SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ઈન્ડિયન આર્મીમાં ઓફિસર બનવાની તક, 18 લાખ સુધીનું મળશે પેકેજ

PCM નો અભ્યાસ કરનાર યુવાઓને સેનામાં ઓફિસર બનાવાની તક મળશે. આ ભરતી માટે અરજીની ફી આપવી પડશે નહીં. પસંદ થયેલા ઉમેદવારોને 4 વર્ષની ટ્રેનિંગ દરમિયાન દર મહિને 56100 નું સ્ટાઇપેન્ડ મળશે.

Written By Gokani Dhaval
Published: Oct 15, 2026, 03:33 PM IST | Updated: Oct 15, 2026, 03:37 PM IST
Join

ભારતીય સેનાએ 10+2 ટેક્નિકલ એન્ટ્રી સ્કીમ માટે નોટિફિકેશન જારી કર્યું છે. આ ભરતી હેઠળ ધોરણ 12મા ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સનો અભ્યાસ કરનાર યુવાઓને સેનામાં કમીશન્ડ ઓફિસર બનવાની તક મળશે. ખાસ વાત છે કે આ ભરતી માટે અરજી ફી આપવી પડશે નહીં. તો પસંદ થયેલા ઉમેદવારોને 4 વર્ષની ટ્રેનિંગ દરમિયાન દર મહિને 56100 રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળશે. આ ભરતી માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા 14 ઓક્ટોબરથી શરૂ થશે, તો ઉમેદવાર 12 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

આ ભરતી માટે ઉમેદવારોએ ધોરણ 12 ગણિત, રસાયણ અને ભૌતિક વિજ્ઞાન વિષયોની સાથે ઓછામાં ઓછા 60 ટકા હોવા જોઈએ. ઉમેદવાર જેઈઈ મેન 2026મા સામેલ હોવો જોઈએ. આ સિવાય ભરતીમાં માત્ર અપરિણીત પુરૂષ ઉમેદવાર અરજી કરી શકે છે. તો ઉમેદવારની ઉંમર 16થી 19 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

કઈ રીતે થશે ઉમેદવારોની પસંદગી?
આ ભરતી માટે અલગથી લેખિત પરીક્ષા આયોજીત થશે નહીં. ઉમેદવારને ધોરણ 12ના માર્ક્સ અને જેઈઈ મેન 2026ના સ્કોરના આધાર પર શોર્ટલિસ્ટ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોને સર્વિસ સિલેક્શન બોર્ડના ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. એસએસબી ઈન્ટરવ્યુમાં પાસ થનાર ઉમેદવારોની મેડિકલ તપાસ થશે. ત્યારબાદ નિર્ધારિત પ્રક્રિયા હેઠળ મેરિટના આધારે અંતિમ પસંદગી થશે.

આ પણ વાંચોઃ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરીની તક, 1.20 લાખ સુધી મળશે પગાર

4 વર્ષની થશે ટ્રેનિંગ, મળશે એન્જિનિયરિંગની ડિગ્રી
આ ભરતી હેઠળ પસંદ ઉમેદવારોને 4 વર્ષની તાલીમ આપવામાં આવશે. તેમાં સૈન્ય તાલીમની સાથે એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કરાવવામાં આવશે. કોર્સ પૂરો કર્યાં બાદ નક્કી શરતો પૂરી કરનાર ઉમેદવારોને એન્જિનિયરિંગ ડિગ્રી, લેફ્ટિનેન્ટનો રેન્ક અને સ્થાયી કમીશન આપવામાં આવશે. ટ્રેડિંગ દરમિયાન ઉમેદવારને દર મહિને 56100 રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળશે. કમીશન મળ્યા બાદ લેવલ 10ના પે લેવલ અનુસાર પગાર અને ભથ્થા આપવામાં આવશે. જેમાં વાર્ષિક પેકેજ 17થી 18 લાખનું હશે.

આ એન્જિનિયરિંગ સ્ટ્રીમમાં મળશે અભ્યાસની સુવિધા
આ ભરતી હેઠળ અલગ-અલગ ટ્રેનિંગ કેન્દ્રોમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવવામાં આવશે. ભરતી નોટિફિકેશન અનુસાર સીએમઈ પુણેમાં સિવિલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ, એમસીટીઈ મહૂમાં ટેલીકમ્યુનિકેશન અને આઈટી એન્જિનિયરિંગ (ડુઅલ ડિગ્રી) અને એમસી ઈએમઈ સિકંદરાબાદમાં ઈલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવવામાં આવશે.

આ પણ વાંચોઃ દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા કરવાની તક! કોસ્ટ ગાર્ડમાં 365 પદો પર નીકળી ભરતી, જાણો વિગતો

કઈ કરી શકો છો અરજી?
આ ભરતી માટે અરજી કરવા માટે સૌથી પહેલા joinindianarmy.nic.in વેબસાઈટ ખોલો.
ત્યારબાદ ઓફિસર ટ્રેનિંગ સાથે જોડાયેલા સેક્શનમાં ટીઈએસ-57 ભરતી લિંક ખોલો.
હવે રજીસ્ટ્રેશન કરો અને તમારા આઈડીથી લોગિન કરો.
ત્યારબાદ અરજી ફોર્મમાં માગવામાં આવેલી પર્સનલ અને એજ્યુકેશન ડિટેલ ભરો.
હવે ધોરણ 12ના માર્ક્સ અને જેઈઈ મેન 2026ની જાણકારી ભરો.
ફોર્મમાં ભરવામાં આવેલી તમામ જાણકારીને ધ્યાનથી તપાસો અને છેલ્લે ફોર્મ સબમિટ કરો.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES