SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

PNB બેન્કમાં મોટું કૌભાંડ? લોકોના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ગાયબ, 16 ખાતાધારકોએ નોંધાવી ફરિયાદ

Punjab National Bank : બેન્ક એટલે એવી જગ્યા કે જેના પર કદાચ તમે તમારા પૈસા બાબતે આંખો બંધ કરીને ભરોસો કરો છો એ જ બેન્કમાં હવે મોટા કૌભાંડના આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરી એકવાર આક્ષેપોના ઘેરામાં પંજાબ નેશનલ બેન્ક છે. જેની એક બ્રાન્ચમાં ખાતાધારકોના એકાઉન્ટમાંથી પૈસા જ ગાયબ થઈ ગયા, એફડી તોડી નાખવામાં આવી, ત્યારે શું છે આ સમગ્ર મામલો, તેના વિશે આ લેખમાં જાણીશું.

Written By Dilip Chaudhary
Published: Oct 28, 2026, 11:07 PM IST | Updated: Oct 28, 2026, 11:10 PM IST
Join

Punjab National Bank : પોતાની જિંદગીની કમાણીને જે ભરોસા અને બેફિકરી સાથે બેન્કમાં રાખવામાં આવે છે. એ જ બેન્કમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું થાય. આવો જ ચોંકાવનારો મામલો ગ્રેટર નોઈડાની પંજાબ નેશનલ બેન્કમાંથી સામે આવ્યો છે.

લોકોના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ગાયબ થઈ ગયા

આ આક્ષેપો લાગ્યા છે ગ્રેટર નોઈડાના એચ્ચર ગામમાં પીજીબીની શાખા પર. જ્યાં ઘણા લોકો હવે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 16 લોકોએ ફરિયાદ નોંધાવી છે કે તેમના પૈસા ખાતામાંથી ગાયબ કરી દીધા છે. આવા જ એક શખ્સ છે જેમની માતાનું એકાઉન્ટ આ બેન્કમાં હતું અને તેમાં એક કરોડથી વધુની રકમ હતી. જે જેવર એરપોર્ટની જમીનના વળતર તરીકે મળી હતી. પરંતુ જ્યારે તેઓ બેન્ક પહોંચ્યા તો જોયું કે તેમનું એકાઉન્ટ પૂરેપૂરું ખાલી છે અને તેમાં કોઈ પૈસા નથી.

બેંક એકાઉન્ટમાં વર્ષોથી નથી કર્યું કોઈ ટ્રાન્ઝેક્શન, શું ડૂબી જશે તમારા જમા પૈસા?

FD તોડી નાખવામાં આવી

આવો જ આક્ષેપ એક વેપારીએ પણ કર્યો છે જેમણે ફરિયાદમાં કહ્યું છે કે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે બેન્ક કર્મચારીઓનો સંપર્ક કરવામાં આવ્યો અને બ્રાન્ચ મેનેજરના કહેવા પર ચેક દ્વારા પૈસા આપવામાં આવ્યા. આક્ષેપ છે કે રકમ કોઈ બીજાના ખાતામાં મોકલી દેવામાં આવી છે.

આ સિવાય પણ ઘણા લોકોએ ખાતામાંથી પૈસા ગાયબ થવા અને એફડી ખતમ થવાની ફરિયાદો કરી છે. મામલો સામે આવ્યા બાદ બેન્ક પણ એક્શનમાં આવી છે. બ્રાન્ચ મેનેજર સહિત 5 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. તેમની જગ્યાએ નવા સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે અને લોકોના પૈસા એક દિવસમાં પરત કરવાની વાત કરવામાં આવી રહી છે. બેન્ક ભલે આશ્વાસન આપી રહી છે, પરંતુ તેના પર કેટલા લોકો ભરોસો કરી શકશે. આ સવાલ હજુ પણ બનેલો છે.

અગાઉ પણ આ બેંક સામે નકલી નોટોના આક્ષેપો લાગ્યા હતા

હવે પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને એન્ટી કરપ્શન ટીમ પણ ગરબડની તપાસમાં જૂટેલી છે. પીએનબી બેન્ક પર આ પહેલાં સહારનપુરમાં નકલી નોટો હોવાના પણ આક્ષેપો લાગ્યા હતા. જ્યારે 17 કરોડની નકલી નોટો બેન્કમાં મળી આવી હતી. જેની તપાસ એનઆઈએ કરી રહી છે અને અત્યાર સુધી 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ વખતે તો સરેઆમ આખેઆખું એકાઉન્ટ જ ખાલી કરવાના આક્ષેપો લાગી રહ્યા છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES