• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /રિલાયન્સ JIO લાવી રહ્યું છે મેગા IPO : Zee Mediaએ પૂછ્યા સીધાસટ 14 સવાલ, ભરતા પહેલાં વિચારજો

રિલાયન્સ JIO લાવી રહ્યું છે મેગા IPO : Zee Mediaએ પૂછ્યા સીધાસટ 14 સવાલ, ભરતા પહેલાં વિચારજો

Reliance Jio IPO: રિલાયન્સ જિયોનો આઈપીઓ 21થી 23 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. જેના દ્વારા કંપની 30 હજાર કરોડ રૂપિયા ભેગા કરે એવી ધારણા છે. આઈપીઓ ખુલે તે પહેલાં એક પ્રેસ કોન્ફન્સમાં ઝી મીડિયા દ્વારા આ અંગે કેટલાક સવાલ પૂછવામાં આવ્યા હતા. જેના જવાબો જાણવા તમારા માટે જરૂરી છે.

Written ByViral Raval
Published: Oct 16, 2026, 12:52 PM IST|Updated: Oct 16, 2026, 01:50 PM IST
joinshare
રિલાયન્સ JIO લાવી રહ્યું છે મેગા IPO : Zee Mediaએ પૂછ્યા સીધાસટ 14 સવાલ, ભરતા પહેલાં વિચારજો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
વિવાદના વંટોળ વચ્ચે ગુજરાત સહિત 17 રાજ્યોમાં થશે SSR, જાણો SIR કરતા કેટલું અલગ અને શાં માટે થશે?

વિવાદના વંટોળ વચ્ચે ગુજરાત સહિત 17 રાજ્યોમાં થશે SSR, જાણો SIR કરતા કેટલું અલગ અને શાં માટે થશે?

2

Cancer: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ જણાવ્યું કેન્સર થવાનું જોખમ કોને વધારે ? જાણો કેન્સરના રિસ્ક ઝોન વિશે

3

કરોડો રૂપિયાના સોનાના દાગીના પહેરીને પોરબંદરની મહિલાઓએ લીધા મહેરના રાસડા, મણીયારા રાસથી સંસ્કૃતિ ખીલી ઉઠી

4

OTT Releases: આ વીકેન્ડમાં ઓટીટી પર મળશે ભરપુર મનોરંજન, ચેક કરી લો આ વીકનું લીસ્ટ

5

રિલાયન્સ JIO લાવી રહ્યું છે મેગા IPO : Zee Mediaએ પૂછ્યા સીધાસટ 14 સવાલ, ભરતા પહેલાં વિચારજો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Reliance Jio : Reliance Jioનો IPOઓ આવવાની તૈયારીમાં છે. 21-23 ઓક્ટોબર સુધી પબ્લિક સબસ્ક્રિપ્શન માટે ઓપન થશે.  IPO ખુલે તે પહેલા મુંબઈમાં ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં Zee Media એ આ IPOવિશે કેટલાક સવાલ કર્યા હતા. જેના પર રિલાયન્સ જિયોના સીઈઓએ કહ્યું કે તમે આ સવાલોના જવાબ ઈમેઈલ કરજો. Zee Mediaએ આ સવાલોને રિલાયન્સ જિયોના સીઈઓને ઈમેઈલ પણ કર્યો છે. એ કયા સવાલો છે જે Zee Mediaએ ઉઠાવ્યા છે તેના વિશે તમે પણ જાણો. 

સવાલ :1  ભેગી થનારી રકમનો ક્યાં ઉપયોગ થશે?

આઈપીઓથી ભેગી થનારી રકમનો 90ટકાથી વધુ ભાગ નવી ક્ષમતાઓના વિસ્તરણની જગ્યાએ જૂના દેવા ચૂકવવામાં ઉપયોગમાં લેવાશે તો નવા પબ્લિક શેર હોલ્ડરોને ભવિષ્યના ગ્રોથમાં પૈસા લગાવવાની જગ્યાએ કંપનીના જૂના દેવાઓની ચૂકવણી માટે કેમ કહેવાઈ રહ્યું છે?

સવાલ: 2 બોર્ડે એક એવો નવા ઈશ્યુનો વિકલ્પ કેમ પસંદ કર્યો

એક ડાયરેક્ટ, ટેક્સ ન્યૂટ્રલ વર્ટિકલ ડીમર્જર દ્વારા Jioના શેર સીધા RIL શેરધારકોને આપી શકાતા હતા તો પછી બોર્ડે એક એવો નવા ઈશ્યુનો વિકલ્પ કેમ પસંદ કર્યો જેનાથી વર્તમાન ભાગીદારી ઘટે છે અને બહારની મૂડી આવે છે?

સવાલ: 3  કંપનીના વેલ્યુએશનને હંમેશા માટે મર્યાદિત નહીં કરી દે?

જ્યારે વૈશ્વિક અને ઘરેલુ સંસ્થાન જિયો પ્લેટફોર્મ્સમાં સીધા એક શુદ્ધ ટેક અને ટેલિકોમ એસેટ તરીકે રોકાણ કરી શકશે તો શું આ લિસ્ટિંગ RIL પર એક સ્ટ્રક્ચરલ હોલ્ડિંગ-કંપની ડિસ્કાઉન્ટ થોપીને પેરેન્ટ કંપનીના વેલ્યુએશનને હંમેશા માટે મર્યાદિત નહીં કરી દે?

સવાલ: 4 શું આ પ્રાઈસ બેન્ડ જાણી જોઈને ઓછી રાખવામાં આવી

RIL પાસે જિયો પ્લેટફોર્મ્સમાં લગભગ 66.4%  ભાગીદારી છે. એટલે કે આઈપીઓના દિવસે અપાયેલા દરેક રૂપિયાનું ડિસ્કાઉન્ટ લોંગ ટર્મ RIL શેરધારકોથી નવા સબસ્ક્રાઈબર્સ તરફ વેલ્થ ટ્રાન્સફર કરે છે. શું આ પ્રાઈસ બેન્ડ જાણી જોઈને ઓછી રાખવામાં આવી જેથી કરીને લિસ્ટિંગના પહેલા દિવસે શેરના ભાવમાં ઉછાળો આવે કે પછી IPOથી પહેલા થયેલા ઈન્સ્ટીટ્યુશનલ રોડશોના કારણે વેલ્યુએશન ઘટાડવી પડી?

સવાલ: 5  કંપનીનો 3 ટકાથી પણ ઓછો હિસ્સો માર્કેટ માટે ઉપલબ્ધ છે તો શું ?

કંપનીનો જ્યારે 3 ટકાથી પણ ઓછો હિસ્સો માર્કેટ માટે ઉપલબ્ધ છે તો શું લિસ્ટિંગ-ડે પ્રાઈઝિંગ અસલી ફંડામેન્ટલ પ્રાઈઝ ડિસ્કવરીની જગ્યાએ કૃત્રિમ સપ્લાયની કમી અને પેસિવ ઈન્ડેક્સ-ઈન્ક્લુઝનની મજબૂરીઓને જ દેખાડશે?

સવાલ: 6 શેરોને એ વેલ્યુએશન પર કેમ નથી વેચી રહ્યા?

2020ના પ્રી-IPO રોકાણકારો કે પ્રમોટરોમાંથી કોઈ પણ પોતાના શેરોને એ વેલ્યુએશન પર કેમ નથી વેચી રહ્યા જેનો એક લેન્ડમાર્ક વેલ્યુએશન તરીકે પ્રચાર કરવામાં આવી રહ્યો છે? આ સાથે જ, લોક-ઈનનો સમય ક્યારે પૂરો થશે એ તારીખો કઈ, જેના પર રિટેલ રોકાણકારોએ નજર રાખવી જોઈએ?

સવાલ: 7 'Jio' મુખ્ય ટ્રેડમાર્કનો માલિકી હક નથી?

Jio Platforms પાસે પોતાનો 'Jio' મુખ્ય ટ્રેડમાર્કનો માલિકી હક નથી. આથી જો એ જ બ્રાન્ડવાળી કોઈ બીજી ગ્રુપ કંપની કોઈ મોટી નિષ્ફળતાનો સામનો કરે તો લિસ્ટેડ શેરધારકોની સુરક્ષા માટે કયા કયા કાનૂની સુરક્ષા ઉપાયો છે? આ સાથે જ, શું લિસ્ટિંગ બાદ બ્રાન્ડ લાઈસન્સિંગ ફી લગાવી શકાય?
 

रिलायंस JIO की प्रेस कॉन्फ्रेंस, Zee Media के सवाल, JIO ने ज़ी मीडिया को सवाल पूछने नहीं दिया #RelianceJio #ZeeMedia | @A_suryavanshi_ https://t.co/Pbgxf6m6x2

— Zee News (@ZeeNews) October 16, 2026


સવાલ: 8 રિલાયન્સ રિટેલના સોદા પર મોટો સવાલ

જ્યારે પ્રમોટર ટેબલની બંને બાજુ બેઠા હોય તો એવી કઈ સ્વતંત્ર વ્યવસ્થાઓ છે જે એ સુનિશ્ચિત કરે કે રિલાયન્સ રિટેલ સાથે કમિશન, કસ્ટમર એક્વિઝિશન ફી અને સંયુક્ત પરિચાલન ખર્ચને બજારના યોગ્ય અને નિષ્પક્ષ નિયમોના આધારે નક્કી કરાયા છે?

સવાલ: 9 ગવર્નન્સ નીતિ પર સવાલ!

જ્યારે બહારના પબ્લિક માઈનોરિટી રોકાણકારો Jio Platformsમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે કઈ ઔપચારિક અને લેખિત કોર્પોરેટ ગવર્નન્સ નીતિ નક્કી કરે છે કે ઊંચા નફાના માર્જિનવાળા વ્યવસાયો Jio હેઠળ રાખવામાં આવશે કે સીધા RILના સ્તરે જ રાખવામાં આવશે?

સવાલ: 10 ભારે ભરખમ રોકાણ છતાં ROCE 8% તો લિસ્ટિંગ પછી રિટર્નની શું ગેરંટી?

જ્યારે એક દાયકાના ભારે ભરખમ કેપિટલ એક્સપેન્ડિચર છતાં રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ (ROCE) સતત લગભગ 8% પર અટકેલું છે તો પબ્લિક માર્કેટ્સ એવું કેમ માની લે કે આ લિસ્ટિંગ  બાદ કેપિટલ ડિસિપ્લિન અને શેરધારકોને મળનારું કેશ રિટર્ન ખરેખર સારું હશે?

સવાલ: 11 RILમાં 4 લાખ કરોડનું ધોવાણ તો રોકાણકારોની વેલ્થનું શું થશે?

છેલ્લા 3 વર્ષમાં, RILના શેરના ભાવ લગભગ સ્થિર રહ્યા છે, જ્યારે એકલા 2026માં જ તેની માર્કેટ કેપિટલાઈઝશનમાં લગભગ 4 લાખ કરોડની કમી આવી છે. 125 અબજ ડોલરથી વધુ ગ્રુપ કેપિટલ લગાવ્યા બાદ શેરધારકોની વેલ્થમાં આ લાંબા સમયથી ચાલી રહેલા ઘટાડાને તમે કઈ રીતે યોગ્ય ઠેરવશો?

સવાલ: 12 રિલાયન્સ રિટેલનું લિસ્ટિંગ ફરી લંબાયું તો રોકાણકારો ભરોસો કેવી રીતે કરે?

2019ની AGMમાં શેરધારકોને સ્પષ્ટપણે કહેવાયું હતું કે Reliance Retail પાંચ વર્ષની અંદર લિસ્ટ થશે, પરંતુ હવે આ માઈલસ્ટોન સરકીને કથિત રીતે 2028 સુધી પહોંચી ગયો છે. પબ્લિક માર્કેટ્સ આ સંશોધિત સમયમર્યાદા પર ભરોસો કેવી રીતે કરે?

સવાલ: 13 અંબાણી પરિવારમાં ઈન્ટરનલ કેપિટલ એલોકેશન કયા ફ્રેમવર્ક હેઠળ?

આકાશ, ઈશા અને અનંત ક્રમશ: જિયો, રિટેલ અને ન્યૂ એનર્જીનું નેતૃત્વ કરી રહ્યા છે. જ્યારે આ ત્રણેય મલ્ટી બિલિયન ડોલરવાળા ડિવિઝન પેરેન્ટ કંપનીની બેલેન્સ શીટ માટે પરસ્પર પ્રતિસ્પર્ધા કરે છે તો તેમના વચ્ચે ઈન્ટરનલ કેપિટલ એલોકેશન કયા ફ્રેમવર્ક હેઠળ થાય છે?

સવાલ: 14 RILના નેતૃત્વનું મૂલ્યાંકન કયા માપદંડથી?

શું એક્ઝિક્યુટિવ કમ્પન્સેશન, પરફોર્મન્સ ઈન્સેન્ટિવ્સ અને લીડરશિપ સક્સેશનના માપદંડ સીધી રીતે RIL ના શેર પ્રાઈસ પરફોર્મન્સ અને કન્સોલિડેટેડ ROCE સાથે જોડાયેલા છે, કે ફક્ત બેલેન્સ શીટ અને એસેટના કુલ આકારથી?

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News