પર બોલીવુડ એક્ટર આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ટાઇગર શ્રોફ પર થયેલા હુમલા પછી તુષાર કપૂરને ધમકી ભર્યો ઓડિયો મેસેજ મળ્યો હતો ત્યાર પછી હવે બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાને પણ ધમકી ભરી ઓડિયો ક્લિપ મળી હોવાની જાણકારી સામે આવી છે. આ વાત પ્રકાશમાં આવતા જ મુંબઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જોકે આ મામલે હજુ સુધી સત્તાવાર રીતે એફઆઇઆર નોંધવામાં નથી આવી.
મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર એક્ટર આયુષ્માન ખુરાનાને એક ઓડિયો મેસેજ મળ્યો છે. જેમાં એક વ્યક્તિ જે પોતાની જાતને લોરેન્સ ગેંગનો સભ્ય ગણાવે છે તે આયુષ્માન ખુરાના પાસેથી કરોડોની ખંડણી માંગે છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઓડિયો ક્લિપની તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તબક્કે ઓડિયો ક્લિપમાં જે વ્યક્તિનો અવાજ છે તેને પોલીસ રેકોર્ડમાં નોંધાયેલા આરોપીઓના ઓડિયો સાથે મેચ કરવાની પ્રક્રિયા કરી રહી છે.
તુષાર કપૂરને ધમકી ભર્યો મેસેજ
આ પણ વાંચો: Ramayana: રામાયણ ફિલ્મનો એક સીન પુરો કરવામાં લાગ્યાં સાડા 6 વર્ષ ! જાણો કયો છે આ સીન ?
જોકે આયુષ્માન ખુરાના મામલે સામે આવેલી આ ખબરમાં હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે ઓડિયો ક્લિપ મોકલનાર વ્યક્તિ ખરેખર લોરેન્સ ગેંગ સાથે જોડાયેલો છે કે પછી તેની ગેંગનું નામ લઈને આયુષ્માન ખુરાના પાસેથી ખંડણી લેવા કે તેને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ પહેલા બોલીવુડ એક્ટર તુષાર કપૂરને પણ ધમકી ભર્યો ઓડિયો મેસેજ મળ્યો હોવાની વાત સામે આવી હતી. તુષાર કપૂરને ધમકી ભર્યો મેસેજ મોકલનાર વ્યક્તિનું નામ હેરી બોક્સર હોવાનું સામે આવ્યું હતું. જોકે તુષાર કપૂરના મામલામાં પોલીસે શરૂઆત તપાસ પછી એવું કહ્યું હતું કે આ ઓડિયો ક્લિપ નકલી હોય તેવી સંભાવના છે. હવે આયુષ્માન ખુરાના ને પણ ધમકી ભરી ઓડિયો ક્લિપ મોકલવામાં આવી છે આ મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે.
થોડા દિવસ પહેલાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ
મહત્વનું છે કે થોડા દિવસ પહેલાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ટાઈગર શ્રોફનો ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે ટાઈગર શ્રોફ માંડ માંડ બચ્યો હતો. આ હુમલાની જવાબદારી લોરેન્સ ગેંગ દ્વારા લેવામાં આવી હતી. આ મામલે અત્યાર સુધીમાં પોલીસે 10 થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના પછીથી અત્યાર સુધીમાં અમિતાભ બચ્ચન, દિલજીત દોજસાંજ સહિતના એક્ટર્સને ધમકી મળી ચૂકી છે.
આ પણ વાંચો: OTT Release: દિવાળી વીકમાં ઓટીટી પર મળશે ભરપુર મનોરંજન, બ્લોકબસ્ટર ફિલ્મો સાથે વેબ સીરીઝ થશે રિલીઝ
આ પહેલા એક મેલ દ્વારા અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંજને પણ બોમથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે વાતને ધ્યાનમાં રાખીને અમિતાભ બચ્ચનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચન જ્યારે તેના ફેન્સને મળવા ઘર બહાર આવ્યા ત્યારે બુલેટ પ્રુફ ગ્લાસનું પ્રોટેક્શન રાખવામાં આવ્યું હતું.